________________
૨૦૨
સમયસાર સિદ્ધિ-૬ સ્વરૂપપ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી.)” જુઓ ! ઈ મંદ ઉદ્યમની વ્યાખ્યા આમ કરી. સ્વરૂપ પ્રાપ્તિનો અંતર ઝુકાવ, પુરુષાર્થ કરતા નથી. પ્રમાદી (થઈનેપડ્યા છે). પ્રમાદના પોટલા (છે). આહા.! “(અને વિષય-કષાયમાં વર્તે છે). પાછું જોયું ? અતિ સ્વચ્છંદ છે ને ! મંદ ઉદ્યમ એટલે પુરુષાર્થ સ્વ તરફ કરતા નથી, પ્રમાદી છે અને એકલા વિષયકષાયમાં વર્તે છે એમ. આહા...હા...! એ પણ ડૂબેલા છે. એ પણ મિથ્યાત્વમાં જ પડ્યા છે એમ કહેવું છે. આહાહા..!
(તે વિશ્વરચ ૩૫રિ તરન્તિ) હવે ત્રીજો, ત્રીજો... ત્રીજો બોલ છે). બે બોલ કીધા, હવે ત્રીજો સમ્યક્દૃષ્ટિનો બોલ કહે છે). તે જીવો વિશ્વના ઉપર તરે છે કે” (યે સ્વયં સતત
જ્ઞાન ભવન્તઃ વર્મ પૂર્વત્તિ) આહા...હા...! જેઓ પોતે નિરંતર...” આનંદરૂપ થતા “જ્ઞાનરૂપ થતા–પરિણમતા...” જ્ઞાન એટલે વસ્તુ જે જ્ઞાનસ્વરૂપ છે તે રીતે પરિણતિમાં જ્ઞાનરૂપ થતા, એમ. આહાહા....! જાણવાના ક્ષયોપશમનું જ્ઞાન નહિ. આ તો કેવું સ્વરૂપ ચૈતન્ય છે તેવી રીતે તેનું જ્ઞાન થતા, તેનું પરિણમન થતા, એમ. આહા...હા...!
“જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા....” આહા..! વિશ્વના ઉપર તરતા એટલે રાગથી માંડીને બધી ચીજોથી ભિન્ન રહેતા. ઉપર તરતા એમ આવે છે ને ? ૧૪૪ (ગાથામાં) ઉપર તરતો' (શબ્દ) આવે છે ને ! ત્યાં આવે છે. વિશ્વ ઉપર તરતા. રાગથી માંડીને બધી ચીજથી ભિન્ન રહેતા. આ..હા...એ વિશ્વ ઉપર તરંતા એટલે ભિન્ન રહેતા. આહાહા..! જ્ઞાનીને રાગ હોય છતાં એનાથી તે ભિન્ન રહે છે. આહા...હા...! સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે તેના ધ્રુવના ધ્યાનમાં ધ્યેય તો ધ્રુવ છે. એની અંદર મગ્ન છે એ વિશ્વ ઉપર તરે છે. રાગથી માંડીને બધી ચીજથી ભિન્ન રહ્યા છે, એમ. તરે છે એટલે એનાથી ભિન્ન રહ્યા છે. આહા..હા...!
“તે જીવો વિશ્વના ઉપર તરે છે કે..” (ચે સ્વયં સતત જ્ઞાન ભવન્તઃ વર્ષ ન 7િ) એમ. જે પોતે નિરંતર જ્ઞાનસ્વરૂપ પરિણમતા થકા. જ્ઞાન એટલે આત્મસ્વરૂપ (તે રૂપે) પરિણમતા થકા. આખા આત્માના સ્વરૂપનું પરિણમન કરતા થકા. આહાહા..! કર્મ કરતા નથી.” રાગ આવે તેનો કર્તા થતો નથી, અકર્તાપણે જાણે છે. “અને....” (નીત પ્રકાશ ન યાન્તિ) “ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી –સ્વરૂપમાં ઉદ્યમી રહે છે). આહાહા..! ધર્મી જીવ તો સદાય સ્વરૂપ તરફના વલણથી ચૂકતા નથી. આ.હા...! ધ્રુવના ધ્યેયને ભૂલતા નથી. આ...હા.! એથી તે પ્રમાદને વશ થતા નથી. આહા...હા..! ભારે ભાઈ શ્લોક ! ‘અમૃતચંદ્રાચાર્યદેવે ટૂંકામાં ઘણું નાખ્યું છે ! ઘણું નાખ્યું છે !!
(નાતુ પ્રમાર વશ ન યાત્તિ) “કયારેય.... પણ. કદાચિત્ કહે છે ને ! “ખાતુ' શબ્દનો (અર્થ) આવે છે) ને ? કદાચિત્, ક્યારેય. એમ. અહીં “ક્યારેય’ નાખ્યું છે. પ્રમાદને વશ પણ થતા નથી...” આ.હા...હા...! એ સ્વરૂપને ભૂલી અને રાગને વશ થતા નથી. સ્વરૂપની જાગૃતિ તો ધર્મીને સદાય રહે છે. એને પછી ભેદજ્ઞાન કરવું પડતું નથી. આહા...હા...! ભેદજ્ઞાન