________________
શ્લોક-૧૧૧
૧૯૯ કે એનાથી મારું કલ્યાણ થશે એ (કર્મનયના પક્ષપાતી) પુરુષો ડૂબેલા છે... આ..હા..હા..! વ્રત ને તપ ને ભક્તિ, પૂજા ને શુદ્ધ. શુદ્ધ... શુદ્ધ છું એવો જે વિકલ્પ, એ પણ બંધનું કારણ છે એમ ન માનતા, એ નિર્જરા, ધર્મ છે એમ માને ઈ ડૂબી ગયા છે. આહાહા..! એ સંસારમાં મિથ્યાત્વમાં ડૂબી ગયા છે. આહા..હા...! મિથ્યાત્વ એ સંસાર છે.
આત્માની પર્યાય સિવાય સંસાર કાંઈ દૂર રહેતો નથી. એથી જે શુભાશુભ ભાવ થાય અને એમ માને કે, આ બંધનું કારણ નથી, મને લાભનું કારણ છે, એવી જે મિથ્યાષ્ટિ, એ મિથ્યાષ્ટિ એ સંસાર છે. આહા..! એ મિથ્યાત્વમાં ડૂબી ગયા છે એમ કહે છે. આહાહા...! દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી કલ્યાણ થશે એમ માનનારા મિથ્યાત્વમાં ડૂબી ગયા છે. આહા....! છે? ‘કર્મનયના આલંબનમાં તત્પર પુરુષો ડૂબેલા છે..” આહા.હા....!
કારણ કે તેઓ જ્ઞાનને જાણતા નથી.” સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! એ શુદ્ધ છે તેની પરિણતિને પ્રગટ કરતા નથી અને જાણતા નથી. આહા..હા...! રાગની ક્રિયા છે એમાં જે સર્વસ્વ માનીને બેઠા છે એ મિથ્યાત્વમાં ડૂબી ગયા, સંસારમાં ડૂબીને પડ્યા છે. આહા..હા....! કેમ ? કે, (જ્ઞાન જ નાનન્તિ) ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્ય વીતરાગમૂર્તિ, એને તો એ પર્યાયમાં જાણતા નથી, પર્યાયમાં એને અનુભવતા નથી, પર્યાયમાં એને શ્રદ્ધા, જ્ઞાનમાં લેતા નથી. આહાહા..! તે કારણે જ્ઞાનને એટલે આત્માની શુદ્ધ પરિણતિ એને નથી તેથી તે મિથ્યાત્વમાં ડૂબી ગયેલા છે. આહા..હા...!
(જ્ઞાનનય-BUM: પિ મના.) “જ્ઞાનનયના ઇચ્છક.” ઈચ્છક કીધા છે. જ્ઞાનનય પ્રગટ્યું છે એમ નહિ. અનુભવ પ્રગટ્યો છે એમ નહિ. આત્મા શુદ્ધ ચૈતન્ય છે એ અનુભવમાં આવ્યો છે એમ નહિ, ફક્ત જ્ઞાનના ક્ષયોપશમની ધારાને ઇચ્છયા કરે છે. ઉઘાડ થયો એટલે જાણે અમને જ્ઞાન થઈ ગયું ! આહાહા...! “જ્ઞાનનયના.... “ષિા:” શબ્દ છે ને! જ્ઞાનનયના શોધનારા, જ્ઞાન પ્રગટ્યું નથી. જ્ઞાનાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ ! એ દૃષ્ટિમાં, જ્ઞાનમાં અને પરિણતિમાં આવ્યો નથી. ફક્ત જ્ઞાનના ક્ષયોપશમમાં.. આ..હા...! તેના ઇચ્છુક ‘(અર્થાત્ પક્ષપાતી).” જ્ઞાન ઉઘડ્યું એનો ફક્ત પક્ષપાતી કે અમને આનાથી મોક્ષ થશે. ભલે અમે વિષય-કષાય ગમે તેટલા સેવીએ પણ અમારે આ જ્ઞાન થયું એનાથી મુક્તિ થશે. એ પણ ડૂબી ગયા છે. આ...હા...!
જેમ પુણ્ય-પાપના પક્ષકાર મિથ્યાત્વમાં ડૂળ્યા છે એમ જ્ઞાન-પરિણતિ, શુદ્ધ શ્રદ્ધા-જ્ઞાન છે નહિ, અનુભવ અંતર વસ્તુ નથી, અંતર (સ્વરૂપ) સન્મુખ દૃષ્ટિ થઈ નથી, અંતર્મુખ કરતો નથી. ફક્ત વર્તમાનમાં જ્ઞાનના ક્ષયોપશમ દ્વારા અમને આ ધર્મ થયો એમ માને એ પણ મિથ્યાત્વમાં ડૂબી ગયા છે. આહા...હા...! અમે સમ્યક્દૃષ્ટિ છીએ, અમને હવે વિષયકષાય ભોગવવામાં શું વાંધો છે ? એમ માનનારા (મિથ્યાત્વમાં ડૂબી ગયા છે). આહાહા... વિષય-કષાય ભાવ, ભાઈ ! દુઃખરૂપ છે. ભગવાનનો સ્વભાવ તો આનંદ છે. એ આનંદની