________________
શ્લોક-૧૧૧
૨૩
થયું છે એ સદાય રહ્યા જ કરે છે. ભેદપણે જ રહ્યા કરે છે. સ્વરૂપ તરફ જ વલણ જાવાથી રાગથી ભિન્નની ભેદ-દશા સદાય રહ્યા જ કરે છે. આહા..હા..! આવો માર્ગ છે.
ભાવાર્થ – ‘અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે. સર્વથા એકાંત. પુણ્યપાપના ભાવથી મોક્ષ થશે એ સર્વથા એકાંત મિથ્યાત્વ છે). એમ આત્માના સ્વરૂપ તરફના વલણ વિના એકલા જાણપણાથી મોક્ષ થશે એ પણ એકાંત અભિપ્રાય છે. આહાહા....! સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે.” આહા...હા...!
કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી...” ભગવાન તો જ્ઞાનસ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટા છે. ત્રિકાળી જ્ઞાતા-દષ્ટા છે તેનું તો જ્ઞાન નથી, તેની પ્રતીત નથી, તેનો અનુભવ નથી અને વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને.” આહા..હા...! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન અને દયા, દાન, વ્રતના વિકલ્પ. એવા ક્રિયાકાંડના આડંબરને..” ક્રિયાકાંડનો બધો આડંબર છે. આહા..હા.! એમાં ઘેરાય ગયો છે. એનાથી ભિન્ન ભગવાન જ્ઞાતા-દ્રષ્ટા છે તેના તરફ તો ઝુકાવ, વલણ છે નહિ અને એકલા પુણ્યની ક્રિયામાં અને પાપની ક્રિયામાં. ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે. આહા..હા..! અજ્ઞાની. ‘તેનો પક્ષપાત કરે છે.'
“આવા કર્મનયના પક્ષપાતી લોકો.... કર્મનય એટલે આ પુણ્ય-પાપના ભાવ, ઈ (કર્મય). જેઓ જ્ઞાનને તો જાણતા નથી. ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ ધ્રુવ, તેના તરફ તો ધ્યેય નથી, વલણ નથી, વિશ્વાસ નથી. તે તરફની રુચિની મંદતા છે, ઠેકાણું નથી. અહીં બહારમાં રુચિની ઉગ્રતા છે. આ..હા...! દયા, દાન, વ્રત, ભક્તિમાં) એટલો ઉત્સાહ. એટલો ઉત્સાહઓ.હો.હો....! મંદિરમાં પ્રતિમા સ્થાપી એટલે જાણે શું કર્યું અમે ! કૂદે. કૂદે આમ નાચે સ્થાપનારો ! એમ કે, આહાહા...! અમે તો ભગવાનને બિરાજમાન કર્યા ! પણ એ તો એકલો રાગ છે. એ ટાણે આત્મા રાગરહિત છે તે તરફનું વલણ તો જરીયે નથી. શુદ્ધ ચૈતન્યઘન આત્મા તરફ તો વલણ, ઝુકાવ છે નહિ અને એકલા પર તરફના રાગમાં અમે મંદિર સ્થાપ્યા, અમે લાખો રૂપિયા) ખર્મા, પાંચ લાખ ખર્ચા, દસ લાખ ખર્ચા.
મુમુક્ષુ :- પુણ્યને હેય માનતો નથી.
ઉત્તર :- એ પુણ્યને ઉપાદેય માને છે. આહાહા...! એટલે ધર્મનું કારણ માને છે. આહા...હા...!
‘આવા કર્મનયના પક્ષપાતી લોકો – જેઓ જ્ઞાનને તો જાણતા નથી.” વસ્તુ ભગવાન શુદ્ધ ચૈતન્યઘન છે તેના તરફનું તો વલણ જ નથી, તેના તરફનો તો કોઈ ઝુકાવેય નથી. થોડો પણ પુરુષાર્થ સ્વભાવ તરફ હોય એ પણ નથી. બધો પુરુષાર્થ પુણ્ય અને પાપમાં રોકી દીધો છે. આહા..હા...! સમજાણું કાંઈ ? “વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ક્રિયાકાંડ.”