________________
શ્લોક–૧૧૨
૨૧૯
પ્રકાશની પ્રગટ દશા કેવળજ્ઞાનની સાથે ક્રીડા કરે છે, ક્રિડા ! આહા..હા...! આવ કેવળજ્ઞાન, આવ થોડા કાળમાં ! આવે છે ને ધવલમાં ? આ...હા...! મતિ-શ્રુત જ્ઞાન નિર્મળ થઈને
જ્યાં આવ્યું, થયું તો એ) કેવળજ્ઞાનને બોલાવે છે. આ કેવળજ્ઞાન સાથે ક્રિડા કરે છે.આત્માના સ્વભાવના અનુભવનું મતિ-શ્રુત જ્ઞાન છે. આ..હા...! એ વિકસતી જાતી જે શક્તિ છે અને) (પરમનયા સાર્થમ્) પરમ કળા જે કેવળજ્ઞાન. પરમ કળા એટલે કેવળજ્ઞાન. આ સમ્યગ્દર્શન, જ્ઞાનમાં હજી અલ્પ કળા છે. આહા..હા..! (પરમવનયા સાર્થમ્) પરમ કેવળજ્ઞાનની ક્રીડા શરૂ કરી છે દીધી છે. કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે.” આ..હા...! આ.હા...હા....!
અહીં તો એ સમ્યગ્દર્શન ને જ્ઞાન થયું એ પર્યાય વધતી જાય છે. વધતા વધતા કહે છે કે, એ કેવળજ્ઞાન સાથે ક્રિીડા કરે છે. કેવળજ્ઞાન અલ્પ કાળમાં પ્રગટ થાય એ રીતે એનો પુરુષાર્થ છે. આહા..હા...! અજ્ઞાનનો નાશ થયો એ તો (હવે, નહિ થાય પણ આટલી અલ્પ દશામાં અમે નહિ રહી શકીએ, નહિ રહીએ. આહા..હા...! પૂર્ણાનંદનો નાથ હાથ આવ્યો... આ..હા..! ગજબ વાતું છે !
પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા ! અતીન્દ્રિય અનંત અનંત અતીન્દ્રિય ગુણનો દરિયો ! એ પુણ્ય ને પાપના ભેદ પાડતો નહતો) એ અજ્ઞાનનો નાશ કરી.. આહાહા...! પોતાની શક્તિની વ્યક્તતા પ્રગટ કરી એ વ્યક્તતા કેવળજ્ઞાનની વ્યક્તતા સાથે ક્રીડા કરે છે. આહા...હા...! આ.હા..હા...! આવું સાંભળવા મળવું મુશ્કેલ પડે એવું છે. કઠણ પડે કે, આ એકાંત છે. લાખ તારા દયા, દાન ને વ્રત, ભક્તિ ને પૂજા કર, જાત્રા કર. મરી જા તો એમાં ધર્મ નથી, લે ! અમે “સમેદશીખરની દસ ને વીસ ને પચીસ જાત્રા કરી ! લાખ કરને ! અનંત કાળમાં અનંત વાર ત્યાં રહ્યો છે, જઈ આવ્યો છે. “સમેદશીખર ! ઈ તો બધી રાગની ક્રિયા (છે), ન્યાં ક્યાં એમાં ધર્મ હતો. આહા..હા...!
જેણે આવી ચૈતન્યસ્વરૂપને જાગતી જ્યોતને જગાડી અને એ દયા, દાનના, વ્રતના પરિણામ ઠીક છે ને મને મદદ કરે છે એવા) અજ્ઞાનને તોડી નાખ્યું. કહે છે. તોડી નાખ્યું એટલે તે હવે રહ્યું નથી. ઉઘડેલું જ્ઞાન કેવળજ્ઞાન સાથે ક્રીડા કરે છે. આહાહા...! સમ્યકજ્ઞાન અને સમ્યગ્દર્શન થયું.... આ..હા...હા..! એ કેવળજ્ઞાન અને કેવળ પૂર્ણ આનંદ. આ..હા...હા....! એની સાથે ક્રીડા (કરે છે). ‘ગારધ' છે ને? “ગારબ્ધ (અર્થાત) “શરૂ કરી છે.” “સાર્થમ્ કારસ્થતિ એ “ક્રીડા શરૂ કરી છે” એની સાથે હવે શરૂ કરી નાખી. આહા..હા...! અરે...! આવી વાત ક્યાં છે ?
મુમુક્ષુ :- ક્રીડા કરે છે એટલે શું ?
ઉત્તર :- એકાગ્રતા વધતી જાય છે. શુદ્ધતાની એકાગ્રતા વધી ને કેવળજ્ઞાન લેવાના છે એમ કહે છે. આ મુનિરાજ એમ કહે છે. અમે પાંચમા આરાના સાધુ માટે અમને કેવળજ્ઞાન