________________
૧૮૨
સમયસાર સિદ્ધિ-૬
બહા૨ વ્રત ને તપ ને ભક્તિ, પૂજા કરીને કાય ક્લેશ કરીને મરી જાય. આવી વાત છે, પ્રભુ !
આહા...હા...! આપોઆપ દોડ્યું આવે છે.' શું કહે છે ? કે જેને રાગની મંદતાની પણ અપેક્ષા નહિ. એ નિર્મળ અવસ્થા આપોઆપ દોડતી આવે છે, આમ નિર્મળ થઈને આવે છે. આહા..હા..! શુદ્ધ સ્વરૂપ ભગવાનઆત્મા પૂર્ણાનંદ ! તેના અવલંબનથી જે સમ્યગ્દર્શન, જ્ઞાન શુદ્ધ થયું એ દોડતી પર્યાય ઉત્પન્ન થાય છે. એને કોઈની અપેક્ષા નથી. સ્વયં ધાવતિ' `સ્વયં ધાવતિ પોતાથી, પોતાના પુરુષાર્થથી આ ત્રણે વીતરાગ દશા પ્રગટ થાય છે). સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે વીતરાગ દશા છે. આહા..હા...! કેમકે પ્રભુ પોતે જિનસ્વરૂપ છે. આત્મા ઘટ ઘટ અંત૨ જિન વસે ને ઘટ ઘટ અંત૨ જૈન, મતમદિરા કે પાન સો મતવાલા સમજે ન’ ઘટ ઘટ અંત૨ જિન વસે’ પ્રભુ ! અંદર વીતરાગમૂર્તિ આત્મા છે. તેની શક્તિ – સ્વભાવ ત્રિકાળી વીતરાગ સ્વરૂપ છે. જિનસ્વરૂપી આત્મા છે. આહા..હા...! સ્વભાવ ! એ જિનસ્વરૂપમાંથી.. આ..હા..હા..! આશ્રય લઈને જે પર્યાય થઈ એ સ્વયં પોતાથી (થઈ છે). કોઈ સંહનન કે મનુષ્ય કે દેવ-ગુરુની કૃપાથી કે મદદથી એ શુદ્ધ પરિણિત થાય છે એમ નથી. સ્વયં આપોઆપ દોડતી આવે છે. આહા..હા...! જેમ આયત દોડતી આવે છે કહ્યું છે એમ અહીંયાં સ્વયં દોડતી આવે છે (એમ કહ્યું છે). દોડતી કહે છે ને ? આહા..હા...! એક પછી એક નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. આહા..હા..! કેમકે પર્યાય તો એક સમયની અવસ્થા છે, ધ્રુવ ત્રિકાળ છે. એક સમયની અવસ્થાની પાછળ બીજા, ત્રીજી.. એમ એક પછી એક દોડતી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે. એ પરિણતિને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. આવું છે, ભગવાન ! આ..હા...!
૭૨ ગાથામાં ભગવાન તરીકે તો બોલાવે છે. સમયસાર'ની ૭૨ ગાથા છે. આચાર્યમહારાજ પોતે ભગવાનઆત્મા એમ કહે છે). આ..હા..હા...! ૭૨મી ગાથામાં છે. ભગવાનઆત્મા ! એમ કરીને બોલાવે છે. આ..હા...! હે જીવ કર્મસહિત, એમ કહીને નથી બોલાવતા. આહા..હા...! ભગવાનઆત્મા ! એ તો રાગ પુણ્યની ક્રિયાથી ભિન્ન એવો ભગવાનઆત્મા છે. આહા..હા...! એ ભગવાનઆત્માના અવલંબનથી જે નિષ્કર્મ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની વીતરાગ અવસ્થા છે એ દોડતી પ્રગટ થાય છે. એક પછી એક, એક પછી એક.. વીતરાગી પર્યાય જ ઉત્પન્ન થાય છે. મોક્ષમાર્ગનો આશ્રય લેનાર, મોક્ષમાર્ગ કી પર્યાય કા આશ્રય દ્રવ્ય, દ્રવ્યનો આશ્રય લેનારી એ પર્યાય એક પછી એક દોડતી ઉત્પન્ન થાય છે. આહા..હા...! સાંભળતા આ વાત જ આકરી લાગે.
અત્યારે તો વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો, સાધુ થઈ જાઓ, લૂગડાં છોડીને નગ્ન (થઈ જાઓ). હવે નાગા અનંત વાર થયા છે. પંચ મહાવ્રતના પરિણામ (અનંત વા૨ કર્યા). મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો’ ઈ છ ઢાળા’માં આવે છે. પણ આત્મજ્ઞાન