________________
શ્લોક-૧૧૨
૨૨૯
થયું એ જ્ઞાનની કળા કેવળજ્ઞાનનો અંશ છે પણ એ અંશ કેવળજ્ઞાનને પણ જાણે છે. પરમકળાનો અંશ છે પણ પરમકળા કેવી હોય તેને પણ તે જાણે છે. આહા...હા..! આવો ઉપદેશ હવે. પેલું તો આમ કરો, આમ કરો, દયા પાળો, વ્રત કરો, તપ કરો, ભગવાનની ભક્તિ કરો (એ સહેલું હતું). એ ભક્તા-ફક્તામાં બધો રાગ છે. આહા..!
પરદ્રવ્ય તરફના વલણમાં જેટલો ભાવ (થાય) એ બધો રાગ છે. સ્વ તરફના વલણમાં જ્યાં આત્મભગવાન છે એના વલણમાં ભાવ થાય તે ભાવ નિર્મળ અને ધર્મ છે. આહા...હા...! ઝીણી વાત છે, ભાઈ ! અનંત કાળથી કર્યું નથી. એમાં અત્યારે તો ગડબડ, ગોટા બહુ ચાલ્યા છે. પોતાને જેમ લાગે એમ સ્વચ્છેદે પ્રરૂપે, મનાવે. અરે..રે...ભવ ચાલ્યા જશે, બાપા ! કુદરતના નિયમમાં જે સત્ય હશે તે રહેશે. અસત્ય ત્યાં નહિ રહે. આહા..હા...!
આ.હા..હા..! એ કેવળજ્ઞાનના સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે,” એટલે પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે સ્વભાવની સન્મુખતાનો પ્રયત્ન કર્યા કરે છે. આ..હા...હા..! સમજાણું કાંઈ ? “તેથી એમ કહ્યું છે કે “જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રીડા માંડી છે. કેવળજ્ઞાન સાથે રમતું માંડી. આહા..હા...! ઓલી રાગ સાથે રમતું માંડી હતી. દયા, દાન ને વ્રત ને તપ ને ભક્તિ ને એ બધો રાગ (હતો). આ...હા...! “નિજપદ રમે સો રામ કહીએ, રાગમાં રમે તે હરામ કહીએ” આહા..હા..!
એ અહીં કહે છે. તેથી એમ કહ્યું છે કે “જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રિીડા માંડી છે.” રમતું માંડી એણે. આહાહા..! અલ્ય કાળમાં કેવળજ્ઞાન લેશે, ભવમુક્ત થશે. આહાહા..! “જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે....” એ દયા, દાન, વ્રત, ભક્તિના ભાવથી મારી ચીજ ભિન્ન છે એમ જ્યાં અનુભવ ને દૃષ્ટિ થઈ ત્યારે તેનું જ્ઞાન સહજપણે વિકાસ પામતું જાય છે. એ જ્ઞાન એટલે આનંદ ને શાંતિ સહજપણે વિકાસ થતી જાય છે. બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ કરીને પૂનમ (થાય) એમ. એમ આત્મામાં ધર્મની પહેલી કળા, સમ્યજ્ઞાન જ્યાં ઉગી... આ બાપુ ! એ તો કોઈ અલૌકિક વાતું છે. ભાઈ ! એ જ્ઞાનકળા વધતા વધતા... આ...હા...હા...! કેવળજ્ઞાન સાથે ક્રીડા માંડી.
જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે.” સહજપણે વિકાસ પામતી જાય છે. ત્યાં હઠ નથી કરવી પડતી. આહા..હા..! “અને છેવટે પરમકળા અર્થાતુ કેવળજ્ઞાન થઈ જાય છે. લ્યો ! પૂર્ણ દશા – પરમાત્મ દશા થઈ જાય છે. દેહ છૂટીને સિદ્ધ થઈ જાય છે. આહા..હા..!
ગીકા:- પુણ્ય-પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ પુણ્ય અને પાપ બે છે એમ માનનારા એક પાત્રરૂપ થઈને (રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું.” પુણ્ય હોય કે પાપ હોય, શુભ હોય કે અશુભ હોય, બેય અધર્મ છે, બેય ધર્મ નથી. આહા..હા...! આત્માનું જ્ઞાન ને ભાન થયું એટલે એ બેય પુણ્ય-પાપના ભાવ કર્મરૂપે નીકળી ગયા (અર્થાતુ) બેય કર્મ છૂટી ગયા. આહા...હા..! છે ?