________________
શ્લોક-૧૧૨
૨૨૧ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છેએટલે કે કેવળજ્ઞાન નથી પણ શુદ્ધનયના જોરથી ભગવાન આત્મા પૂર્ણ કેવળજ્ઞાન ઘન છે, એનું જ્યાં જોર આવ્યું છે એટલે પર્યાયમાં કેવળજ્ઞાન સાથે, વર્તમાન પ્રગટ નથી છતાં એની સાથે ક્રીડા કરે છે. આહા..હા....! આ પુણ્ય-પાપના અધિકારની પૂર્ણતામાં આ વાત ! આત્માની પૂર્ણતાની પ્રાપ્તિ ! આહાહા...! આવો એક શ્લોક તો જુઓ ! (સંપ્રદાયના) બત્રીસ ને પીસ્તાલીસ (આગમ) વાંચે તો મળે એવું નથી. આહાહા..! આ સંતો તો કેવળજ્ઞાનીની કેડાયતો છે, પ્રભુ ! આ.હા..હા...! દિગંબર સંતો તો કેવળજ્ઞાનીના દીકરા છે ! આહા..હા...! કેવળજ્ઞાન એના પિતા છે. એ કેવળજ્ઞાન લેવાના છે. એક-બે ભવે કેવળી થવાના છે, આ ‘અમૃતચંદ્રાચાર્યદેવ', “કુંદકુંદાચાર્યદેવ', ‘પદ્મપ્રભમલધારીદેવ' ! આ...હાહા...! (અહીંની) સ્થિતિ પૂરી થઈ ગઈ. ચાલતા ચાલતા પચીસ ગાઉ જાવું હતું, ચૌદ-પંદર-સોળ ગાઉ ચાલ્યા, અંધારું થઈ ગયું તો ધર્મશાળામાં રોકાવું પડ્યું. સવાર પડે ત્યાંથી ચાલતા થશું. એમ આ સ્વર્ગમાં ધર્મશાળા તરીકે રોકાય ગયા છીએ પણ અમે નીકળ્યા ભેગા ત્યાંથી કેવળજ્ઞાન લેવાના છીએ. આહા..હા...! કારણ કે કોઈ એ ચીજ બહારથી આવતી નથી. અમારી પાસે જ છે. આ..હા...! અને તેનો સ્વીકાર કરીને વિકાસ તો થયો છે, સ્વીકાર કરીને વિકાસ તો થયો છે. એ વિકાસ પૂર્ણ વિકાસની સાથે રમતું કરે છે.
મુનિરાજ એમ કહે છે કે, અમે પંચમા આરામાં સ્વર્ગમાં જશું પણ અમે કેવળજ્ઞાનની સાથે ક્રીડા માંડી છે. એમ થઈને ત્યાં જાશું. આહાહા.! સ્વર્ગમાં પણ અમારું સાધકપણું... આ.હા..હા...! છૂટવાનું નથી.
(સમ્યગ્દષ્ટિ છબસ્થ છે.)' છદ્મસ્થ એટલે હજી આવરણમાં છે). “(ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે)” પ્રત્યક્ષ કેવળજ્ઞાન અત્યારે છે નહિ. પ્રતીતમાં આવ્યું છે કે, કેવળજ્ઞાન આવું હોય અને કેવળજ્ઞાન થાય અને સાધક, આ સાધનથી થાય એ બધું ખ્યાલમાં, દૃષ્ટિમાં આવ્યું છે. હવે એ શ્રેણીને વધારતા જાય છે. નિર્મળ ધારાને શુદ્ધના આશ્રયે પુણ્ય-પાપના ભાવનો નાશ કરીને, પવિત્રતાનો પિંડ પ્રભુ ! પવિત્રતાનો પિંડ પરમાત્મા ! એની પવિત્રતાની પ્રતીતિ અને જ્ઞાનનો અનુભવમાં વિકાસ થયો. પણ એ પવિત્રતાનો પ્રભુ પૂર્ણ છે ઈ પવિત્રતા પર્યાયમાં આવે એવી અમે રમતું માંડી છે હવે. આ..હા.હા..!
(કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે).' લ્યો, ઠીક ! શુદ્ધનય ક્રીડા કરે છે કેવળજ્ઞાન થતા સાક્ષાત્ પ્રગટ થાય છે. મોક્ષ થઈ ગયો. જે સ્વભાવ અને શક્તિએ મોક્ષસ્વરૂપ હતો, એ પર્યાયમાં મુક્તરૂપ દશા થઈ. વિશેષ કહેવાશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)