________________
૨૨૦
સમયસાર સિદ્ધિ-૬. નહિ થાય, વાર લાગશે એમ નહિ કહે છે. આહાહા..! ભલે આ ભવમાં ન થાય પણ અમે ક્રીડા શરૂ કરી છે કેવળજ્ઞાનની સાથે. વચમાં એકાદ ભવ (થશે કેમકે) પંચમ આરામાં જન્મી ગયા છીએ. આ..હા..! વચમાં એકાદ સ્વર્ગનો ભવ ધર્મશાળા તરીકે આવશે. ધર્મશાળામાં ઉતારા કર્યા પણ ત્યાં તો આગળ નહિ ચાલે. ત્યાંથી નીકળીને અમે પૂરું કરી દેશે. કેવળજ્ઞાનની સાથે ક્રીડા શરૂ કરી દીધી છે. આહા..! અમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયે છૂટકો છે એમ કહે છે. અહીં મૂળમાં મિથ્યાત્વ) નાશ કર્યું છે, અહીં મૂળ પૂરું કરવાનું છે. આહા..હા..!
મુમુક્ષુ :- જોડણી ક્ષાયિક.
ઉત્તર :– એ ક્ષાયિક-બાયિક, એ જોડણી.. ત્યાં પહોંચી જવાના છીએ. આહા..હા....! પ્રભુ ! એવી તારી મોટપ છે, નાથ ! પ્રભુ ! તું એમ માન કે આ સ્ત્રીનું શરીર ને બાળક ને યુવાન ને વૃદ્ધ ને વાણિયો ને એ તું નહિ. અરે..! દયા, દાનના પરિણામ (થાય) એ તું નહિ. આ..હા...! તું તો પરમાત્મા જિનસ્વરૂપી પ્રભુ છો ને ! આ.હા..હા...! આહા..હા...! એની દૃષ્ટિ થતાં જે જ્ઞાનનો વિકાસ થયો એ વિકાસની શ્રેણી વધતી જતા જતા કેવળજ્ઞાનની સાથે ક્રીડા કરી કેવળજ્ઞાન લેવાના છીએ. આહા...હા...! કહો, આ એક કળશમાં કેટલું ભર્યું છે ! પાર નથી, બાપુ ! એમાં એટલું ભર્યું છે, પાર નથી ! એમના એ વખતના હૃદયમાં.... આહા..હા..! આવો ભાવ મુનિની દશામાં હતો. પંચમ આરાના મુનિ હજાર વર્ષ પહેલાં (થયા) અને અહીં કહે કે, પંચમ આરામાં (શુભ ભાવ જ હોય). અરે...! પ્રભુ ! સાંભળને પ્રભુ ! આવું શું કરે છે ? બાપા ! આ...હા..! અરે...! પ્રભુ ! તું આચાર્ય સાધુ નામ ધરાવીને આવું શું કહે છે ? ભાઈ ! તને શોભે નહિ, બાપા ! આ..હા..! આ..હાહા..!
કેવળજ્ઞાનની સાથે ‘આરહ્ય' લીલા શરૂ કરી દીધી, ‘ક્રીડા શરૂ કરી. કેવળજ્ઞાન સાથે રમતું માંડી. આહાહા...! નાના છોકરા નાના સાથે રમતા હોય અને મોટા ઘરમાં જાય (તો) એમ કહે કે, અમે તો હવે મોટા સાથે રમીશું. રાગથી તો નહિ, પણ આ સાધક અવસ્થા એટલામાં નહિ રહીએ. આહા..હા..!
ગારધ્ધતિ શરૂ કરી દીધી છે. આહાહા...! પરમાત્મ કેવળજ્ઞાન લેવાની અમે શરૂ કરી દીધી છે. આહાહા...! પંચમ આરાના સંત તમે શું કહો છો ? બાપુ ! આરો-ફારો આત્મામાં ક્યાં છે ? આરાથી અંદરમાં ઉતરી ગયા છીએ. પગથીયાના આરા હોય ને ?
આ...હાહા...! “અમૃતચંદ્રાચાર્યદેવની ટીકા વખતની દશા કેટલી જોરદાર છે !! આ..હા...! નગ્ન મુનિ છે. વ્રતાદિના વિકલ્પ છે પણ એને તો મૂળમાંથી નાશ કરવા ઊભા થયા છે. એને રાખવા ઊભા થયા નથી, એને પાળવા, રાખવા ઊભા થયા નથી. વ્યવહારનયમાં એમ આવે કે એને પાળે. એટલે હોય છે તે જણાવ્યું છે, એમ. આહાહા...!
‘એવી તે જ્ઞાનજ્યોતિ છે. “પરમવનયા સાર્થમ્ સરસ્થતિ “હેતા-ઉન્મિત્ર’ એવી જ્ઞાનજ્યોતિ છે. આહા.હા...! “જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ છવસ્થ છે ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ