________________
શ્લોક-૧૧૨
૨૩૧
કરે છે. એમાં કાંઈ આત્મા છે નહિ. અબજોપતિ હોય તોય ભિખારા બિચારા દુ:ખી છે. આહા..હા...! આપણે અહીં આવતા નહિ ? શાંતિપ્રસાદ’, ‘દિલ્હી’ ચાલીસ કરોડ ! અહીં તો બધા ઘણા આવતા. ચાલીસ કરોડ ! એ..ઈ...! તમારા (શેઠ) પાસે પચાસ કરોડ છે. પણ આ બીજો આપણો હતો ને ? આ પાણસણા'નો ! છે ને ગોવા’માં ! બે અબજ ચાલીસ કરોડ ! બે અબજ ચાલીસ કરોડ !! ‘શાંતિલાલ ખુશાલ’ મરી ગયો હમણાં પોણા બે વર્ષ પહેલાં. છોકરો હમણાં ત્યાં મુંબઈ” દર્શન કરવા આવ્યો હતો. મારા બાપને આવવું હતું.’ એમ બોલ્યો. પણ ગુજરી ગયા. મારા બાપને તમારા દર્શન કરવા આવવું હતું. કાંઈ ધૂળ.. બે અબજ ને ચાલીસ કરોડ ! બસો ચાલીસ કરોડ ! મરી ગયા બિચારા એમાંને એમા. આ...હા...! મારા પૈસા, મારા પૈસા, મારા પૈસા અને હું ઘણા મોટા ધંધા કરું છું અને ઘણાને નભાવું છું, ઘણાને નભાવું છું એવા અભિમાન ! આ..હા...! મરી જવાના બધા. આહા..હા...! કુદરતના નિયમમાં એ બધા પામો થઈ જવાના. આહા...હા...!
અહીં કહે છે, અજ્ઞાની આશ્રયમાં, કા૨ણમાં, એના બંધનમાં અને એના સ્વાદમાં ભેદ વિચારી જુદા જુદા ન્યારે વિચારતો. પુણ્ય રુ પાપ શુભાશુભભાવિન બંધ ભયે સુખદુઃખકા રે;’ બંધથી બધી એક જ જાત છે. જ્ઞાન ભયે દોઊ એક લ...’ છે ? સમ્યજ્ઞાન ચૈતન્યમૂર્તિ પ્રભુ હું તો છું, એમ જ્યાં જ્ઞાન થયું ત્યાં બેય એક જ જાત છે, પુણ્ય અને પાપમાં કાંઈ ફેર નથી. આહા..હા...!
જ્ઞાન ભયે દોઊ એક લખે...' લખે એટલે જાણે. સમ્યજ્ઞાન થતાં ધર્મની પહેલી દશા થતાં, પુણ્ય અને પાપ બેય એક જ જાત છે, બંધનું કારણ છે એમ જ્ઞાની જાણે. આહા..હા...! લખે એટલે જાણે. જ્ઞાન ભયે દોઊ એક લખે બુધ આશ્રય આદિ સમાન વિચારે,’ બેયનો આશ્રય બંધનું કારણ છે. શુભ ને અશુભ બંધનું કારણ અને બંધરૂપ છે. આ..હા...!
બંધ કે કારણ હૈં દોઊ રૂપ....' શુભ અને અશુભ ભાવ બંધ કે કારણ હૈં દોઊ રૂપ, ઇન્હેં તજિ જિનમુનિ મોક્ષ પધારે.’ એ પુણ્ય ને પાપને છોડી સ્વરૂપની સ્થિરતા, દૃષ્ટિ, અનુભવ કરી જિનમુનિ પરમાત્મપદને પામ્યા. એ પુણ્ય-પાપને લઈને નહિ, પુણ્ય-પાપને છોડીને પામ્યા. આહા..હા...! આવું છે.
સમાજમાં તો મુશ્કેલી પડે એવું છે). આ તો જંગલ છે. અહીં કયાં, અહીં કોઈ સમાજ નથી. અહીં તો આત્માની વાત છે. સંપ્રદાયમાં તો વાંધા ઉઠાવે, તક૨ા૨ ઉઠાવે. એ.. આમ નહિ, એ.. આમ નહિ. આમ નહિ તો રાખ તારા ઘરે. માર્ગ તો આ છે. આહા..હા...!
‘આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ...' આ ટીકાનું નામ આત્મખ્યાતિ (છે). આ ટીકા છે ને ? આત્મપ્રસિદ્ધિ. આત્મખ્યાતિ એટલે પ્રસિદ્ધિ. આત્મખ્યાતિ નામની ટીકામાં પુણ્યપાપનો પ્રરૂપક ત્રીજો અંક સમાપ્ત થયો.' લ્યો. જીવ-અજીવ પછી કર્તા-કર્મ અને આ પુણ્ય
પાપ.