________________
૨૧૮
સમયસાર સિદ્ધિ-૬
પાપ એ ગણતરીમાં ગણાવા લાયક નથી, એના ફળ પણ ગણાવા લાયક નથી. આહા..હા...! એ સાતમી નરક, બાપા ! આહા..હા...! તેંત્રીસ સાગર સુધી પાણીનું બિંદુ નહિ. અહીં સવારના છ કલાક થાય ને તૃષા લાગી હોય ને પાણી ન મળે (તો) પાણી લાઓ, પાણી લાઓ, પાણી લાઓ (થઈ જાય). એમાં આવી ગરમી હોય. આ ફેરી ગરમી ઘણી પડી ગઈ. લૂ... લૂ ! આ..હા..હા....! આ લૂ થી તો અનંતગુણી ઉષ્ણતા પહેલી નરકમાં છે. પહેલી નરકમાં શીત નથી, ઉષ્ણ છે, નીચે શીત છે. આહા..હા...!
એવી પીડામાં પણ ગુલાંટ ખાય જાય છે, પડખું ફેરવી નાખે છે. આહા..હા..! મારો પ્રભુ ચૈતન્ય આનંદનો નાથ ! આ..હા...! એ બાજુ પડખું, દૃષ્ટિ હતી એ પડખું ફેરવી નાખે, આમ ફેરવી નાખે. આ..હા...! અને શક્તિને વધારતો જ જાય છે. આ..હા...! નિર્મળ શક્તિની વ્યક્તતાને વધારતો જાય છે. આહા..હા...! અને અજ્ઞાનના અંધકારને મૂળમાંથી છેદી નાખ્યું છે. આહા..હા...!
આ..હા..હા...! ‘શ્રીમદ્’ કહે છે ને ! દિગંબરના વચનોની તીવ્રતાને લઈને કંઈક રહસ્ય સમજી શકાય છે. એની ભાષા તો જુઓ ! ઓ...હો...! આ..હા..હા..! પ્રભુ ! એવો છે. આહા..હા...! પ્રભુ ! તું અમૃતનો સાગર છો ! પ્રભુ ! તને બેસતું નથી અને જ્યાં ત્યાં સુખ છે, સુખ છે એવી બુદ્ધિ એ અજ્ઞાન, મહા મિથ્યાત્વ છે. આહા..હા...!
અરે...! જરી ઠંડી હવા આવે ત્યાં તને ઠીક લાગે, પ્રભુ ! આ..હા...! અને જ્યાં ગ૨મી આવે ત્યાં (બોલવા માંડે) પંખો કો, પંખો કરો ! શું છે પણ પ્રભુ ? આ..હા..હા...! એવી જરીક ગ૨મી ને જરીક ઠંડીમાં તને રાડ નખાય જાય છે, બાપા !! ત્યાં નકમાં અનંતી ઠંડી અને અનંતી ગરમી, પ્રભુ ! તેં અનંત સાગરોપમ વેઠી છે. એક ભવમાં તેંત્રીસ સાગર એવા અનંત તેંત્રીસ સાગર કર્યા, પ્રભુ ! આ..હા...! પણ ભગવાન તારો તારા સમીપમાં, પર્યાયની સમીપમાં જ પડ્યો હતો. એને તેં દૂર કરીને રાખ્યો અને પુણ્ય પરિણામ દૂર છે તેને મારા કરીને રાખ્યા. મારા કરીને રાખ્યા. મારનાર ! આહા..હા...!
ભગવાન ધ્રુવ ચૈતન્ય શાયકભાવ ભર્યો છે ને પ્રભુ ! એના જોરથી જેણે તમ ને અજ્ઞાનનો નાશ કર્યો, પણ અહીં પોતાની શક્તિને હવે વધારતો જ જાય છે. આહા..હા...! સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આહા..હા...! ભાષા જરી સાદી છે પણ ભાવ જરી બહુ ઊંડા છે, બાપુ ! આ..હા..હા...! દુનિયા માને, ન માને, એની સંખ્યા હોય થોડી કે ન હોય એની સાથે કંઈ સંબંધ નથી. આ..હા...! સત્ તો આવું છે. આહા..હા....!
હવે (કહે છે), એ શુદ્ધ કલા ‘ઊઘડતી વિકસતી જાય છે અને. (પરમના સાર્થમ્ આધ્ધતિ) એણે તો પ૨મ કળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે...’ આ..હા..હા...! શું કહે છે ? (જે) પુણ્ય ને પાપમાં ભેદ માનતો હતો એ મિથ્યાત્વ હતું એનો તો કોળિયો કરી ગયો, નાશ કર્યો. આ બાજુ ચૈતન્યનો પ્રકાશ પ્રગટ થયો. એ ચૈતન્યના
—