________________
શ્લોક-૧૦૯
૧૮૩
બિન લેશ સુખ ન પાયો' એ પંચ મહાવ્રતના પરિણામ દુઃખ છે, આસ્રવ છે. આહા..હા...હા...! પણ આત્મજ્ઞાન, આનંદનો અનુભવ એ વિના સંસારમાં ભટક્યો. પંચ મહાવ્રત પાળ્યા, દિગંબર મુનિ દ્રવ્યલિંગી (થયો). દ્રવ્યલિંગી મુનિપણું નગ્ન વસ્ત્રનો કટકો ન રાખે, એમાં શું થયું? અંતરમાં દૃષ્ટિનો અનુભવ નહિ, સમ્યગ્દર્શન (નહિ), આનંદનો સ્વાદ આવ્યો નહિ તો એ ક્રિયાકાંડ તો પરિભ્રમણનું કારણ છે. આહા..હા..!
“એવું જ્ઞાન આપોઆપ દોડ્યું...” એટલે પર્યાય. જ્ઞાન એટલે અહીંયાં આત્માના જ્ઞાનની પર્યાય, સમકિતની પર્યાય, ચારિત્રની પર્યાય, બધાને જ્ઞાન કહીએ. એ “જ્ઞાન આપોઆપ દોડ્યું આવે છે.” આ...હા..હા..! આપોઆપ ! સ્વયં અને આપોઆપ. શુદ્ધ ચૈતન્ય ભગવાનનું અવલંબન લેવાથી જે સમ્યગ્દર્શન, જ્ઞાન થયા એ સ્વયં પોતાથી અને દોડતા આવ્યા. એક પછી એક પછી એક શુદ્ધ પરિણતિ તેને પ્રગટ થાય છે અને શુદ્ધ પરિણતિ પૂર્ણ થઈ જાય એ મોક્ષ છે. આ.હા..! સમજાણું કાંઈ ?
ભાવાર્થ :- “કર્મને દુર કરીને...” (અર્થાતુ) શુભાશુભ ભાવને દૂર કરીને પોતાના સમ્યક્ત્વાદિસ્વભાવરૂપે પરિણમવાથી...” પોતાના સમ્યગ્દર્શન-જ્ઞાન સ્વભાવરૂપ પરિણમવાથી (એટલે કે) પર્યાયમાં પરિણમન કરવાથી, અવસ્થા પ્રગટ કરવાથી. “મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે....” એ જ્ઞાનનું સમકિત, જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનનું ચારિત્ર આપોઆપ પ્રગટ થાય છે. ત્યાં પછી તેને કોણ રોકી શકે ?’ આહા...હા...! વિકાર પણ પોતાથી થાય છે, એ કંઈ કર્મથી નથી થતો. ‘કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ સ્તુતિમાં આવે છે. બધા એમ કહે કે, રાગ કર્મથી થાય છે, કર્મથી થાય છે. અરે..! કર્મ તો જડ છે, ધૂળ છે અને રાગ, વિકાર તો અરૂપી તારી દશામાં છે. તેને તો કાઢી નાખવા માટે પુદ્ગલનો કહ્યો છે. છે તો તારી પર્યાયનો વિકાર. સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે કે, મોક્ષના કારણરૂપ થતો પોતાનો આત્મા, તેની પર્યાય, આપોઆપ પ્રગટ થાય છે. તેને વ્યવહારની પણ અપેક્ષા નથી કે, મંદ રાગનો વ્યવહાર કર્યો તો આ શુદ્ધ સમકિતદર્શન થયું (એમ) એની અપેક્ષા નથી. આહા..હા...! એ માટે સ્વયં કહે છે અને દોડ્યું આવે છે એમ કહ્યું). અંદરથી એક પછી એક નિર્મળ પર્યાય ચાલી આવે છે. દ્રવ્યનું અવલંબન લીધું તો અંદર શુદ્ધ પરિણતિ એક પછી એક દોડતી આવે છે. આહા..હા..! આવો માર્ગ છે. સંપ્રદાયમાં તો આકરું પડે. ધમાલ... ધમાલ...! એ... મોટા મંદિર બનાવો ને પ્રતિષ્ઠા કરી ને એમાં ઇન્દ્રો બને ને એમાં લાખ-લાખ રૂપિયાના ઇન્દ્રોને (એમ થાય કે, જાણે ધર્મ થઈ ગયો ! ધૂળેય ધર્મ નથી.
મુમુક્ષુ :- ધર્મનું કારણ તો થાય ને ? ઉત્તર :- બંધનું કારણ છે. શું કહ્યું ? મુમુક્ષુ – ધર્મનું કારણ થાય.