________________
૨૨૨
સમયસાર સિદ્ધિ-૬
પ્રવચન નં. ૨૪૩, શ્લોક-૧૧૨, ૧૧૩ રવિવાર, જેઠ સુદ ૮, તા. ૦૩-૦૬-૧૯૭૯
સમયસાર” ૧૧૨ કળશનો ભાવાર્થ છે ને ? ૧૧૨ કળશ છે, એનો ભાવાર્થ. નીચે ભાવાર્થ છે. ૧૧૨ કળશનો ભાવાર્થ. શ્લોકાર્ય થઈ ગયો છે. ઝીણી વાત છે, પ્રભુ ! શું કહે છે ? કે, આ આત્મા જે છે એ તો જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય ઈશ્વરતા – પ્રભુતાનો પિંડ પ્રભુ છે. એવી જે આ જ્ઞાનજ્યોતિ પ્રભુ, એને પ્રતિબંધ કર્મ છે. છે ભાવાર્થમાં ? શું કહે છે ? કે આ ચૈતન્યસ્વરૂપ જે ચૈતન્ય જેને આત્મા કહીએ, એ તો શુદ્ધ આનંદકંદ અને ચૈતન્યસ્વરૂપ છે. એમાં જે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ એ ભાવ થાય એ બધા વિકારી છે. એ આત્માનું સ્વરૂપ નહિ. એ આત્માને ધર્મનું કારણ નહિ. આહા..હા...!
વ્રત, તપ, ભક્તિ , પૂજા, દયા ને દાન વગેરે ભાવ કર્મ છે, શુભરાગ છે. આહાહા....! એ રાગ કર્મ છે કે જે શુભ અને અશુભ – એવા ભેદરૂપ થઈને નાચતું હતું...” શુભભાવ ઠીક છે અને અશુભભાવ અઠીક છે એમ જે મિથ્યાત્વમાં નાચતું હતું... આહા...હા...! અનાદિકાળથી ભગવાન ચૈતન્યજ્યોતમાં એની જાતથી વિરુદ્ધ જે પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવ (થાય છે) એ વિરુદ્ધ છે. એ વિરુદ્ધ હોવા છતાં ભેદરૂપે નાચતું હતું. એટલે ? કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઠીક છે અને હિંસા, જૂઠું અઠીક છે, એ મિથ્યાત્વ છે. એ ભેદરૂપે નાચતું હતું એ અજ્ઞાન છે. આહાહા..! બેય બંધના કારણ છે, ધર્મનું કારણ એકેય નથી. ઝીણી વાત છે, ભાઈ ! ચાહે તો દયા, દાનનો ભાવ હો કે વ્રત, તપનો ભાવ – વિકલ્પ હો કે પૂજા, ભક્તિનો હો એ ભાવ શુભરાગ છે) અને રાગ એ આત્માની ચૈતન્યજ્યોતિથી વિરુદ્ધ છે.
અનાદિથી પુણ્ય પરિણામ શુભભાવ તે ઠીક છે એમ અજ્ઞાની મિથ્યાષ્ટિ માનતા હતા તેથી તે પુણ્ય અને પાપ બે રૂપે પરિણમતું અને નાચતું હતું. આહાહા..! છે ? અને જ્ઞાનને ભૂલાવી દેતું હતું...” એ શુભભાવ કે અશુભભાવ મને મારા ઠીક છે અને મારું કલ્યાણ કરશે એમ માનીને આત્મ સ્વભાવને તે ભાવે ભૂલાવી દીધો હતો. આહા...! ઝીણી વાત, બાપુ ! ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્ ચિત્ અને આનંદનો કંદ પ્રભુ છે. એમાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધના ભાવ એ વિકાર છે, એ ધર્મ નથી તેમ તે ધર્મનું કારણ નથી. ઝીણી વાત છે, પ્રભુ ! આ...હા...!
અનાદિથી દયા, દાન, વ્રત, ભક્તિ, તપાદિ, અપવાસ કરું, બે-પાંચ મહિનાના કરું એ તો બધો વિકલ્પ અને રાગ છે. આ દયા, દાનના, વ્રતના પરિણામ એ પણ એક શુભરાગ છે. અજ્ઞાનમાં એ શુભરાગ ઠીક છે અને અશુભરાગ ઠીક નથી એમ મિથ્યાત્વ ભાવમાં