________________
શ્લોક-૧૧૧
૨૦૭
મોક્ષમાર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા.... દેખો ! શુદ્ધ આત્માની શ્રદ્ધા, જ્ઞાનરૂપે પરિણમતા થકા ધર્મી. ‘શુભાશુભ કર્મને હેય જાણે છેત્રીજા નંબરના (જીવ લીધા). “મોક્ષમાર્ગી જીવો..” શુદ્ધ સ્વરૂપે પરિણમતા થકા. આ..હા...! “શુભાશુભ કર્મને હેય જાણે છે અને શુદ્ધ પરિણતિને જે ઉપાદેય જાણે છે. એ તો શુદ્ધ સ્વભાવની નિર્મળ પરિણતિ થાય તે જ ઉપાદેય છે એમ માને છે). સમકિતી શુભભાવને ઉપાદેય માનતો નથી. આહા....
‘તેઓ માત્ર અશુભ કર્મને જ નહિ પરંતુ શુભ કર્મને પણ છોડી” શુભ – પુણ્ય. આહાહા....! ધર્મી સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવંત છે.” સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવંત છે. આહાહા...! “સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે.” તે તરફ એ પુરુષાર્થ હોય જ છે. આ..હા...હા...! ભેદજ્ઞાનથી... આવતું નથી? ભેદજ્ઞાનથી ચારિત્ર થાય છે એવી) ગાથા આવે છે ને ! ઈ એના તરફનું વલણ જ હોય છે. અંતર.... અંતર... અંતર. અંતર્મુખ. એથી તે સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે.
“જ્યાં સુધી, પુરુષાર્થની અધૂરાશને લીધે, શુભાશુભ પરિણામોથી છૂટી સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું ત્યાં સુધી – જોકે સ્વરૂપસ્થિરતાનું અંતરૂ-આલંબન (અંતસાધન) તો શુદ્ધ પરિણતિ પોતે જ છે.” અંતર ધ્રુવ ધ્યેય તો એને જ છે. આહા..હા...! ધ્રુવનું જ આલંબન છે, જ્ઞાયકનું જ આલંબન છે. શુદ્ધ ભાવ ત્રિકાળ અંતર તત્ત્વનું જ આલંબન છે. બહિર્તત્ત્વ રાગાદિનું આલંબન પણ નહિ એમ કહે છે. આ..હા...!
જોકે સ્વરૂપસ્થિરતાનું અંતરૂ આલંબન (અંતઃસાધન) તો શુદ્ધ પરિણતિ પોતે જ છે તોપણ – અંતર્-આલંબન લેનારને જેઓ બાહ્ય આલંબનરૂપ કહેવાય છે એવા (શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ) શુભ પરિણામોમાં તે જીવો હેયબુદ્ધિએ પ્રવર્તે છે. સમકિતીને શુભભાવ આવે છે પણ) હેયબુદ્ધિએ પ્રવર્તે છે. આહા! પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કમોંમાં.” નથી પ્રવર્તતા. વાત ઈ છે. (એમ) પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી.” શુભને છોડીને અશુભમાં પ્રવર્તવું એવી બુદ્ધિ કદી હોતી નથી.
‘આવા જીવો – જેઓ એકાંત અભિપ્રાય રહિત છે તેઓ – કર્મનો નાશ કરી, સંસારથી નિવૃત્ત થાય છે. લ્યો ! એ ત્રીજા બોલની વાત કરી.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)