________________
શ્લોક-૧૧૨
૨૨૭
છોકરા ને આ લાવો ને.. ‘મુંબઈ’થી માલ લાવે તો જાણે... આ... હા..હા...! શું છે પણ આમાં ? ધૂમાડાને બાચકા ભરીને જાણે અમૃત પીએ છીએ એમ તું માને છો. આહા..હા...! આ તો સીત્તેર વર્ષ પહેલાની વાત છે. વીસ વર્ષની ઉંમર (હતી). દેહનો જન્મ (સંવત) ૧૯૪૬માં જન્મ છે. ૧૯૬૬ની વાત છે. વીસ વર્ષ(ના હતા). આ દુનિયા ગાંડી છે, પાગલ છે. પોતાને કાંઈ પૈસા-પૈસા મળ્યા ને આબરૂ થઈ તો જાણે અમે પૈસાવાળા થઈ ગયા. પૈસાવાળા ! એક વાળો અહીં નીકળે છે તો રાડ પાડે છે. અહીં પૈસાવાળો, બાયડીવાળો, છોકરાવાળો, આબરૂવાળો, કીર્તિવાળો... કેટલા વાળા વળગ્યા તને આ ? દવે’ અંહી વાત આવી છે હવે.
આહા..હા...!
પ્રભુ ! તારી મોટપનો પાર નથી, નાથ ! તું કોણ છો અંદર ? આ..હા..હા...! એને સચ્ચિદાનંદ પ્રભુને જ્યાં જગાડ્યો અને જાણે પુણ્ય ને પાપના ભાવનો તિરસ્કાર કરીને ઉખેડી નાખ્યું (કે) તું ધર્મ નહિ. આ..હા...! એ જ્ઞાનકળા સમ્યકળા જાગી, બીજ ઉગી. એ કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે...’ એ બીજ ઉગી એ પૂનમનો અંશ છે. એમ જે પહેલું સમ્યજ્ઞાન જાગ્યું, શરૂઆત (થઈ), ભલે હજી પુણ્ય ને પાપ ભાવ હોય પણ એનાથી મારી ચીજ ભિન્ન છે એવો અનુભવ થયો, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન, અનુભવ થયો, એ કળા કેવળજ્ઞાનની ૫૨મકળાનો અંશ છે. આહા..હા...!
એમાંય (લોકોને) વાંધા છે. એમ કે, કેવળજ્ઞાન સર્વ ઘાતી (કર્મનો) નાશ થાય ત્યારે થાય અને તમે મતિ-શ્રુત જ્ઞાનને એનો અંશ કહો ! અત્યારે દિગંબરમાં (આ) વાંધા છે. મુમુક્ષુ :‘શ્રીમદ્’ના વખતમાંય ઈ વાંધો હતો.
ઉત્તર :- અત્યારે અહીંનો વિરોધ કરે છે ને ! અહીં જ્યારે એમ કહેવાય છે કે, મતિ ને શ્રુતજ્ઞાન એ કેવળજ્ઞાનનો અંશ છે, ત્યારે એ કહે કે, કેવળજ્ઞાન તો સર્વ ઘાતીનો નાશ થાય ત્યારે થાય, એનો અંશ ક્યાંથી આવ્યો આ ? અહીં આ શું કહે છે ? ‘ચેતનજી’ આ શું કહે છે આ ? આ સોનગઢ’નું છે ? આહા..હા...!
ભગવાનઆત્મા ચૈતન્યના બળથી જ્યાં જાગૃત થયો.. આહા..હા...! ભલે તે અંશરૂપે હજી પ્રગટ્યો, ધર્મનો અંશ આવ્યો અને પૂર્ણ કેવળજ્ઞાન થવાને એને વાર હોય છતાં તે કેવળજ્ઞાનકળાનો આ જ્ઞાનકળા એક અંશ છે. આહા..હા...! એની જાત છે. એની જાત વધી વધીને કેવળજ્ઞાન થવાનું છે. એ આત્માનો આશ્રય લઈને સમ્યક્ જ્ઞાનકળા જાગી એ પૂર્ણ આશ્રય લઈને એને કેવળજ્ઞાન થવાનું છે. આહા..હા...! એને એ પુણ્યના પરિણામ નડશે નહિ, વિઘ્ન નહિ કરે, એને ઉખેડી નાખશે. આહા..હા...! મારી જાતમાં પુણ્ય પરિણામ ત્રણ કાળમાં છે નહિ. એ મારી જાતમાં તો અનંત આનંદ ને અનંત શાંતિ, વીતરાગતા ને સ્વચ્છતાનો ભંડાર છે. એવું જ્યાં સમ્યમાં ભાન થયું તે જ્ઞાનનો અંશ ધર્મની શરૂઆતનો અંશ, એ પૂર્ણ કેવળજ્ઞાનની કળાનો અંશ છે. આહા..હા...!
આ તો મતિ ને શ્રુતનો અંશ છે એ કેવળજ્ઞાનનો અંશ છે. (આનો) વિરોધ કર્યો