________________
૨૩૨
સમયસાર સિદ્ધિ-૬
-
૪
-
આસ્રવ અધિકાર
લોક-૧૧લ
अथ प्रविशत्यास्रवः।
(द्रुतविलम्बित) अथ महामदनिर्भरमन्थरं समररङ्गपरागतमास्रवम्। अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः ।।११३ ।।
દ્રવ્યાસવથી ભિન્ન છે, ભાવાસવ કરી નાશ;
થયા સિદ્ધ પરમાત્મા, નમું તેહ, સુખ આશ. પ્રથમ ટીકાકાર કહે છે કે હવે આસવ પ્રવેશ કરે છે :
જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર માણસ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં આસવનો સ્વાંગ છે. તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યજ્ઞાન છે; તેના મહિમારૂપ મંગળ કરે છે :
શ્લોકાર્થ:- (ગથી હવે (સમરરંપરાગત) સમરાંગણમાં આવેલા, મહામનિર્મરન્થ) મહા મદથી ભરેલા મદમાતા (શાસ્ત્ર) આસવને (ઝયમ્ ટુર્નવોઘધનુર્ધર:) આ દુર્જય જ્ઞાનબાણાવળી (નયતિ) જીતે છે – (ઉદારમીરમહોય) કે જે જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે (અર્થાત્ આસવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પૂરો પાડે એવો છે) અને ગંભીર છે (અર્થાત્ જેનો પાર છદ્મસ્થ જીવો પામી શકતા નથી એવો છે).
ભાવાર્થ – અહીં નૃત્યના અખાડામાં આઅવે પ્રવેશ કર્યો છે. નૃત્યમાં અનેક રસનું