________________
૨૦૪
સમયસાર સિદ્ધિ-૬ એ બધો ક્રિયાકાંડ, રાગ છે. આહા...હા...! પંચ કલ્યાણક કરે, ધમાધમ ! એમાં લાખ-બે લાખ ખર્ચે. ઇન્દ્રો થાય. આહા...હા....! જાણે કે અમે શું કર્યું ! આ..હા...! ભાઈ ! એ તો પર તરફના વલણવાળો રાગ છે. એ આત્મા તરફના વલણવાળી દશા ક્યાં છે ત્યાં ? આહા..હા...! ગમે એટલા પંચકલ્યાણકમાં કરોડ રૂપિયા ખર્ચે અને આખા ગામને જમાડે. ગામ ધુમાડાબંધ (જમાડે કેમકે ભગવાનની પ્રતિષ્ઠા કરી છે ! તેથી શું થયું, કહે છે. અંતર આનંદસ્વરૂપ ભગવાન, તેના તરફનો તો ઝુકાવ નથી અને એકલા આ તરફના ઝુકાવથી ધર્મ માને છે ઈ (
મિથ્યાત્વમાં) ડૂબી ગયેલા છે. આ..હા..! આ વાત..! હાથી કાઢે, ઘોડા કાઢે. આહા...હા...!
મુમુક્ષુ :- આપણે હાથી તો લાવીએ છીએ.
ઉત્તર :- ઈ જ કહીએ છીએ. લાવે છે છતાં એની મર્યાદા છે. એ તરફના વસ્તુના ભાગ ઉપર મર્યાદા છે, જોર ત્યાં નથી. અહીં જોર જોઈએ. હોય ભલે, ઈ તો કીધું ને ! જ્ઞાનીને (એવો ભાવ) હોય છે પણ તેમાં એ એકાકાર થતો નથી. આ હા.! હાથી, ઘોડા....
મુમુક્ષુ – લોકો એમ કહે છે કે, તમે કરો ઈ બરાબર અને અમે કરીએ એ બરાબર નહિ.
ઉત્તર :– એમ કોણે કીધું ? જે કંઈ આત્માના સ્વભાવ તરફનો ઝુકાવ નથી અને કરે છે અને એકલો પર તરફ ઝુકાવ છે તે મિથ્યાષ્ટિ છે. અહીં તો ઈ (વાત છે). ગમે તે મોટી ધમાલ કરે, પંચ કલ્યાણક કરે, ગજરથ ચલાવે એથી શું થયું ? એ તો પરની ક્રિયા છે. એ બાજુ ભાવ કદાચિત્ હોય તો રાગ મંદ છે અને એ તો ક્રિયાકાંડ છે. એનાથી ધર્મ માને છે એ તો ડૂબી ગયા છે. આહા..હા...! આવી વાત છે. એમાં સાધુને આહારપાણી યે ને એમાં ઉત્સાહ કરે. જાણે આપણે તો કલ્યાણ થઈ જશે ! ભાઈ ! એ તો પર તરફના વલણનો ભાવ છે, ભાઈ !
મુમુક્ષુ – એવું તો શાસ્ત્રમાં લખ્યું છે કે, મુનિને આહાર દે તો સંસાર પરિત કરે.
ઉત્તર :- પરિત સંસાર કર્યો ઈ કહેતા નથી. શ્વેતાંબરમાં છે, દિગંબરમાં નથી. શ્વેતાંબરમાં છે કે, આ સાધુને આહાર આપે તો પરિત સંસાર (કર્યો. બિલકુલ જૂઠી વાત છે. પરદ્રવ્ય તરફના વલણનો ભાવ ઈ રાગ છે, રાગ ઈ તો સંસારનું કારણ છે. અંતરદૃષ્ટિ તે વખતે
સ્વભાવ સન્મુખ હોય તો એ રાગ પુણ્યનું કારણ છે અને અહીંયાં જેટલી શુદ્ધતા છે તે નિર્જરાનું કારણ છે. એમ બેય એકસાથે હોય પણ આત્માની શુદ્ધતા તરફનું વલણેય નથી, ઝુકાવ નથી, રુચિ નથી.. આહા..હા...! એની પૂર્ણતાના પ્રભુતાની મોટપ જેને ભાસતી નથી અને આ રાગની ક્રિયાની મોટપ જેને ભાસે છે તે મિથ્યાત્વમાં ડૂબેલા છે). આહાહા...! આ તો વીતરાગમાર્ગ ચોખ્ખો છે, બાપુ ! આમાં ક્યાંય પોલ ચાલે તેવું નથી). આ...હા...!
જ્ઞાનને તો જાણતા નથી અને કર્મનયમાં જ ખેદખિન છે” જોયું ? એ શુભભાવમાં