________________
૧૯૪
સમયસાર સિદ્ધિ-૬ કમી છે એટલો શુભાશુભ ભાવ પણ થાય. એ બંને સાથે રહેવામાં વિરોધ નથી. - મિશ્રમાં તો જરી અંતર્મુહૂર્તની સ્થિતિ છે. કુદેવને પણ માને અને સુદેવને પણ માને એવી એક સૂક્ષ્મ સાધારણ વાત છે.
અહીંયાં તો રાગધારા અને આત્માની શુદ્ધિધારાની વાત છે. ચારિત્રમોહનો ઉદય હોય, રાગ-દ્વેષ હોય, વિષયકષાય પણ હોય અને એક બાજુ આત્માની તરફની દૃષ્ટિ, જ્ઞાન અને નિર્મળતા પણ હોય. યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી બે ધારા હોય છે.
(તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધ નથી).” મિથ્યાજ્ઞાન અને સમ્યફજ્ઞાન એક સમયમાં બે સાથે હોઈ શકે નહિ. એમ કર્મસામાન્ય. સામાન્ય એટલે શુભ-અશુભ. શુભ હો કે અશુભ ભાવ હો અને આત્માની શુદ્ધતા. સમ્યગ્દર્શનની શુદ્ધતા, જ્ઞાનનું અંશે વેદન અને સ્વરૂપનું આચરણ વગેરે. એવી ધારા સાથે રહેવામાં) વિરોધ નથી. કર્મસામાન્ય એટલે શુભાશુભ ભાવ અને આ બાજુમાં સ્વભાવને આશ્રય થયેલી શુદ્ધતા, બેયને એકસાથે રહેવામાં વિરોધ નથી.
“તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે. આહાહા...! શુભાશુભ ભાવ થાય એ પોતાનું બંધનું કાર્ય કરે છે. કોઈ વખતે એમ આવે કે, સમ્યદૃષ્ટિને બંધ નથી. ત્યાં એકાંત તાણી લે એમ નહિ. એ તો દૃષ્ટિના જોરની અપેક્ષાએ બંધ નથી અને ભોગ નિર્જરાનો હેતુ છે એમ પણ કહ્યું. પણ એ ભોગનો ભાવ કંઈ નિર્જરાનો હેતુ નથી. એ ભાવ હોય છે, એ ભાવ પોતાનું બંધનું કાર્ય કરે. આહાહા..!
મુમુક્ષુ :- સમ્યક્દષ્ટિનો ભોગ તો નિર્જરાનો હેતુ કહેવાય છે.
ઉત્તર :- ઈ તો દૃષ્ટિના જોરની અપેક્ષાએ વાત છે. (બાકી) ભોગ છે એ રાગ છે. રાગ છે એ બંધનું કારણ છે. ઈ તો દૃષ્ટિના જોરની અપેક્ષાએ શુદ્ધ ચૈતન્ય ધ્રુવ ઉપર જોર છે (એટલે કહ્યું). પરમ સ્વભાવભાવ પારિણામિક ત્રિકાળ જ્ઞાયકભાવ, એના આશ્રમમાં પડ્યો છે એ જોરથી એને રાગાદિ આવે એ ખરી જો એમ કહે. આહા...! જેમ ભગવાનને હાલવા-ચાલવાનો ઉદય આવે છે એ પણ ખરી જાય છે. ક્ષાયિકભાવ છે ને !
અહીંયાં તો પુણ્ય-પાપના ભાવમાંથી ગમે તે કર્મસામાન્ય હો, રૌદ્રધ્યાન પણ હોય. પાંચમે ગુણસ્થાને, લ્યો ! છ આર્તધ્યાન હોય, ચોથે-પાંચમે રૌદ્રધ્યાન હોય. એવા બે ભાગ હોય છે. તેથી તેમાં કર્મ પોતાનું કાર્ય કરે છે.” શુભ-અશુભ ભાવ આવે એ બંધનું કાર્ય કરે અને “જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જ્ઞાન એટલે શુદ્ધ પરિણતિ હોં! પર્યાયમાં જેટલું સમ્યગ્દર્શન, જ્ઞાન શુદ્ધ થયું છે એટલું જ્ઞાન પોતાનું કાર્ય કરે. એટલે કે, એ તો નિર્જરાનું કાર્ય કરે. આહાહા..! એક સમયમાં બે હોઈ શકે છે. અંધકાર અને પ્રકાશમાં વિરોધ છે, એમાં અવિરોધ નથી. પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય અને અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય. એમ આ વિરોધ નથી. ચૈતન્યની દ્રવ્યદૃષ્ટિ ધ્રુવને) ધ્યેય કરીને જ્યાં શુદ્ધ ચૈતન્ય પર્યાયમાં