________________
શ્લોક-૧૧૨
૨૧૧ ભગવાન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અમૃત ચૈતન્યરત્નાકરનો દરિયો ! એનાથી ઊંધું પુણ્ય અને પાપમાં ભેદ પાડીને ઘેલછાઈ ઊભી કરે છે. આ..હા...! એવા કર્મને, “એવા સમસ્ત કર્મને...” (વર્લેન) પોતાના બળ વડે.” હવે સવળો પડ્યો. આ..હા...! ભગવાન શુદ્ધ છે આત્મા એમ અંતરના બળ વડે પુણ્ય અને પાપ બેયને એક માની અને છોડી દયે છે. આહા..હા...! પોતાના બળ વડે.” પાછું, ભાષા આમ છે. આત્માના બળ – પુરુષાર્થ વડે. એ પુરુષાર્થ કોઈ રાગની મંદતા થઈ માટે આ બળ એને નાશ કરવાનું પ્રગટ્યું એમ નથી). જેને નાશ કરવું છે એનાથી બળ કેમ પ્રગટે ? આહા..હા...! એને તો જુદું પાડવું છે, એનો નાશ કરવો છે. ઈ એના બળમાં મદદ કરે ? એથી શબ્દ વાપર્યો છે – પોતના બળ વડે એમ કહે છે. આત્માના બળ વડે.
શુદ્ધ ભગવાન પરમાત્મા અમૃતસ્વરૂપ ! અમૃતનો મોટો દરિયો ! સ્વયંભૂરમણ ! આ.હા...! અનંત અનંત ગુણથી પવિત્રતાથી બિરાજમાન પ્રભુ ! એના બળ વડે. આત્મા તરફના બળ વડે ધર્મી જીવ.... આ...હા...! (મૂતોનૂનં વા) મૂળથી ઉમૂલ (અર્થાતુ) એનું મૂળ ઉખેડી નાખે છે. આહાહા...! મિથ્યાત્વનો એક અંશ ન રહે એ રીતે ઉખેડી નાખે છે એમ કહે છે. આ..હા...!
નટુભાઈ ! તમારે પાલીતાણા” કાંઈ ચાલે છે કે નહિ ? આહાહા..! પેલા “નાનુભાઈ ત્યાં આવ્યા છે ને ? પાલીતાણા' નહિ? અહીં બોર્ડિંગમાં ઈ કહેતા હતા કે, આવું અમારે ત્યાં “પાલીતાણામાં તો ચાલતું નથી. ત્યાં તો આખો દિ' હોળી સળગતી હોય. આ ચડ્યા ને ઉતર્યા ને આ કર્યા ને તે કર્યા, ફલાણું કર્યું. ડોલીમાં બેસીને ગયા ને આવ્યા. આહા..હા...! માળા ગણીને ચડે અને માળા ગણીને ઉતરે. જોયા છે ને ! આહા..હા..!
કહે છે કે, એવો જે ભેદ પાડે છે કે, આ જાત્રાનો ભાવ સારો અને ઘરે બેઠા વિષયકષાયનો ભાવ થાય એ) ખરાબ (એ મિથ્યાદૃષ્ટિ છે). આહાહા..! દુકાનનો, ધંધાનો ભાવ ખરાબ અને ભક્તિ ને જાત્રાનો ભાવ સારો એવો મિથ્યાદૃષ્ટિના જોરથી ભેદને ઘેલછાથી જુદા પાડે છે. એમ કહે છે. તેને – સમસ્ત કર્મને...” સમસ્ત એટલે શુભ હો કે અશુભ હો, એમ. પુણ્ય હોય કે પાપ હોય, એમ. બેયને સમસ્ત કર્મનો અર્થ એ છે. શુભ હોય કે અશુભ હોય, બેયને પોતાના બળ વડે” ભગવાનઆત્મા ! શુદ્ધ સ્વભાવના આશ્રયે, બળ વડે, એના અવલંબનથી.. આ.હા...! (મૂનોમૂર્ત વૃત્તા) આહાહા...! શુભ અને અશુભને મૂળમાંથી ઉખેડી નાખે છે. આહા...હા...! ગધેડા જેમ ઘાસ ચરે ઈ મૂળમાંથી કાઢે. એમ આ મૂળમાંથી જ્ઞાનીઓ મિથ્યાત્વને ઉખેડી નાખે છે). આહા...હા...! પેલો ગધેડો છે અને આ જ્ઞાની છે. આકરું કામ.
વળી કહેશે કે, આખો દિ કામ કરવું અને વળી કહે.. બાપુ ! કોણ કરે ? ભાઈ ! ભગવાન ચૈતન્યમૂર્તિ પ્રભુ ! બાદશાહ મોટો આનંદનો ! આ..હા...! અનંત ચૈતન્ય રત્નાકર