________________
૨૦૮
શ્લોક-૧૧૨
(મંવાળાંતા) भ्रमरसभरान्नाटयत्पीतमोहं
भेदोन्मादं
मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन। हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि
સમયસાર સિદ્ધિ-૬
ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण । ।११२।।
इति पुण्यपापरूपेण द्विपात्री भूतमेकपात्रीभूय कर्म निष्क्रान्तम् ।
इति श्रीमदमृतचंद्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ पुण्यपापप्ररूपकः તૃતીયો: ||
હવે પુણ્ય-પાપ અધિકારને પૂર્ણ કરતાં આચાર્યદેવ શાનનો મહિમા કરે છે ઃશ્લોકાર્થ :- (પીતમોö) જેણે મોહરૂપી મદિરા પીધી હોવાથી (ભ્રમ-રસ-મરાત્ મેવોન્માવં નાયતા) જે ભ્રમના રસના ભારથી (અતિશયપણાથી) શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને (ગાંડપણાને) નચાવે છે (તત્ સત્તમ્ અપિ ર્મ) એવા સમસ્ત કર્મને (વલેન) પોતાના બળ વડે (મૂત્રો'નું ત્હા) મૂળથી ઉખેડી નાખીને (જ્ઞાનખ્યોતિઃ મરેળ પ્રોપ્નતૃમ્ભે) જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાનજ્યોતિ ? (વૃત્તિતતમઃ) જે અજ્ઞાનરૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે અર્થાત્ જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે, (હેતાઉન્મિલતા) જે લીલામાત્રથી (–સહજ પુરુષાર્થથી) ઊઘડતી વિકસતી જાય છે અને (પરમલયા સાર્ધમ્ આધ્ધતિ) જેણે પરમ કળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે એવી તે જ્ઞાનજ્યોતિ છે. (જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ છદ્મસ્થ છે ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ઘનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે, કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે.)
ભાવાર્થ :– પોતાને (જ્ઞાનજ્યોતિને) પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભ – એવા ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભુલાવી દેતું હતું તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આ જ્ઞાનજ્યોતિ અથવા જ્ઞાનકળા કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે અને કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે, તેથી એમ કહ્યું છે કે જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રીડા માંડી