________________
શ્લોક-૧૧૦
૧૯૫
પ્રગટ્યું છે (ત્યાં) અનંત ગુણની શુદ્ધિનો અંશ પ્રગટ્યો છે. આહા.હા...! તે અનંત ગુણની શુદ્ધિનો અંશ જે પ્રગટ્યો છે તે પોતાનું કાર્ય કરે. જાણવા-દેખવાનું કે નિર્જરાનું (કાર્ય કરે) અને પુણ્ય-પાપ ભાવ બંધનું કાર્ય કરે.
જેટલા અંશ શુભાશુભ કર્મધારા છે.' આ..હા..! પુણ્ય અને પાપના જેટલે અંશે ભાવ છે તેટલા અંશે કર્મબંધ થાય છે...' લ્યો ! એક કો૨ એમ કહ્યું કે, સમિકતીને બંધ નથી. એમાંથી લોકો પકડે, જુઓ ! સમિકતીને (બંધ નથી). દીપચંદજી’એ ઈં પકડ્યું હતું ને ! કે, સમિકતીને દુ:ખ હોય નહિ. અહીં કહે છે, શુભાશુભ ભાવ છે (તો) દુઃખ હોય. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી થોડો આનંદનો પણ અનુભવ હોય અને શુભાશુભ ભાવનું દુ:ખનું પણ વેદન હોય. આહા..હા...! પોતાના પક્ષમાં પકડાય જાય ને ત્યારે આકરું પડે. એને છૂટવું આકરું પડે.
અહીં તો યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી મુનિ છઠ્ઠ ગુણસ્થાને હોય એને જેટલી શુદ્ધિ પ્રગટી છે એ તો નિર્જરાનું કામ કરે પણ એની સાથે પંચ મહાવ્રત આદિના પરિણામ છે એ બંધનું કામ કરે. આહા..હા...! બે એ રીતે રહેવાને વિરોધ નથી.
જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે...’ પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં પણ લીધું છે ને ! પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં ત્રણ ગાથા આવે છે ને ! જેટલે અંશે રાગ એટલે અંશે બંધ અને જેટલે અંશે ધર્મ - સમ્યગ્દર્શન, તેટલે અંશે નિર્જરા. ત્રણ ગાથા છે – દર્શન, જ્ઞાન અને ચારિત્ર. પુરુષાર્થસિદ્ધિ ઉપાય' ! કઈ અપેક્ષાએ કથન છે એમ ન સમજે (પછી) એકાંત તાણે કે, સમ્યગ્દર્શન થયું એટલે પછી એને ઉદય આવીને ખરી જાય છે. ઉદય આવી ખરી જાય છે પણ ઉદયમાં જોડાય છે કે નહિ ? જોડાતો ન હોય તો તો વીતરાગ થઈ જાય. આ...હા...! એટલું પોતાની દશામાં પરાધીન (થઈને) કર્તાભોક્તાના પરિણામ થાય. જ્ઞાનનયમાં એમ કહ્યું કે, જ્ઞાનીને પણ કર્તા અને ભોક્તાના પરિણામ થાય છે. પણ એ કર્તા-ભોક્તાના જેટલા અશુદ્ધ પરિણામ છે એ બંધનું કારણ છે અને જેટલી દ્રવ્યને આશ્રયે શુદ્ધતા થઈ છે એ પવિત્રતાનું કારણ છે. આહા..હા....! જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે.’ જોયું ? એટલા અંશે કર્મ નિર્જરે
છે.
‘વિષય-કષાયના વિકલ્પો...' હોય છે. આહા..હા..! સમ્યક્દષ્ટિ છ ખંડના રાજમાં પડ્યો હોય, છન્નુ હજાર સ્ત્રી હોય, એના તરફનો રાગ પણ હોય અને આત્મા તરફના સમ્યગ્દર્શનની શુદ્ધતા પણ હોય. બેય સાથે હોય છે. ‘વિષય-કષાયના વિકલ્પો...' હોય કે વ્રત-નિયમના વિકલ્પો...’ પેલા અશુભ લીધા અને આ શુભ (લીધા). ‘શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં...' શુદ્ધ સ્વરૂપનો વિચાર શબ્દ વિકલ્પ છે. એ સુદ્ધાં ‘કર્મબંધનું કારણ છે;... આહા..હા...! શુદ્ધ છું, પવિત્ર છું એવો જે વિકલ્પ ઊઠે છે એને અહીં વિચાર કહીને એ બંધનું કારણ (કહ્યું