________________
શ્લોક-૧૧૩
૨૩૩ વર્ણન હોય છે તેથી અહીં રસવત્ અલંકાર વડે શાંત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે “જ્ઞાનરૂપી બાણાવળી આસવને જીતે છે'. આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન યોદ્ધો છે તેથી તે આસવને જીતી લે છે અર્થાત્ અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે. ૧૧૩.
શ્લોક ૧૧૩ ઉપર પ્રવચન
હવે ચોથો આસવ અધિકાર
‘દ્રવ્યાસર્વથી ભિન્ન છે....” શું કહે છે ? કે, કર્મ છે ને આ જડ, એ પરમાણુ દ્રવ્ય આસ્રવ કહેવાય. એના પરમાણુ જે પુણ્યના પરમાણુ આવે, પાપના આવે એ દ્રવ્ય આસ્રવ કહેવાય. જેમ વહાણમાં છિદ્ર હોય અને પાણી આવે એમ આત્મામાં પુણ્ય અને પાપના ભાવ એ ભાવ આસ્રવ છે અને એનાથી પરમાણુ આવે એ દ્રવ્યઆસવ છે. અરે...! શું કીધું છે ?
દ્રવ્ય આસવથી ભિન્ન છે, પ્રભુ ! “ભાવાસવ કરી નાશ.” અને પુણ્યનો, પાપનો ભાવ બેય આસ્રવ છે, નવા આવરણનું કારણ છે. એનો મુનિઓએ, ધર્માત્માએ ભાવાસવનો નાશ કર્યો. “થયા સિદ્ધ પરમાતમાં...” આ.હા..હા...! ણમો સિદ્ધાણે સિદ્ધ થયા એ. “નમું તેહ, સુખ આશ.” અર્થકાર કહે છે, મારા સુખની આશાએ તેને હું નમસ્કાર કરું છું. મારો સચ્ચિદાનંદ પ્રભુ જાગે અને આનંદમાં આવે તે માટે હું નમસ્કાર નિમિત્તથી કરું છું. આહાહા....!
પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે આસવ પ્રવેશ કરે છે –'
જેમ નૃત્યના અખાડામાં.” આ નાટકમાં. “નૃત્ય કરનાર માણસ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે...” કોઈ રાજાનો, ભર્તુહરિનો, પીંગળાનો સ્વાંગ લઈને પ્રવેશ કરે) તેમ અહીં આસવનો સ્વાંગ છે.” પુણ્ય અને પાપના બેય ભાવ તે આસ્રવ છે. આસવ એટલે નવા આવરણનું કારણ છે. વહાણમાં જેમ છિદ્ર પડે ને પાણી આવે એમ ભગવાન આત્મામાં પુણ્ય અને પાપ બેય ભાવ આસ્રવ છે એટલે આવે. જેનાથી નવા આવરણ આવે. એ કોઈ ધર્મ નથી. આહા...હા...!
“અહીં આસવનો સ્વાંગ છે. તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યજ્ઞાન છે.” આહાહા....! બહુરૂપી વેશ ધારણ કરીને આવે. રાજાનો લઈને આવે, ગરીબ માણસ થઈને આવે (તો) ડાહ્યો માણસ જાણી લે કે, આ તો બહુરૂપીયો છે. સરાફની મોટી દુકાન હોય ને ! ગાદી,