________________
શ્લોક–૧૧૨
૨૧૫
કીધો છે ને ! પ્રવચનસાર' ! બપોરે (આવી ગયું). સ્વયંભૂ – પોતે. પોતે પોતાથી ઉત્પન્ન થયો છે. વીતરાગી દશા ક્ષાયિક સમકિત આદિ કે આ ક્ષયોપશમિક ક્ષાયિક જોડણી, એ પોતાથી ઉત્પન્ન થયેલું છે. એને કોઈ બીજાની સહાય કે મદદ છે નહિ. આહા..! કેવળીની સમીપે, શ્રુતકેવળીની સમીપે ક્ષાયિક સમકિત થાય. માટે તેની મદદ છે, માટે ક્ષાયિક થયું એમ નથી. આહા..હા.! નિમિત્તપણે સામે હો. પણ થયું છે પોતાના આત્મબળે. આહા..હા...! આખો ચૈતન્યમૂર્તિ ભગવાન, એને હલાવી નાખ્યો ! જાગૃત કર્યો !
અજ્ઞાનરૂપી અંધકારને (જ્ઞાન) પ્રકાશ કોળિયો કરી ગયો. એ ચૈતન્યના પ્રકાશનો પ્રકાશ પુણ્ય અને પાપમાં ભેદ પાડતો એવો જે અજ્ઞાન અંધકાર, એ પ્રકાશ વડે કરીને અંધકાર નાશ થયો. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર હોય નહિ, અંધકાર હોય ત્યાં પ્રકાશ હોય નહિ. આહાહા....! જ્યાં સૂરજમાં પ્રકાશ (છે) ત્યાં અંધારા કેવા ? એમ ભગવાન આત્મા ચૈતન્યજ્યોતનો જ્યાં આદર થઈને જ્યાં સ્વભાવની જાગૃતિ થઈ... આ..હા..હા....! તેમાં રાગ, દયા, દાન, વ્રત ઠીક છે એવું જે અજ્ઞાન હતું, અંધકાર હતો એ તો, એ તો અંધકાર હતો. ચૈતન્યના પ્રકાશથી એ અંધકાર નાશ થઈ ગયો. આહા...હા..! આ ક્રિયા એની છે, ‘ચીમનભાઈ ! આહા..હા..! આવું છે.
પેલામાં આવ્યું નહિ ? સ્તવનમાં આવ્યું નહિ ? “પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા“પ્રભુ મેરે તુમ સર્વ વાતે પૂરા કોઈપણ પ્રકારે ભગવાન તો પૂરો અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, એના અનંતા ગુણો તે અનંત સ્વરૂપ છે. આહા..હા...! “પરની આશ કહાં કરે પ્રીતમ' રાગ ને પુણ્ય ને પરની આશા (ક્યાં કરે છે) ? ભગવાન મને આપી દે, દેવ-ગુરુ મને આપી દે, એ પરની આશા પ્રભુ (કેમ કરે છે ?) પરની આશ કહાં કરે પ્રીતમ, કઈ વાતે તુમ અધૂરા’ ‘કઈ વાતે પ્રભુ તુમ અધૂરા, પ્રભુ મેરે તુમ સબ બાતે પૂરા” આ.હા..હા..! આવું છે.
(અહીંયાં કહે છે), “અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ.” આ.હા...! (વનિતામ:) અજ્ઞાનને તો કોળિયો કરી ગઈ. એટલે મોટું મોટું અને કોળિયો નાનો. એમ પ્રકાશનું જોર, ચૈતન્યની શ્રદ્ધાનું જોર, એ પ્રકાશ. એમાં અજ્ઞાન અંધકાર (એટલે) રાગ ઠીક છે, પુણ્ય ધર્મ છે, એ અંધકારનો નાશ કરી નાખ્યો. આહા...હા...! એવી રીતે નાશ કર્યો કે, ફરીને ઉત્પન્ન ન થાય. આહા...હા...! પંચમ આરાના પ્રાણી સંતો તમે છદ્મસ્થ, કેવળીના વિરહમાં શું કહો છો પ્રભુ આ તમે ? આહાહા! એ કેવળીના વિરહ પડ્યા પણ અમારા નાથના વિરહ અમે તોડી નાખ્યા, કહે છે. આહાહા..! અમે જે રાગની રમતુંમાં હતા તે છોડીને આત્માની રમતુંમાં આવી ગયા). નિજપદમાં રમે સો રામ કહીએ આત્મામાં રમતા, આત્માના જોરે કહીએ છીએ કે, અજ્ઞાન અંધકારનો મૂળમાંથી ઉખેડીને નાશ કરી નાખ્યો છે. આહા..હા...! અસંખ્ય પ્રદેશે પુરુષાર્થના અંકુરો ફૂટ્યા ! આત્મસ્વભાવના પુરુષાર્થના અંકુર ફૂટ્યા !