________________
૨૧૪
સમયસાર સિદ્ધિ-૬
અનંત... આમાં ક્યાંક કહેશે, હોં! “પરમવનયા એમાં કહેશે. આહા..! “જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાનજ્યોતિ” (તિતતમ:) જે અજ્ઞાનરૂપી અંધકારને કોળિયો કરી ગઈ...” (વનિતનમ:) આ.હા..હા...! રાગથી ધર્મ થાય એવો જે મિથ્યાત્વ ભાવ એને તો નાશ કરી નાખ્યો, કોળિયો કરી નાખ્યો. આહા..હા..!
ચૈતન્યસ્વરૂપ મહાપ્રભુ! અનંત અનંત અમૃતના સાગરથી ભરેલો ! એક એક ગુણ અમૃત સ્વરૂપ છે. એક એક ગુણમાં સુખનું રૂપ છે. આહાહા...! સુખ, આનંદ આત્માનો સ્વભાવ છે, એ આનંદનું રૂપ દરેક ગુણમાં છે. અનંત અનંત ગુણમાં સુખનું સ્વરૂપ (છે). અતીન્દ્રિય અનંત આનંદના અનંત ગુણનો પિંડ પ્રભુ ! આહા..હા...! એની દૃષ્ટિના જોરે, એના સ્વીકારના જોરે, એ ચીજની ઉપાદેય અને સત્કારપણે જ્યાં દશા થઈ, તેણે પુણ્ય અને પાપના ભેદને મૂળમાંથી ઉખેડી નાખ્યા, કોળિયો કરી ગયા. આ...હા...હા...! આ વસ્તુ ! જૈનદર્શનની આ ચીજ ! વસ્તુદર્શનની આ ચીજ !
વસ્તુ છે આખી પોતે અને પુણ્ય-પાપ તો ભિન્ન વિકાર ઝેર છે. એવી જ વસ્તુની સ્થિતિ છે. આહા...હા...! એ પુણ્ય અને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિના ભાવ, એક કોર ભગવાન પરમાત્મા અમૃતસાગરથી ભરેલો, એનાથી તો વિરુદ્ધ છે. એટલે કે જેને ભેદનો ઉન્માદ નાચતો હતો, ભેદ પાડીને ગાંડપણે નાચતા હતા કે, ઘણું સારું છે, પુણ્ય સારા છે, વ્રત સારા છે, એ અંતર આત્માના ચૈતન્યના જોરના બળે, એ વિપરીત) શ્રદ્ધા અને પુણ્ય-પાપ મારા, એમાંથી ઉખેડી નાખ્યું. આહા..હા...! ઉભૂલ કરી નાખ્યું. ફરીને ઉગે નહિ, ફરીને પ્રગટ ન થાય એવી રીતે કરી નાખ્યું. આહા...! ક્ષયોપશમ સમકિતી છે પણ જોડણી ક્ષાયિકવાળા છે !! આ હા હા...
બેનને જાતિસ્મરણમાં આવ્યું છે ને ! જોડણી ક્ષાયિક ! ઈ આ જોડણી ક્ષાયિકભાવ છે. આહા...હા...! કેમકે અત્યારે ભગવાન તો નથી એટલે ક્ષાયિક સમકિતની યોગ્યતા નથી. કહે છે કે, અમારી યોગ્યતા એવી છે. આહા..હા...! કે, અમે ક્ષાયિક જ લેવાના. એ ક્ષયોપશમમાંથી પડવાના નહિ. અવિચલિત ચેતનાવિલાસ આત્મા વ્યવહાર, બપોરે આવ્યું હતું. આહા...હા...!
ભગવાન અંદર રાગના પડદે પડ્યો, રાગના પ્રેમમાં પડદે પડ્યો અને ભગવાન દેખાતો નથી. એ રાગનો પ્રેમ છોડે તો પ્રભુનો પ્રેમ થાય ત્યારે તેને આત્મા દેખાય. આહા..હા....! એ પુણ્ય ને પાપના બેય ભાવ બંધનના કારણભૂત છે. એમ એનો પ્રેમ જેને છૂટી જાય.... આહાહા...! તેનો પ્રેમ, ઈ પ્રેમ તો કરે છે), પ્રેમ શબ્દ અંદર એકાગ્રતા, આ બાજુ એકાગ્ર થાય. આહાહા...! પુણ્યની ક્રિયા કરીને એકાગ્ર થઈને માનતો હતો કે, હું કાંઈક સારું કરું છું. એ એકાગ્રતા તોડીને અહીં પ્રભુમાં એકાગ્ર થાય. આ..હા..હા...!
અનંત અનંત અમૃતના સાગરથી ભરેલો સ્વયંભૂ આત્મા ! ૧૬મી ગાથામાં સ્વયંભૂ