________________
૨૩૪
સમયસાર સિદ્ધિ-૬ તકિયે બેઠા હોય. ત્યાં કોઈ રસોડું ન હોય, કાંઈ ન હોય તેને બોલતો હોય) એ મા-બાપ મને રોટલા આપજો. એમ ભાંડ થઈને આવે. પણ સમજે કે, આ ખબર નથી ? અહીં ઘર પણ નથી અને રોટલા પણ નથી. પણ ભાંડ છે. ફરીને વળી રાજા થઈને આવે તો સમજી જાય કે આ તો ભાંડ છે. એમ પુણ્ય અને પાપના બેય ભાવ ભાંડની પેઠે બહુરૂપક છે, એ આત્માનું સ્વરૂપ ને આત્માનું કારણ નથી. આહા...હા...!
“તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યજ્ઞાન છે; તેના મહિમારૂપ મંગળ કરે છે –' લ્યો ! મંગળિક કરે છે, મંગળિક ! પહેલો શ્લોક સંસ્કૃત છે. ૧૧૩, મંગળિક.
દ્રવિષિત). अथ महामदनिर्भरमन्थरं समररङ्गपरागतमास्रवम्। अयमुदारगभीरमहोदयो
जयति दुर्जयबोधधनुर्धरः ।।११३ । । આહા..હા...! એનો શ્લોકાર્થ. “હવે “સમરાપરત ‘સમરાંગણમાં.... જેમ યુદ્ધનું સ્થળ હોય અને જેમ આવે એમ સમરાંગણમાં “મહા મદથી ભરેલા મદમાતા...’ મહામદથી ભરેલા પુણ્ય-પાપ. કેમકે મેં કંઈકને બાદશાહને પાડ્યા, સાધુ થયા એને પણ મેં તો પાડ્યા છે. સાધુ થઈને પણ એ પુણ્યની ક્રિયામાં ધર્મ માનનારાને બધાને મેં પાડ્યા છે. એટલે આસવને અભિમાન થઈ ગયું છે. આહા..! સમજાણું કાંઈ ? છે ?
સમરાંગણમાં આવેલા, મહા મદથી ભરેલા મદમાતા આસવને.... આ..હા..હા..! મહામદથી ભરેલો મદમાતા આસ્રવ છે. પુણ્ય ને પાપ મહા અભિમાની છે, કહે છે. માંધાતાને મેં મારા પુણ્યના પરિણામને ધર્મ મનાવીને હેઠે પાડ્યા છે. આહા..હા...! મેં દુર્ગતિમાં નાખ્યા છે. દુર્ગતિ, આ ચાર ગતિ દુર્ગતિ છે. સ્વર્ગીય દુર્ગતિ છે. આ.હા...! “પરબાવો સુપા આવે છે ને ? ભગવાનઆત્માના વલણ સિવાય જેટલું પરદ્રવ્ય તરફ લક્ષ જાય એ બધું ચૈતન્યની ગતિ નહિ. આહાહા...! ભગવાન ત્રણલોકના નાથ તીર્થંકરદેવ, એની પ્રતિમા કે તીર્થકરનું સ્મરણ કે પ્રતિમાના દર્શન, એ બધો શુભભાવ છે. એ કોઈ ધર્મ નથી. આહા..હા....!
એથી આસવ કહે છે, મેં તો એને ધર્મ મનાવીને કેટલાયને હેઠે પાડ્યા છે. મારા પંજામાંથી કોઈને નીકળવા દીધો નથી. આહાહા...! જ્યાં હોય ત્યાં એ દયા, દાન, વ્રત, તપને ધર્મ મનાવી, સાધુ નામ ધરાવીને પણ ભ્રષ્ટ થયેલા મિથ્યાદૃષ્ટિઓ, આસ્રવ કહે છે કે, (હું) મદમાતો છું. આહા..હા...! મારું રાજ ચાલે છે ! જ્યાં હોય ત્યાં પુણ્ય ઠીક છે, ધર્મનું કારણ છે, ઈ શુભભાવ કરતા કરતા ધર્મ થાય, એમ એના વિના) પરવાર્યો થતો હશે ? એવું અજ્ઞાનીઓ મનાવીને.. આહાહા...! આકરું કામ છે, બાપુ ! ધર્મ કોઈ એવી ચીજ છે કે, અત્યારે