________________
૨૧૦
સમયસાર સિદ્ધિ-૬ અને પાપમાં બેમાં ભેદ પાડે છે. પુણ્ય છે તે ઠીક છે, પાપ એ ઠીક નથી એમ અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ મિથ્યાત્વના જોરને લઈ, કર્મનો એક જ પ્રકાર છે એમાં બે ભેદ પાડે છે. આહા..હા.!
મેવોનાä નાટય” કર્મના ભેદને – ઉન્માદને – ગાંડપણાને. આહા...! એ શુભભાવ વ્રત, તપ, ભક્તિ ઠીક છે કે એનાથી હળવે હળવે આગળ જવાય એમ અજ્ઞાની. આહા..હા...! ભેદરૂપી ગાંડપણાને લઈને. એ ભેદ ગાંડપણું – પાગલ મિથ્યાત્વ છે એથી ભેદ પાડે છે. આ...હા.!
પુણ્ય અને પાપ બેય ભાવ એક જ કર્મ જ છે. એમાં અજ્ઞાની ભેદ ગાંડપણું કરીને પાડે છે. કેટલા વિશેષણ આપ્યા ! મોહ પીધો છે, મોહના ભારથી વિશેષપણે અતિશયપણે મિથ્યાત્વનું જોર ફાટ્યું છે. આ..હા...! એ જીવ કર્મ એક પ્રકારના, પુણ્ય અને પાપ બેય એક જ પ્રકાર છે (છતાં) અજ્ઞાની એમાં ભેદ પાડે છે. આહાહા...! આવો તો ખુલાસો છે તોય પછી બધા નાખે છે. અંદર નાખે શુભભાવ આ વ્રત, તપ, પડિયામાંથી પણ નિશ્ચયમાં) જવાય. કહો !
અહીં કહે છે, એવા સમસ્ત કર્મને... હવે ટાળવાની વાત છે. આ વાત તો ગાંડપણે ઉન્માદ થઈને કર્મ – પુણ્ય શુભ અને અશુભ ભાવ બેય એક જ કર્મ છે એને ગાંડપણે ભેદ પાડે છે. આહા...હા...! પાગલ થઈને મિથ્યાત્વના ભ્રમમાં પુણ્ય વ્રત, નિયમ, તપ ઠીક છે અને પાપ પરિણામ ઠીક નથી એમ અજ્ઞાની મિથ્યાત્વના પીધેલા, અનુભવી – મિથ્યાત્વના અનુભવી... આહા...હા...! ભેદને ઉન્માદામાં) ગાંડપણે નચાવે છે. આકરી વાત છે. આવું તો ચોખું છે.
મુમુક્ષ :- આચાર્ય ગાંડા તો કહે છે. બેયમાં ભેદ પાડે તેને (ગાંડા કહે છે).
ઉત્તર :- ગાંડા જ છે. ભેદને ઉન્માદ કીધો ને ! મેવોન્મ ભેદ પાડે છે તે જ ઉન્માદ, ગાંડપણું છે. આહા...હા...! હવે અત્યારે તો ગડબડ બધી એ ચાલે છે, શુભભાવ હોય, વ્રત હોય, તપ હોય, ભક્તિ (હોય). અર...૨.૨! આવી વાત પ્રભુ ! આહા!
શુદ્ધ ચૈતન્ય ભગવાન ! અતીન્દ્રિય અમૃતનો ચૈતન્ય રસકંદ બિરાજે છે, પ્રભુ ! એમાં ઉણપ, ખોટ, વિબ કે આવરણ છે જ નહિ. એવું સત્ત્વ ભગવાનઆત્મા ! એનો અનાદર કરી મિથ્યાત્વના દારૂ પીધેલાઓ. મિથ્યાત્વરૂપી દારૂ પીધો એમ કહ્યું. પેલો દારૂ નહિ. ભેદને ઉન્માદ – બેને જુદા પાડે છે. ઉન્માદ અને ગાંડપણાને લઈને ભેદ પાડે છે). આહા..હા..! આવું આકરું લાગે. અત્યારે બધે ઈ ચાલે છે. સાધુપણામાં પડિમાધારી (એમ કહે કે, પડિયા લ્યો ને આ લ્યો. પણ હજી મૂળમાં ઠેકાણા નહિ (ત્યાં) પડિમાનો તો વિકલ્પ છે. એ સારો ક્યાંથી આવ્યું ? આહા..હા...!
શુભ અને અશુભ ભાવ બે એક જ છે. શુભાશુભ કર્મ આઠે (લઈ લેવા). છતાં તેના ભેદરૂપી ઉન્માદને ગાંડપણાને) નચાવે છે.” આ...હા...! મિથ્યાત્વને પરિણમાવે છે. આહા...!