________________
શ્લોક-૧૧૨
૨૦૯ છે.” જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન થઈ જાય છે. ૧૧૨.
ટીકા - પુણ્ય-પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપ થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયું.
ભાવાર્થ – કર્મ સામાન્યપણે એક જ છે તો પણ તેણે પુણ્ય-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું ત્યારે તે એક પાત્રરૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું, નૃત્ય કરતું અટકી ગયું.
આશ્રય, કારણ, રૂપ, સવાદસે ભેદ વિચારી ગિને દોઉ ત્યારે, પુણ્ય રુ પાપ શુભાશુભભાવનિ બંધ ભયે સુખદુઃખકરા રે; જ્ઞાન ભયે દોઊ એક લગૈ બધુ આશ્રય આદિ સમાન વિચારે,
બંધકે કારણ હૈ દોઉ રૂપ, ઇન્હેં તજિ જિનમુનિ મોક્ષ પધારે. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં પુણ્ય-પાપનો પ્રરૂપક ત્રીજો અંક સમાપ્ત થયો.
પ્રવચન નં. ૨૪૨, શ્લોક-૧૧૨
શુક્રવાર, જેઠ સુદ ૬, તા. ૦૧-૦૬-૧૯૭૯
સમયસાર કળશ-૧૧૨. હવે પુણ્ય-પાપ અધિકારને પૂર્ણ કરતાં આચાર્યદેવ જ્ઞાનનો મહિમા કરે છે :- છેલ્લો (કળશ).
भेदोन्मादं भ्रमरसभरान्नाटयत्पीतमोहं मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन। हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि
ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण।।११२।। જેણે મોહરૂપ મદિરા પીધી....” છે એમ કહે છે. આહા...! જેણે મિથ્યાત્વનો દારૂ પીધો છે. ક્રમ-રર-મર” એની ભ્રમણાના રસથી – ભારથી – બોજથી મિથ્યાશ્રદ્ધા (જીતમોé) મહા મિથ્યાત્વ એવો મોહ જેણે પીધો છે એટલે જેના અનુભવમાં મિથ્યાત્વ છે. આહા...! તે જીવ “ભ્રમના રસના ભારથી....” ભ્રમણાના કારણે “મેવોનાવું નાટય એ કર્મમાં ભેદ પાડે છે. મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વના રસથી) અતિશય ભારથી થયેલા. મેવોન્માદું પુણ્ય