________________
૧૯૨
સમયસાર સિદ્ધિ-૬
સાત ડિમા છે તોપણ હજી અમને કોઈ પૂછતું નથી એટલે અગિયાર પડિમા લઈ લેશું. પછી લોકો પૂછે તો ખરા ! અરે......! એ ‘રાજકોટ’ આવ્યા હતા, ‘રાજકોટ’ ! પંચ ક્લાયણકમાં (આવ્યો હતો). ઈ તો એકલા ક્રિયાકાંડ. આત્મા કોણ છે ? રાગથી ભિન્ન છે, એ રાગની ક્રિયાના કર્તા માનવું એ મિથ્યાદષ્ટિ છે. રાગ આવે છે જરૂર, પણ જ્ઞાની તેને કર્તાપણે કરવાલાયક છે એમ માનતા નથી અને રાગમાં પોતાપણાની બુદ્ધિ નથી અને પરબુદ્ધિ તરીકે તેને જાણે છે કે, જાણવાલાયક ચીજ છે. પણ છે બંધનું કારણ. ધર્મીને પણ રાગ આવ્યો એ બંધનું કારણ (છે). આહા..હા..!
છà ગુણસ્થાને સાચા સંત હો એમને પંચ મહાવ્રતના વિકલ્પ આવે છે, પણ છે રાગ. એને છોડીને સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે અપ્રમત્ત દશા સાતમે (ગુણસ્થાને) આવે છે. અને છઠઠ્ઠું (ગુણસ્થાન) પણ પહેલાં સમ્યગ્દર્શન થયું હોય એને મુનિપણું આવે છે. સમ્યગ્દર્શનના હજી ઠેકાણા ન હોય (ત્યાં મુનિપણું કયાંથી હોય ) શરીરની ક્રિયા હું કરી શકું છે, ૫૨ની દયા પાળી શકું છે (એમ માનના૨) તો બધા મિથ્યાસૃષ્ટિ છે. પોતાની પર્યાયમાં વિકાર થાય છે તો એ વિકા૨ કર્મથી થાય છે (એમ માનના૨) મિથ્યાષ્ટિ છે. કર્મ તો જડ છે. કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ' મારી ભૂલ અધિક છે. કર્મ તો જડ છે. અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ.’ ભજનમાં આવે છે. આ..હા...!
અહીંયાં કહે છે, અવશપણે...’ અવશ એટલે બળજોરી નહિ, જ્ઞાનીને કરવાનો ભાવ નથી, પણ અવશપણે પુરુષાર્થની કમીથી રાગ આવે છે. તે તો બંધનું કારણ છે,... સભ્યષ્ટિને અને મુનિને પણ જે પંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે, સમ્યક્દષ્ટિને જે દયા, દાન, ભક્તિના પરિણામ આવે છે એ બંધનું કારણ છે. આહા..હા..!
મુમુક્ષુ :– અવશપણે એટલે કર્મના ઉદયના કારણે ?
ઉત્તર :– એટલે પોતાનો કરવાનો ભાવ નથી, પણ પુરુષાર્થની નબળાઈથી આવે એ અવશ, પરવશ થઈ ગયો. નિમિત્તને આધીન થઈ ગયો. નિમિત્તે કરાવ્યું નથી. નિમિત્તને આધીન થઈ ગયો. પુરુષાર્થની કમી એ અવશ, પરવશથી (થયો છે). પરવશ પણ પોતે પોતાથી થયો છે, પરવશ બીજો કરાવે છે એમ નહિ. આહા..હા...! તે તો બંધનું કારણ થાય છે...’ છે ? પરવશપણે નામ પોતાનો કરવાનો ભાવ નથી, એમાં સુખબુદ્ધિ નથી, હિતબુદ્ધિ નથી (અને) રાગ આવે છે તો અવશ કહેવામાં આવ્યું. એ બંધનું કારણ છે.
(પ્રત્ વ પરમ જ્ઞાનં સ્થિતમ્) એક ૫૨મ જ્ઞાન સ્વરૂપ નિર્મળ પરિણિત તે એક જ મોક્ષનું કારણ છે. આહા..હા...! શુદ્ધ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! રાગના વિકલ્પથી નિર્વિકલ્પ ભિન્ન ચીજ છે, એ નિર્વિકલ્પ સ્વભાવના આશ્રયે જે નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, જ્ઞાન થયું એ તો મોક્ષનું કારણ છે. એ બંધનું અંશે પણ કારણ નથી. એમાં આનાથી પણ સ્પષ્ટ લીધું છે કે, રાગ છે એ અંશે પણ મોક્ષનું કારણ નથી. બિલકુલ બંધનું કારણ છે. અને