________________
શ્લોક-૧૧૧
૨૦૫
ખેદખિન્ન (છે). દુઃખ, એકલું દુઃખ વેદે છે. તેઓ – સંસારમાં ડૂબે છે. સંસાર (કહીને) મિથ્યાત્વમાં ડૂબી ગયા છે એમ કહેવું છે.
વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી.” જેઓ ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાનઘન નિર્મળ સ્વરૂપને તો જાણતા નથી “અને સર્વથા એકાંતવાદી મિથ્યાષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ.' આહા..હા...! ખોટી રીતે કલ્પી...” વાસ્તવિક સ્વરૂપ તરફનો ઝુકાવ નથી અને એકલા બહારના જાણપણામાં રોકાઈને) આહાહા..! તેમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણતિમાં જરાય ફેર પડ્યા વિના....” જોયું? વાત અહીં છે. આમાંય છે. પોતાની દિશામાં કાંઈ ફેર પડ્યા વિના, અંતર્મુખના કાંઈ જરીયે વલણ વિના. આહા..હા....!
પોતાની પરિણતિમાં જરાયે ફેર પડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે.” અમારે અબંધ છે. અમારે શું છે ? ઈ તો આવે છે ને ! “નિર્જરા અધિકારમાં નથી આવતું ? ક્લેશ કરો તો કરો. આહા...હા...! એક “અમૃતચંદ્રાચાર્યદેવનો કળશ છે. આ..હા...!
મુમુક્ષુ :- તપશ્ચર્યા કરે છે તેને માટે છે.
ઉત્તર :– ઈ તપસ્યા કરે છે તો રાગ છે, ઈ બધી તપસ્યા ક્યાં છે)? આત્મા તરફનું વલણ નથી ત્યાં) તપસ્યા (કેવી) ? છ છ મહિનાના અપવાસ અનંત વાર કર્યા. ભગવાનની આરતી અનંત વાર ઉતારી, ભગવાનની સેવા, ભક્તિ, પૂજા અનંત વાર (કરી). ઈ તો પર તરફનું વલણ તો રાગ છે. આહા...! “પરફળાવો હુમા પરદ્રવ્યના વલણ તરફ તો ચૈતન્યની ગતિ છે જ નહિ. એમાં જાણપણાને નામે તેમાં રોકાઈ જઈ અને અંતરનું વલણ કરતા નથી એ ડુબી ગયેલા છે. આહા..હા..!
પોતાની પરિણતિમાં જરાય ફેર પડ્યા વિના....” છે ને ? અતિ મંદ ઉદ્યમ છે ખરું ને ! તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક પાણી છોડી દે છે. નથી થતી શુદ્ધતા અને અશુભમાં પડીને શુભને છોડી દે છે, એમ કહે છે. આહાહા..! ક્રિયાકાંડ શુભભાવ છે એ છોડી દે છે અને અશુભમાં પડયો છે, શુદ્ધતાનું લક્ષ નથી.
મુમુક્ષુ :- ક્રિયાકાંડ નિરર્થક થયું ને ?
ઉત્તર :- નિરર્થક જ છે. ક્રિયાકાંડ તો નિરર્થક જ છે પણ ક્રિયાકાંડ નિરર્થક છે ઈ જ્ઞાનના સ્વરૂપની ખબર છે, આ બાજુ વલણનો ઝુકાવ છે એનો ક્રિયાકાંડ નિરર્થક છે. ઈ તો જ્ઞાનીનેય ક્રિયાકાંડ નિરર્થક છે. એ તો આમાં આવી ગયું ને ? મિથ્યાદૃષ્ટિનું યતિપણું ઈ બંધનું કારણ છે અને સમ્યફદૃષ્ટિનું યતિપણે મોક્ષનું કારણ છે એમ છે નહિ. યતિપણું છે, ઈ બેય ક્રિયાકાંડ છે. યતિને ભરોસે રહીશ નહિ. અંદર ભગવાનનો ભરોસો કર ! આહા...હા...! બહારના અઠ્યાવીસ મૂળગુણના ભરોસે રહીશ નહિ. અઠ્યાવીસ મૂળગુણ પાળીએ