________________
શ્લોક-૧૧૦
૧૯૧ ઉત્તર – કીધું કે, સ્વસંવેદનમાં જ્યારે મુનિ થાય છે, આત્માના આનંદનું ઉત્કૃષ્ટ વેદન (થાય) એ દશામાં મહાવ્રતના પરિણામ આવે છે, પણ છે બંધનું કારણ. એ તો કહે છે કે, આત્મદ્રવ્યના અવલંબને જેટલું સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર થયું એ મોક્ષનું કારણ છે) અને વચમાં પંચ મહાવ્રત, અઠ્યાવીસ મૂળગુણ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનો વ્યવહાર આવે છે એ બંધનું કારણ છે. જો ન આવે તો વીતરાગ થઈ જાય. અને બિલકુલ જ્ઞાનપરિણતિ ન હો, શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ન હોય તો મિથ્યાદૃષ્ટિ છે, મિથ્યાત્વ છે. એને એક ધારા છે. આ તો બે ધારા છે. શુદ્ધ પરિણતિ પણ છે અને અશુદ્ધ પરિણતિ પણ છે. આહાહા....
(અહીંયાં કહે છે), ‘તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. એમાં એમ લખ્યું છે કે, સમ્યગ્દર્શન (અને) મિથ્યાદર્શન (સાથે) રહેવામાં વિરોધ છે. પણ વીતરાગી પરિણતિ અલ્પ છે એમાં રાગ આવવો એ કાંઈ વિરોધ નથી. રાગ આવે છે પણ છે બંધનું કારણ. બંધનું કારણ અને મોક્ષનું કારણ એકસાથે રહેવામાં વિરોધ નથી.
મુમુક્ષુ - સાધકને બાધક હોય જ.
ઉત્તર :- હોય જ, સાધક કોને કહે ? સાધક છે ત્યાં સુધી થોડો બાધક ભાવ તો આવે જ છે. પૂર્ણ સાધ્ય સિદ્ધ કેવળી થઈ ગયા તેમને રાગ નથી). કાં એકલા રાગને ધર્મ માનનાર મિથ્યાષ્ટિને એકલી અજ્ઞાન ધારા છે. એને સમ્યગ્દર્શન છે નહિ. આહાહા...! પરંતુ અહીં એટલું વિશેષ જાણવું જોઈએ કે આત્મામાં...” “
નવશતઃ વત્ સમુન્નતિ) “અવશપણે....” જે રાગ આવે છે, કર્મ એટલે રાગ, રાગ કરવાનો ભાવ નથી પણ રાગ આવ્યા વિના રહે નહિ. પુરુષાર્થની કમજોરી છે ને ! ચોથ, પાંચમે, છઠ્ઠ ગુણસ્થાને રૌદ્રધ્યાન પણ છે. પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આર્તધ્યાન છે. મલિન (ભાવ) આવે છે પણ નિર્મળ પણ સાથે છે અને મલિન પણ સાથે છે. મલિન છે તે બંધનું કારણ છે અને નિર્મળ છે એ મોક્ષનું કારણ છે). આ..હા..! એકલા પંચ મહાવ્રત પાળે છે એ તો મિથ્યાદૃષ્ટિ છે. પંચ મહાવ્રતના પરિણામ આસ્રવ છે તેને ધર્મ માને છે એ તો મિથ્યાષ્ટિની ધારા એક જ છે. પણ પોતામાં શુદ્ધ ચૈતન્યના આશ્રયે સમ્યગ્દર્શન થયું અને પંચ મહાવ્રતના પરિણામ બંધનું કારણ છે એમ દૃષ્ટિ થઈ, આગળ જતાં) તેની
સ્વસંવેદનની દશા ઉગ્ર થઈ ગઈ તો પંચ મહાવ્રતના પરિણામ આવે છે. તો ધારા નિર્મળ પણ છે અને મલિન પણ છે. મલિન ધારા બંધનું કારણ છે, નિર્મળ ધારા મોક્ષનું કારણ છે. આહાહા...! સમજાણું કાંઈ ? આવું ઝીણું પડે. આ..હા...! આ તો લઈ લ્યો પડિયા ! પણ હજી સમ્યગ્દર્શન વિના પડિમા-ફડિમાં આવી ક્યાંથી ? બે પડિમા, ચાર પડિમા, સાત પડિમાં, અગિયાર પડિમાં.
મુમુક્ષુ - સાત પડિમા સુધી તો કોઈ એનો ભાવ ન પૂછે. ઉત્તર :- ક્યાં પડિમા) છે ? આ છે ને, એક જણો અહીં આવ્યો હતો. મારી પાસે