________________
૨૨૬
સમયસાર સિદ્ધિ-૬
યોનિમાં અનંત વાર અવતર્યો, એ એક આત્મજ્ઞાન વિના. બાકી તો બધું પુણ્યના, દયાના, વતના, તપના ભાવ તો અનંત વાર કર્યો. બહુ પુણ્ય કરે તો કદાચિત્ દેવ થાય અને એમાંથી વળી મરીને કદાચ આ ધૂળના શેઠિયાઓ કહેવાય, આ કરોડપતિ ને લાખોપતિ ને એ ધૂળના શેઠિયા થાય. એમાં આત્માને કાંઈ લાભ છે નહિ. આહા..હા..! કહો, ‘ચીમનભાઈ !
મુમુક્ષુ :- ગરીબી ટળીને શાહુકારી આવી એ લાભ ન થયો ?
ઉત્તર – શાહુકારી આવી, શેની શાહુકારી ? કોને કહેવી ? ભિખારા છે. પૈસા આપો, પૈસા મળે, પૈસા મળે, બાયડી મળે, છોકરા મળે... માગણ છે મોટા ભિખારા ! અનંત અનંત જ્ઞાન અને આનંદ અંદર ભર્યો છે એની લક્ષ્મીની તો એને ખબર નથી અને ભિખારા માગણ માગે છે પૈસો લાવો, બાયડી લાવો, આબરૂ લાવો, કોક મોટો માનો. એને તો શાસ્ત્ર ભિખારી કહે છે. “ચીમનભાઈ” તમારા શેઠ પાસે) પચાસ કરોડ રૂપિયા ! ભિખારા છે. “મુંબઈ ! વ્યાખ્યાનમાં આવ્યા હતા. પચાસ કરોડ રૂપિયા ! ભિખારા છે, કીધું બધા ભિખારા – માગણી છે. પૈસા લાવો ! માગણ... માગણ.... માગણ જેમ રોટલી માગે એમ આ પૈસા માગે, બાયડી માગે, છોકરા માગે, આબરૂ માગે. માગણ છે, માગણ – ભિખારા.
મુમુક્ષુ :- પૈસા છે એટલે તો કોક શેઠ કહે, પૈસા વગર કોઈ શેઠેય ન કહે.
ઉત્તર :- ધૂળના શેઠ કહે એમાં ડાળિયા શું થયા ? એ તો અમારે કુંવરજીભાઈને કીધું હતું કે નહિ ? ફઈના દીકરા ભાગીદાર. એને પૂછ્યું હતું. તમને કેટલી વાર શેઠ કહે ? હજાર વાર કહે ? તો કહે, ના, પાંચસો વાર કહે. બુદ્ધિ કાંઈ ન મળે. પુણ્યને લઈને રળી ખાતા, બુદ્ધિમાં ઠેકાણા કાંઈ ન મળે. આહા..હા..! બાર મહિને બે-બે લાખની પેદાશ ! અક્કલ આવી, અક્કલમાં માલ ન મળે. અમે તો ભેગા રહ્યા હતા, દુકાન(માં) ભાગીદાર હતા). કાંઈ ખબરું ન મળે. આ..હા...! પણ પૂર્વના કોઈ પુણ્યને લઈને પાંચ-પચીસ-પચાસ લાખ ભેગા થાય ત્યાં એમ થઈ જાય કે ઓ.હો.હો...!
મુમુક્ષુ :- ઘણાની પેઢી ઊઠી ગઈ ને કુંવરજીભાઈની પેઢી રહી.
ઉત્તર :– રહી એમાં ડાળિયા શું થયા ? મરીને ગયો ઢોરમાં. એમાં ડાળિયા શું થયા? આહા...હા..! પશુ થયો, પશુ. અહીં બે લાખની પેદાશ. મેં તો એને (સંવત) ૧૯૬૬ની સાલમાં કહ્યું હતું, ૧૯૬૬, વીસ વર્ષની ઉંમર હતી, અત્યારે તો નેવુ થયા), સીત્તેર વર્ષ પહેલાની વાત છે. મારી દુકાનેય હતી અને એની દુકાને (હતી), બે દુકાન જુદી હતી. એનો મોટો ભાઈ અને હું ભાગીદાર. મેં તો એકવાર ચોખ્ખું કહ્યું હતું, “કુંવરજી તારી આવી મમતા એટલી દેખાય છે. હું તો “ભગત' કહેવાતો ને ! ભલે દુકાન ચલાવતો. બોલે નહિ મારી સામું. મરીને ઢોર થાઈશ, યાદ રાખજે, કીધું. તારા લખણ દેવના થવાના નથી, માણસના થવાના મને લાગતા નથી. અમારા ફઈના દીકરા ભાગીદાર હતા. સીત્તેર વર્ષ પહેલાની વાત છે, અત્યારે નેવુ થયા. બોલે નહિ, મારી સામું બોલે નહિ. “ભગત’ છે ઈ, “ભગત’ છે, બોલશો નહિ. શું માંડી છે આખો દિ આ ? આખો દિ આ રળવું, આ બાયડી ને આ