________________
૧૧૨
સમયસાર સિદ્ધિ-૬ થઈને મોક્ષ જશે. “ષ્ક્રિાંતિ વરિયમ' એવો પાઠ છે. આહાહા.! અહીં (અજ્ઞાની) એકલા વ્રત ને નિયમ ને ક્રિયાઓ, વ્યવહારની વાત (કરે) એનાથી મોક્ષ થશે (એમ કહે). આ.હા...! શું થાય આમાં ?
અહીં (કહે છે), પરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો....” એટલે પેલા વિદ્વાન જે કીધા હતા તે. તે આખોય નિષેધવામાં આવ્યો છે; કારણ કે તે મોક્ષહેતુ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો” આહાહા...! વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાનો ભાવ. આહા..હા..! એ તો અન્યદ્રવ્યના સ્વભાવવાળો હોવાથી (અર્થાત્ પુદ્ગલસ્વભાવી) હોવાથી.” આહા..હા...! એ રાગની ક્રિયા (છે) એ પુદ્ગલસ્વભાવી છે, આ...હા...! એ ભગવાન સ્વભાવી નહિ. આહા...હા...! એક લીટી, એક ગાથા પણ બરાબર સમજે તો (કલ્યાણ થઈ જાય). પણ એમને એમ મોટા મોટા થોથા વાંચે ને એ.ઈ..! દસદસ હજાર, વીસ-વીસ હજાર માણસ ભેગું થાય. ઓ.હો...હો..! ભારે કર્યો, ભારે કર્યો એમ લોકો કહે.
મુમુક્ષુ :- ભારે કર્યો !
ઉત્તર :– ભારે એટલે આમ તો અનુકૂળ એમ કહેવા માગે છે). ભારે પ્રભાવના થઈ ! સભામાં વીસ હજાર માણસ ! આ..હા..હા...! એમાં શું થયું? કીડીયુંનાં ઢગલા બધા ભેગા થયા એટલે. કીડીના ઢગલા ભેગા થાય એટલે કંઈ ઈ માણસની સંખ્યા ગણાય ? આહા..હા...
અહીંયાં પ્રભુ કહે છે, “કુંદકુંદાચાર્યદેવ', “અમૃતચંદ્રાચાર્યદેવ મહાસંત ભગવંત સ્વરૂપે છે, એ એમ કહે છે, આ.હા....! કે, વ્રત ને તપ ને શીલ ને સંયમ ને દમન એ અન્ય દ્રવ્યનો સ્વભાવ છે, ભાઈ ! તારા દ્રવ્યનો સ્વભાવ નહિ, પ્રભુ ! આહા..હા..! એ તો પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ છે, ભાઈ ! આહા...હા..! છે ?
અન્ય દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુદ્ગલસ્વભાવી) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી...એ વ્રત ને તપ ને ભક્તિ લાખ, કરોડ, અબજ કર તું. આહા...હા...!
છ ઢાળામાં આવે છે ને ! “લાખ વાતની વાત, નિશ્ચય ઉર આણો, છોડી જગત દ્રુદ્ધ ફંદ નિશ્ચય આતમ ઉર ધ્યાવો” “છ ઢાળામાં આવે છે. આહા..હા..! પહેલાના પંડિતો(એ) બહુ સારું કામ (કર્યું છે). “ટોડરમલજી’, ‘બનારસીદાસ”, “ભાગચંદજી' બહુ કામ કરી ગયો, માળા ! આહાહા...! ભલે ગૃહસ્થાશ્રમમાં હોય) પણ દર્શનશુદ્ધિની બહુ સરસ વાત (કરી ગયા). આહા..હા...!
“તેના સ્વ-ભાવ વડે જ્ઞાન” એટલે આત્મા. વ્રત ને તપ ને ભક્તિ આદિના રાગથી આત્માના જ્ઞાનનું ભવન થતું નથી....એથી આત્માનો નિશ્ચય સ્વભાવ શુદ્ધ છે, તેનું થવું નથી. આહા..હા...! આ વ્યવહારની આટલી આટલી ક્રિયાઓ લાખ, કરોડ કરે પણ) ક્લેશ છે, કહે છે. એનાથી આત્માના સ્વભાવનું પરિણમવું એ નથી. આહાહા..! આકરું કામ,