________________
૨૨૮
સમયસાર સિદ્ધિ-૬ હતો. જયધવલમાં છે. જયધવલ શાસ્ત્ર છે ને, એમાં આવે છે. કેવળજ્ઞાન છે, સર્વજ્ઞ છે એનો આ મતિ-શ્રુત જ્ઞાન અંશ છે, અવયવ છે. પૂર્ણ કેવળજ્ઞાન એ અવયવી છે, આખી ચીજ છે. સર્વશપણું તો પ્રભુનો સ્વભાવ છે. આ આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે. એ સ્વભાવનું હજી ભાન થયું કે, હું તો સર્વજ્ઞ સ્વરૂપી છું. હજી સર્વજ્ઞપણું પ્રગટ્યું નથી પણ સર્વજ્ઞ છું એવી પ્રતીતિ અને અનુભવમાં આવ્યું. ત્યારે તેની કળાનો એક અંશ જાગ્યો, ધર્મની શરૂઆત (થઈ, ત્યારે એને ધર્મની શરૂઆત થઈ. એ પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ થવાનો અવયવ છે. કેવળજ્ઞાન એ અવયવી છે, જેમ આખું શરીર અવયવી છે (એમાં) આ હાથ, પગ એ અવયવ છે, આખું શરીર અવયવી છે, હાથ-પગ એના અવયવ છે. એમ પૂર્ણ સર્વજ્ઞપણું અવયવી છે, એનું આ જ્ઞાનકળા – મતિ-શ્રુત જે સમ્યકજ્ઞાન થયું તે તેનો એક અવયવ છે. ભાઈ ! ત્યાં અવયવ લીધો છે. આહા...હા...! અરે.રે...! અંતરની વાતની કાંઈ ખબરું ન મળે. બહારમાં ગોથા મારીને મરી ગયો અનંત કાળ. સાધુપણાનું નામ ધરાવીને પણ ઊંધા ગોટા વાળ્યા. આ.હા..! ધર્મના નામે, પુણ્યને નામે ધર્મ સ્થાપી અને સાધુપણું પણ મિથ્યાદૃષ્ટિપણે કર્યું. આહા..હા..!
અહીં કહે છે, જ્ઞાનકળા કેવળજ્ઞાનરૂપી પરમકળાનો” પરમકળા (કહ્યું) જોયું ? એનો એ “અંશ છે અને કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે... આહાહા....! બીજ ઉગી એ બીજને જાણે, આખા ચંદ્રને જાણે છે. કાળપને પણ જાણે છે અને આખો ચંદ્ર દેખાય. બીજમાં આખો ચંદ્ર આમ દેખાય. બીજ બીજને જાણે, બીજ આખા ચંદ્રને પણ જાણે અને વચમાં અંધારું કેટલું છે એને પણ એ જાણે. આહા...હા...! એમ સમ્યકજ્ઞાનની દશા, પ્રથમ આત્મજ્ઞાન થતાં, એની દશામાં આત્માને ઈ જાણે અને પૂર્ણ સર્વજ્ઞ કેવા હોય એને પણ એ જાણે. આહા...હા...! અરે...! આવી ધર્મની વાતું. લોકોને નવરાશ ન મળે અને નવરાશ હોય એ ધર્મને નામે ઊંધે રસ્તે ચડી ગયેલા હોય. આહાહા...! અરે.રે. મનુષ્યના અવતાર ઢોરના જેવા અવતાર થઈને ચાલ્યા જશે.
જેને આ ભગવાનઆત્મા ! આ..હા...! સચ્ચિદાનંદ પ્રભુ ! સત્ શાશ્વત. શાશ્વત જ્ઞાન ને શાશ્વત આનંદનો ભંડાર છે. એવી દશા પ્રથમમાં પ્રથમ જ્ઞાનધારા, સમ્યગ્દર્શન, સમ્યકૂજ્ઞાનની કળા જાગી એ કેવળજ્ઞાનને પણ જાણે. આ અવયવ છે અને પૂર્ણ સર્વજ્ઞ કેવા હોય અને પણ જાણે. સમજાણું કાંઈ ? છે ?
‘સ્વરૂપને તે જાણે છે.” પૂર્ણ સ્વરૂપને તે જાણે છે. કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે,” જોયું ? આ...હા..હા..! એ જ્ઞાનાનંદ પ્રભુ છું એમ જ્યાં અનુભવ થયો એ હવે જ્ઞાન તરફમાં એકાગ્રતા, સ્વરૂપ તરફમાં એકાગ્રતાનું જ વલણ છે. હવે રાગની એકાગ્રતાનું વલણ છૂટી ગયું છે. આહા..હા..! અરે...! આવી વાતું છે. તેમ જ તે તરફ પ્રગતિ કરે છે....” જોયું ? સંપૂર્ણ સ્વરૂપને જાણે છે, સમ્યકજ્ઞાન થતાં મતિ-શ્રુતની જ્ઞાનકળા જ્યાં અંદરમાંથી જાગી, પુણ્ય-પાપ ધર્મ નથી, એમ જ્યાં જ્ઞાન