________________
શ્લોક-૧૧૨
૨૨૩ બે પ્રકાર નાચતાં હતાં એ “જ્ઞાનને ભૂલાવી દેતું હતું.” ચૈતન્યસ્વરૂપ પુણ્ય-પાપમાં રોકાય અને એનાથી ભિન્ન ભગવાન ચૈતન્ય સ્વભાવ, પુણ્યને પોતાનો માની અને આત્મસ્વભાવને ભૂલાવી દેતું હતું). સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, ભાઈ !
અનંત કાળ થયા એણે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, સત્ શાશ્વત ચિદાનંદ જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે એને ભૂલીને પૂણ્ય-પાપના પરિણામમાં બે ભેદ પાડી, પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે, પુણ્ય ધર્મ છે અને પુણ્ય ધર્મનું કારણ છે એમ માની અને આત્માનો આનંદ સ્વભાવ સચ્ચિદાનંદ પ્રભુ ! એને એ ભૂલાવી દેતું હતું). આહાહા..! છે ?
‘તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી...” આ..હા..હા.! પ્રભુ ચૈતન્ય જાગ્યો. હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું. મારા સ્વરૂપમાં એ પુણ્ય અને પાપના ભાવ મારામાં નથી, એમાં હું નથી, અને એ મને મારા ધર્મનું કારણ નથી. આ..હા..! ઝીણી વાત છે, ભાઈ ! અનંતકાળથી રખડે છે. સત્ય વસ્તુ એને મળતી નથી, સાંભળવા મળતી નથી. જ્યાં હોય ત્યાં વ્રત કરો ને અપવાસ કરી ને તપસ્યા કરી ને ભક્તિ કરી ને પૂજા કરો ને મંદિર બનાવો (ચાલે છે). એ તો બધો પરની ક્રિયાનો કર્તાભાવ તો મિથ્યાત્વ છે પણ એમાં થતો શુભભાવ એ પણ ધર્મ નથી. એ ધર્મ માનીને આત્માને ભૂલાવી દેતું. આ..હા..! એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ શુભ છે એના પ્રેમમાં પ્રભુનો પ્રેમ, આત્મા ચિદાનંદનો પ્રેમ ભૂલાવી દેતો. આહા..હા! અરે..રે....! અનંતકાળથી રખડે છે એનું મૂળ શું છે એની એને ખબર નથી. એ કહ્યું.
તેને પોતાની શક્તિથી...” હું તો જ્ઞાનસ્વભાવ છું, સચ્ચિદાનંદ પ્રભુ છું. આ..હા...! મારામાં એ પુણ્ય-પાપની ગંધ નથી. એ પુણ્ય-પાપ ધર્મના કારણ તો નથી પણ એ બંધના કારણ છે. સંસારની વૃદ્ધિનું, બંધનું કારણ છે. આહા..હા...! ભગવાનની ભક્તિનો ભાવ પણ રાગ છે. કારણ કે ઈ પરદ્રવ્ય છે, પર તરફનું વલણ થાય છે ત્યાં રાગ થયા વિના રહે જ નહિ. સ્વદ્રવ્ય ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, એનું જ્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન આત્માનું થાય છે ત્યારે તે જ્ઞાનશક્તિના જોરથી રાગને ઉખેડી નાખી. આહા..હા...! એ રાગ હું નહિ, એ રાગ બંધનું કારણ છે.
મારું સ્વરૂપ તો સર્વજ્ઞ વીતરાગમૂર્તિ પ્રભુ છે. આહા..હા..! સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ છે. આ અંદર ભગવાન આત્મા છે. આહા..! અને પૂર્ણ અતીન્દ્રિય આનંદનો ઈ કંદ છે. એવું
જ્યાં અંતરમાં ભાન થાય છે ત્યારે એને ધર્મની શરૂઆત થાય છે. આહા...હા...! એ ધર્મની શરૂઆતમાં એ જ્ઞાનની શક્તિથી ઉખેડી નાખી. પુણ્ય અને પાપ બેય બંધન છે, મારું સ્વરૂપ નથી. એમ તેને ઉખેડી નાખે છે. આહા...હા....! ગધેડા જેમ ઘાસ ખાતા એને મૂળસહિત ઉખેડી નાખે છે એમ ધર્માજીવ ધર્મ જ્યાં અંદર આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, શુદ્ધ ચિદાનંદ આનંદનો નાથ પ્રભુ છે, એનું જ્યાં ભાન થાય છે ત્યાં એ પુણ્ય-પાપને મૂળમાંથી ઉખેડી નાખે છે કે, પુણ્ય અને પાપ બેય અધર્મ છે. આહા...હા...! આવી વાતું ! શું થાય ? બાપુ !