________________
શ્લોક-૧૧૧
૨૦૧ શકે જ નહિ. આહા..હા...! આકરી વાત છે, ભાઈ ! વીતરાગની એકેએક વાત એવી છે. આહા..હા...!
જુઓ ! એનો અર્થ કર્યો, જુઓ ! તેઓ સ્વચ્છેદથી અતિ મંદ-ઉદ્યમી છે.” અતિ મંદ-ઉદ્યમી છે એમ કીધું. ‘સ્વરૂપપ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી.)' અંતરમાં વલણ કરતા નથી. હજી ભલે પામ્યા ન હોય પણ અંતરમાં વલણ હોય છે એને પણ અહીં ઊભા રાખ્યા છે. પણ જેને અંતરનું વલણ જ નથી અને એકલો મંદ ઉદ્યમ (છે), સ્વભાવ તરફ છે નહિ અને પુણ્ય-પાપની તીવ્રતામાં પડ્યો છે. આહા..હા...! છે ? “સ્વચ્છેદથી અતિ મંદ-ઉદ્યમી છે.” (ગતિસ્વછન્ડમન્ડ-૩મા) એ શબ્દ પડ્યો છે. સમદષ્ટિ ન હોય પણ સમ્યગ્દર્શન સન્મુખ, મિથ્યાદૃષ્ટિ હોય તેને અહીંયાં આગળ આમાં નથી રાખ્યો. સમજાણું કાંઈ ? સમ્યગ્દર્શનની સન્મુખ છે, છે હજી મિથ્યાત્વ પણ સન્મુખ છે એને આ પર તરફના વિષયકષાયમાં લીનતા હોતી નથી, એમાં અંદર રસ હોતો નથી. આહાહા....! એથી આ શબ્દ વાપર્યો છે – (તિરસ્વચ્છત્ત્વમન્દ્ર-૩મા:).
અંતર ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એના તરફનો ઝુકાવ અને વલણ જરીયે નથી અને એકલા વિષય-કષાયના પરિણામ તરફના ઝુકાવમાં પડ્યો છે... આહા..હા...! ભારે શ્લોક છે. જેમ એ પુણ્ય-પાપના કરનારાઓ પણ ધર્મ માનીને ડૂબેલા છે એમ જેને અંતર્મુખનો પ્રયત્ન જ નથી, અંતર્મુખ (થવાનો) જે પ્રયત્ન જોઈએ એ પ્રયત્ન જ નથી અને એકલો બહિર્મુખનો પ્રયત્ન છે) અને જ્ઞાનનો ઉઘાડ (છે), એનાથી અમને ધર્મ થશે એમ માનનારા) પણ ડૂબેલા છે. આહા..હા...! એ પણ મિથ્યાત્વમાં છે એમ કહેવું છે. ડૂબેલા એટલે કયાં ડૂળ્યા છે ? મિથ્યાત્વમાં ડૂળ્યા (છે) ઈ સંસારમાં ડૂળ્યા છે. આહાહા....!
વાસ્તવિક અંદર વસ્તુ પ્રભુ ! શુદ્ધ આનંદઘન ! તેના તરફનું વલણ જ નથી, ઝુકાવ જરીયે નથી અને એકલા જ્ઞાનના ઉઘાડને નામે વિષય-કષાયને સેવી સ્વચ્છંદી તથઈ) પૈસા આદિ અનેક પ્રકારે છે કે અત્યારે ? જ્ઞાનને નામે પૈસા ઉઘરાવે, અમને જ્ઞાન થયું માટે પૈસા આપો, આમ કરો, તેમ કરો. આહા..હા...! એ પરમાં એકદમ લાલસાવાળા (
મિથ્યાદૃષ્ટિ છે). અંદરમાં તો અતિ મંદ ઉદ્યમ છે. એટલે કે તેના તરફનું વલણ જરીયે નથી. આ.હા..હા..!
સ્વભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! જે એ જ ચીજ છે એ આત્મા છે એવા પૂર્ણાનંદનું ધ્યેય નથી, ધ્રુવનું જેને ધ્યેય નથી અને જ્ઞાનના ઉઘાડમાં ધ્યેય (અને) લક્ષ તો ફક્ત પર તરફ છે. આ..હા....!
મુમુક્ષુ :- પર તરફ લક્ષ છે એટલે ?
ઉત્તર – અંતર તરફ નહિ, પર તરફ જ છે). આત્મા સિવાયના જેટલા પરપદાર્થ છે એટલી તરફનું વલણ છે. આત્મા તરફનો મંદ ઉદ્યમ પણ નથી અને સ્વચ્છંદમાં મહા ઉદ્યમવાળા થઈને (ફરે છે). આહા..હા...! એવી વાત છે.