________________
૨૦૦
સમયસાર સિદ્ધિ-૬ ધારા જેને પ્રગટી નથી અને ફક્ત જ્ઞાનના ઉઘાડની વાતું કરીને વિષય-કષાયમાં એકાકાર લીન થઈ ગયા છે એ ડૂબી ગયા છે. આહા...હા...!
બે વાત કરી. શુભ-અશુભ ભાવને મોક્ષ માનનારા એ ડૂબી ગયા છે, એને શુદ્ધતાનું ભાન નથી અને અહીં જ્ઞાનના ક્ષયોપશમમાં શુદ્ધતાનો અનુભવ નથી. તેમ શુદ્ધતા તરફ મંદ ઉદ્યમ છે. પાઠ છે ને ? “મ-૩માં: આ.હા...! તે તરફનો પુરુષાર્થ મંદ છે અને વિપરીત ભાવમાં તીવ્ર પુરુષાર્થ છે. શુભાશુભ ભાવ, વિષય-કષાયના ભાવમાં.... આ.હા.! તીવ્ર ઊંધો ભાવ છે. પ્રમાદી છે,” પ્રમાદના પોટલા ! અંદર જ્ઞાનનું ભાન ન મળે અને અમે જ્ઞાતા-દૃષ્ટા છીએ એવું જ્ઞાનના ક્ષયોપશમની એકલી દશાથી અંતર્મુખના વલણની દશા વિના આ ઉઘાડથી જ મને ધર્મની પ્રાપ્તિ થશે, એ પણ કહે છે જ્ઞાનના ઇચ્છુકો (એને) સ્વભાવનું ભાન નથી અને વિષય-કષાયમાં તલ્લીન થઈ ગયા છે એ પણ ડૂબશે. આહા..હા..! આવું છે.
જ્ઞાનનયના.” “ષિાઃ એમ કીધું ને ? એ તો ફક્ત ઇચ્છુક છે. વસ્તુ ઉઘડી નથી. તેમ અંતર્મુખ પ્રયત્ન છે નહિ. શુદ્ધ ચૈતન્યમૂર્તિ, તેના પ્રત્યેનું વલણ પણ નથી. આહા....! ભાવાર્થમાં છે, આમાં – અર્થમાંય છે. જેઓ સ્વરૂપનો કોઈ પુરુષાર્થ કરતા નથી – જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી. નીચે છે. પેલામાંય છે – “મુન્દ્ર-૩મા છે ને ? એવો શબ્દ છે ને ? આ..હા...! (તિરછદ્મવ્હામા:) એમ છે ને ? કેવા છે ? ડૂબેલા કેમ છે ? કે, ‘તેઓ સ્વચ્છેદથી અતિ મંદ-ઉદ્યમી છે...” સ્વરૂપ તરફનો પ્રયત્ન જ નથી. આહા...હા...!
મુમુક્ષુ :- સ્વરૂપનો પ્રયત્ન જ નથી.
ઉત્તર :- હા, એ નથી. સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય છે એ તરફનું વલણ જ નથી. તેના તરફનો ઝુકાવ જ નથી અને સ્વચ્છંદ સેવીને જ્ઞાનના ઉઘાડને નામે વિષય-કષાય સેવીએ. તોપણ અમને બંધ નથી (એમ માનનારા) ડૂબી ગયા છે. આહા..હા...! વસ્તુ તો આ એટલે અંશે જેમ છે તેમ છે આ. આહા...હા...! જ્ઞાનના ઉઘાડના નામે અમે પંડિત છીએ, અમને જાણપણું છે અને અમને નિર્જરા અધિકારમાં કહ્યું છે કે, અરતિભાવે સેવતા એને બંધ નથી. આવે છે ને ? એનો અમને પ્રેમ નથી અને અમે સેવીએ છીએ. પણ પ્રેમ નથી અને સેવીએ છીએ (એમ તું કહે તો) સ્વરૂપનો ઉઘાડ હોવો જોઈએ. તો પ્રેમ નથી. સ્વરૂપની દૃષ્ટિની સ્થિરતા આદિ શ્રદ્ધા-જ્ઞાન હોય તો આમાં પ્રેમ નથી એમ કહેવાય, પણ એનો પ્રેમ નથી તો આમાં પ્રેમ છે અને વિષય-કષાયમાં ડૂબી ગયો છે. આહાહા..! આવું છે. બેય પડખેથી (વાત કરી). આહાહા...!
જ્ઞાનના ઉઘાડને નામે પોતાની મોટપ સેવે. આ હા..હા...! દુનિયા પાસેથી પૈસા માગે, અનુકૂળતા ત્યે અને એમ કહે કે, અમને તો જ્ઞાન છે. પણ જ્ઞાન હોય તો નિર્મળતા હોય તો આ જાતનો લોભ જ તીવ્ર ન હોય. જ્ઞાનના ઉઘાડને નામે પર પાસે માગવું એ હોઈ