________________
૧૭૧
ગાથા-૧૬૧ થી ૧૬૩
‘અહીં કોઈ ભ્રાંતિ કરશે કે મિથ્યાષ્ટિનું યતિપણું ક્રિયારૂપ.... પંચ મહાવ્રતાદિ ક્રિયારૂપ ‘બંધનું કારણ છે, સમ્યફદૃષ્ટિનું છે જે યતિપણું...” શુભ ભાવ પંચ મહાવ્રતાદિ એ “શુભ ક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે.” એમ કોઈ અજ્ઞાની માને છે. “કારણ કે આત્માનું) અનુભવજ્ઞાન તથા દયા, વ્રત, તપ, સંયમરૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે.” એમ કેટલાક અજ્ઞાની માને છે. “આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. કળશની રાજમલજીની ટીકા છે.
ત્યાં સમાધાન આમ છે કે – જેટલી શુભ-અશુભ ક્રિયા આ..હા..હા.! ચાહે તો હિંસા, જૂઠું, ચોરીના ભાવ, ચાહે તો દયા, દાન, વ્રત, સંયમ, શીલના ભાવ (હો), આહા...! દયા, દાન, વ્રત, તપ, સંયમના વિકલ્પ. “બહિર્શલ્પરૂપ વિકલા અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઈત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે. સમ્યક્દષ્ટિ-મિથ્યાષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી (કૃત્યથી) એવો બંધ છે....... આહાહા...! “શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે.’ આહાહા...! લખાણ મોટું છે, આખા બે પાના ભર્યા છે. (આપણે) હવેનો શ્લોક આવશે ને ! ૧૧૦ માં આવશે. હવે ૧૦૯ આવશે પછી ૧૧૦ માં આવશે. એમાં એ છે. આહાહા.!
ચારિત્ર જે આત્માના આનંદમાં રમવું, અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન કરવું, પ્રચુર વેદન ! અલ્પ વેદન તો સમકિતીને પણ ચોથે ગુણસ્થાને હોય છે પણ જેને સાચું મુનિપણું હોય છે એમને અતીન્દ્રિય આનંદ પ્રચુર હોય છે. અતીન્દ્રિય આનંદ જે અંદર સ્વરૂપમાં છે, એ પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન થાય છે એ ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, એને રોકનાર આ કષાય છે. આહાહા...! એનાથી વિરુદ્ધ તો પુણ્યભાવ છે. આહા...હા...! એ ચારિત્ર જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એનાથી વિરુદ્ધ ભાવ, અંદર કહ્યા ને ! દયા, દાન, વ્રતાદિ ભાવ, એ બધા.. આ હા...કષાય છે. તે તો પોતે કર્મ જ છે.” એ કષાય તો કર્મ જ છે, એ કંઈ આત્મા નહિ. આ.હા...હા...! આકરું કામ બહુ, ભાઈ ! દરકાર ક્યાં છે ? એમને એમ જગતમાં જ્યાં જન્મ્યો એમાં જે કોઈ માથે બેઠા હોય (એણે જે કહ્યું એ હા પાડી. જાવ ! જિંદગી પૂરી. આ..હા..! ચાર ગતિમાં રખડવું છે, બાપુ ! ચોરાશી લાખ યોનિ ! એક એકમાં અનંતવાર અવતાર કર્યા. મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્રને કારણે). આહાહા...!
એ અહીંયાં કહે છે કે, ચારિત્ર જે છે સ્વરૂપમાં ચરવું, આનંદમાં રમવું એવી જે ચારિત્રની દશા એ તો મોક્ષનું કારણ છે, એનાથી વિપરીત કષાય ભાવ છે. ચાહે તો વ્રત, તપ, દયા, દાનના વિકલ્પ ઊઠે છે એ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે.. આ..હા..! એ કષાય છે. તે તો પોતે કર્મ જ છે....” એ આત્મા નહિ. એ તો સ્વયે રાગ કર્મ જ છે. આહા..હા...! ભાવકર્મ !
‘તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રપણું થાય છે. રાગના ઉદયથી જ, પ્રગટપણાથી