________________
શ્લોક-૧૧૨
૨૧૭
લીલામાત્રથી શુદ્ધ પરિણતિ વધારી દીધી છે. આહા..હા...! આવો શ્લોક છે. આ..હા...! (હેતાઉન્મિતત્) આહા..હા...! લીલામાત્રથી સ્વભાવિક પુરુષાર્થથી. આત્માની શાંતિમાં રમતા રમતા ઊઘડતી વિકસતી જાય છે... પોતાની શક્તિ. આ..હા...! ઓ..હો..હો...! દેહ દુ:ખમય, મહાદુ:ખમય છે.
મુમુક્ષુ :
ઉત્તર ઃ- એ બધી વાતું. એ શ્વેતાંબરમાં છે. ઈ તો અહીં આપણે આવે કે, ભઈ ! દુ:ખ વખતે જો પૂર્વે ચેતીશ નહિ તો પાછું સુખ વખતે તને ભ્રષ્ટ થવું પડશે. માટે પુરુષાર્થથી સ્વભાવ ઉપ૨ જા. અનુકૂળ વખતે તને ધર્મ છે, ધર્મ છે એમ તને થશે પણ જો સહન કરવાની શક્તિ, જ્ઞાતા-દૃષ્ટાના સ્વભાવને વિકસીત નહિ કર્યો હોય... આહા..હા...! તો નાશ થઈ જશે. આહા..હા...! વિકારના પ્રતિકૂળતાના દુઃખ વખતે તારું સ્વરૂપ નહિ રહી શકે. અનુકૂળ શાતાની વેદનામાં, અનુકૂળતામાં અમે ધર્મ કર્યો છે, આમ છે, એમ માન્યું હોય પણ જ્યારે પ્રતિકૂળતા આવે એ વખતે ભ્રષ્ટ થઈ જઈશ. આ...હા...! આહાર આવે નહિ, મોઢામાં પાણી મૂકે તો ઊલટી થઈ જાય, પેટ સંગ્રહે નહિ, શરીરમાં બીજો રોગ ન હોય એને કરવું શું ? કયાં જાવું ? દવા કોઈ લાગુ પડે નહિ. આહા..હા..! એવા પ્રતિકૂળ પ્રસંગ) વખતે, અનુકૂળતાના વખતમાં જ શાંતિના સાગરને જગાડી દેજે. આહા..હા...! પ્રતિકૂળ પ્રસંગ) ભલે પછી આવે પણ અનુકૂળતાના ટાઈમમાં, અનુકૂળ એટલે વસ્તુ તો છે ઈ છે, શેય અનુકૂળપ્રતિકૂળ તો આવે. શરીર ઠીક હોય. જરા જરે પિલ્લઈ આવે છે ને ! એ તો એના બળની – પુરુષાર્થની ઉગ્રતા કરવા માટે. ઇન્દ્રિયો હાનિ ન પામે, શરીરમાં જીર્ણતા ન આવે અને શરીરમાં રોગ ન ફાટે તે પહેલા કરી લેજે. એ તો પુરુષાર્થની નબળાઈવાળાને પુરુષાર્થની ઉગ્રતા કરાવે છે. આહા..હા...! બાકી સાતમી નરકનો ના૨કી... બાપુ ! એનું દુઃખ સાંભળ્યું જાય નહિ. એ મિથ્યાત્વનો નાશ કરીને સકિત પામે છે. આહા..હા...!
એ સાતમી નરકના અસંખ્ય નારકીઓ... આ..હા..હા...! મિથ્યાત્વનો અંધકાર લઈને ગયેલા, પણ ત્યાં પૂર્વે સાંભળેલું, પ્રભુ ! તું ચૈતન્ય શુદ્ધ આનંદ છો ને ! આ..હા...! એનું જ્યાં સ્મરણ આવ્યું (ત્યાં મિથ્યાત્વના અંધકારનો નાશ થઈ ગયો). આ..હા..હા...! સાતમી નરકની પીડા, બાપુ ! ઓ...હો...! સંયોગની અપેક્ષાએ વાત છે. આમ તો નિગોદનું દુઃખ ઘણું હિણું થઈ ગયું છે ને ! નિગોદમાં તો હિણી દશા થઈ છે તો નરક કરતાંય દુઃખ વધારે છે. કારણ કે દશા જ હિણી થઈ ગઈ. અને અહીં પણ હિણી દશા ને વિપરીત ભાવ એ દુ:ખનું કારણ છે. આહા..હા...! અને આવા સંયોગ ! સાતમી નરક ! ઠંડીની એક લહેરની કટકી આખી અહીં આવે તો દસ-દસ હજા૨ વિઘામાં માણસ મરી જાય. અરે...! એવી ઠંડીમાં નાથ ! તેં તેંત્રીસ સાગર કાઢ્યા, પ્રભુ ! એક વાર નહિ એવા અનંત વા૨ ! આ..હા..હા...! ભાઈ ! તને કોના માન જોઈએ છે ? આ..હા...! તારે કોની પાસે ગણાવવું છે ? પ્રભુ ! આ..હા...! જે ગણતરીમાં ગણાવા લાયક છે એને જોને ! આ..હા..! પુણ્ય