________________
શ્લોક–૧૧૩
૨૩૯
માને, કોઈ ત્યાગી થયો, એમ નથી કહે છે. આહાહા...!
ઘટ ઘટ અંતર જેન વસે એ જિનસ્વરૂપ ભગવાન આત્મા, જેનું અનાદિ વીતરાગ સ્વરૂપ જ એનો સ્વભાવ છે. એનો આશ્રય લઈને એના અવલંબે જે વીતરાગતા પ્રગટ થાય તે આસ્રવ કરતાં પણ તે વીતરાગતા મહા બળવાન છે. ઈ ‘વધારે બળવાન યોદ્ધો છે...” આ...હા...! શું કહે છે ?
મિથ્યાત્વ અને શુભ-અશુભ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ આસવ છે. એના બળથી જગતને અનાદિ (કાળથી) અનંત વાર ચાર ગતિમાં રખડાવ્યા પણ એના કરતા ભગવાન આત્માનું બળ.. આહા...અનંત અનંત વીર્ય – પુરુષાર્થ, અંદર આત્મામાં વીર્ય ભર્યું છે. વીર્ય એટલે પુરુષાર્થ, વીર્ય એટલે રેત નહિ. અનંત વીર્ય આત્મામાં ભર્યું છે. એવું એ અનંત વીર્યનું રૂપ અનંત જ્ઞાન, અનંત દર્શનમાં પણ ભર્યું છે. અનંત ગુણમાં અનંત વીર્યનું રૂપ છે. આહાહા.! એવા અનંત ગુણના રૂપમાં અનંતનું વીર્ય, એના સ્વભાવના બળને જોરે, એના સન્મુખના બળને જોરે આસવને જીતી લીધો છે. આહા..હા...! સમજાય છે કાંઈ? આહા..હા...!
“તેથી તે આસવને જીતી લે છે...” આ...હા...હા....! ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! અનંત ચૈતન્યરત્નના દરિયા, દરિયો, સાગર એ (છે). અનંત ચૈતન્યના ગુણનો પ્રભુ સાગર છે. એક એક આત્મા ! આ...હા..હા..! એના જોરના બળે, એનો આશ્રય લઈને. આ...હા...! શક્તિમાં જે અનંત જ્ઞાન ને દર્શન, આનંદ છે તેને પર્યાયમાં વ્યક્તમાં આનંદ ને જ્ઞાન પ્રગટ કર્યું. આહા..હા...! એ ચૈતન્યના સ્વભાવના આશ્રયે પ્રગટ કર્યું. એ કોઈ દયા, દાન ને વ્રતના વિકલ્પને આશ્રયે પ્રગટ થતું નથી. કેમકે એ તો બધો આસવ છે. આહા...હા...!
એને “અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી.” આ.હા.હા..અહીં તો છેલ્લું લેવું છે ને ! સમ્યગ્દર્શન થયું કે પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે. એનો અનુભવ થયો. અનુભવ એટલે એને અનુસરીને દશા થઈ. પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્માને અનુસરીને દશા થઈ. એ “અનુભવ રત્ન ચિંતામણિ ને અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ' એ અનુભવ દ્વારા આસવને જીતી અને ઉત્કૃષ્ટ અનુભવ દ્વારા કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે.” આ...હા..હા...!
આ તો પંચમ આરાના મુનિ છે, એને કાંઈ કેવળજ્ઞાન નથી પણ સામર્થ્ય બતાવે છે. કુંદકુંદાચાર્યદેવ', “અમૃતચંદ્રાચાર્યદેવ” એ બધા પંચમ આરાના સાધુ. કુંદકુંદાચાર્યદેવ” બે હજાર વર્ષ પહેલા થયા. “અમૃતચંદ્રાચાર્ય ટીકાકાર હજાર વર્ષ પહેલા થયા. એ એમ પોકાર કરે છે કે, આત્માના સ્વભાવના જોરના બળે અમે મિથ્યાત્વ ને અજ્ઞાન ને રાગ-દ્વેષનો અંશ તો ટાળ્યો છે પણ એના પૂર્ણના, આત્માના આશ્રયના બળે કર્મનો નાશ કરીને કેવળજ્ઞાન પામશું. આહા...હા...! છે ?