________________
શ્લોક-૧૧૨
૨૧૩ (શ્રોતા: ‘અમદાવાદ'). ‘અમદાવાદ“અમદાવાદ હોં ! ત્યાં ઈ રાત્રે દરરોજ આવે, દિવસે વ્યાખ્યાનમાં આવે. એના વખતમાં તો ઈ એક જ હતા, બસ ! “રામજીભાઈ એટલે “રામજીભાઈ બસ !
મુમુક્ષુ – વકીલ એક જ હોય ને ! ઉત્તર :- એક જ હોય, પણ પાપ. આહા...હા...!
અહીંયાં તો પ્રભુ એકલો આત્મા, જેને પુણ્ય, શુભાશુભ ભાવની જેને ગંધ નથી. જે પ્રભુ શુભાશુભ ભાવરૂપે પ્રભુ કદી થયો નથી. આહા..હા...! ગમે તેટલા શુભ-અશુભ ભાવ કર્યા હોય, થયા હોય પણ વસ્તુ પ્રભુ છે ઈ ચૈતન્યરસ અતીન્દ્રિય અમૃતનો સાગર પ્રભુ ! સ્વયંભૂરમણ સમુદ્ર (છે) એમ સ્વયંભૂ પ્રભુઆત્મા ! એ શુભ અને અશુભ ભાવે કદી થયો નથી. પર્યાયમાં (મિથ્યાત્વ) હતું તેને મૂળથી ઉખેડી નાખ્યું. આહાહા...! કહો, “સુરેન્દ્રભાઈ આવી વાતું છે. લોકોને એવું થાય કે, આ એકાંત. એકાંત. એકાંત (છે). વ્યવહારનો તો લોપ કરે છે. લોપેય નહિ, અહીં તો વ્યવહારને ઉન્મેલ (મૂળમાંથી) કાઢી નાખે છે. એનું મૂળિયું ફરીને ઉત્પન્ન ન થાય એમ કાઢી નાખે છે). આહાહા..! આ દિગંબર સંતોની વાણી ! એ જ વસ્તુની સ્થિતિ છે. આહાહા!
પ્રભાવનાનો શુભભાવ આવે. ભગવાનની પ્રભાવના કરે, પુસ્તક – શાસ્ત્ર બનાવે, એમાંથી તો કાંઈક લાભ થાય કે નહિ? ત્યાગ-ગ્રહણમાં તો એવું આવે છે. નહિ પેલા દસ પ્રકારના? ત્યાગ-ગ્રહણ. ત્યાગમાં એવું આવે છે કે, પોતા પાસે પુસ્તકાદિ હોય તો બીજાને આપવું. ઈ તો ત્યાં પ્રમાદના રાગનો અંશ એ બાજુ વળેલો છે એને ઘટાડે છે, નાશ કરે છે. પુસ્તક બીજાને આપવાથી ત્યાં ત્યાગધર્મ થાય એમ નથી). પુસ્તકનો ત્યાગ તો પહેલેથી અંદર છે. ત્યાગ-ગ્રહણ રહિત જ આત્મા છે. પુસ્તકના ત્યાગ-ગ્રહણથી તો રહિત જ છે. છતાં “પદ્મનંદિ પંચવિંશતિકા (માં) લખાણ એવું આવે કે, ઈ ત્યાગ કરે. પોતા પાસે પુસ્તક હોય અને કોઈ માગે તો તરત આપે. એનો હેતુ છે કે, એ તરફની જરી આસક્તિ હતી એ છોડી દે. મારો પ્રભુ મારી પાસે છે. મારે કોઈ શાસ્ત્રની પણ જરૂર નથી. આહા..હા...! એ બધા શાસ્ત્ર નીકળ્યા છે, મારી જ્ઞાનની શુદ્ધ પરિણતિ થઈ એમાંથી નીકળ્યા છે. આહા...હા....! કેવળજ્ઞાનની પરિણતિ થઈ એમાંથી શાસ્ત્ર નિમિત્તથી નીકળ્યા, તો એ શાસ્ત્રમાંથી મને મળે એવું નથી, હું શાસ્ત્રને બનાવું, વિકલ્પ હોય તો રચના કરું), એમ કહે છે. પણ એ વિકલ્પને હું તો મૂળમાંથી ઉખેડી નાખું છું. એ મને લાભદાયક છે એમ નથી. આહાહા...! (આવું સાંભળે) પછી “સોનગઢવાળાને એકાંત કહે ને એકાંત છે... એકાંત છે... બધા રાડ્યું પાડે છે. ભગવાન ! ખબર નથી, એને ખબર નથી.
એક કોર મહાપ્રભુ બિરાજે છે. એક પડખે પુણ્ય-પાપ ભાવ અને એક પડખે પરમાત્મા છે. હવે તારે કોને પડખે જાવું છે ? આ..હા..! એક બાજુ ભગવાન અનંત... અનંત. અનંત..