________________
૧૯૬
છે). આહા..હા...!
જેટલે અંશે વીતરાગ સ્વરૂપ પ્રભુ છે, એને આશ્રયે જેટલે અંશે વીતરાગતા પ્રગટી છે તેટલે અંશે કર્મની નિર્જરા છે. આ..હા...! જેટલી સ્વને આશ્રયે પરિણતિ પ્રગટી છે એ નિર્જરાનું કારણ છે અને પરલક્ષે જેટલા શુભાશુભ થયા એટલું બંધનું કારણ છે. આ..હા...! મુમુક્ષુ :વિષય-કષાય અને વ્રતમાં પરસ્પર અંત૨ છે ?
ઉત્તર :- શુભાશુભ છે ને ! ભલે નામ નથી. આ આવ્યું ને ! કર્મધારા આવી ને ! *યાવત્ જ્ઞાનસ્ય ર્મવિરતિઃ” પૂર્ણ થઈ નથી એમ એમાં આવ્યું ને ! કર્મમાં આવી ગયું કે નહિ ? કર્મવિરતિ પૂર્ણ થઈ નથી ત્યાં શુભાશુભ ભાવ છે. આવ્યું કે નહિ ? ‘પ્રવત: યત્ વર્ગ સમુન્નતિ” એ અંદર આવ્યું. એને પરાધીનપણે કર્મ એટલે શુભાશુભ ભાવ ઉત્પન્ન થાય છે. (મૂળ) કળશમાં છે. ‘અવશત: યત્ વર્ગ સમુન્નતિ જોયું ? ‘(જબરજસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે...’ એ શુભાશુભ છે, તે બંધાય છે. આહા..હા...! સામાન્ય બંધનું કારણ કીધું એમાં શુભાશુભ ભાવ આવી ગયા. ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ના કળશના પાઠમાં આવી ગયા. કર્મસામાન્ય અને એકકોર જ્ઞાનધારા. કર્મસામાન્યમાં શુભાશુભ આવ્યા. આહા..હા...!
સમયસાર સિદ્ધિ-૬
શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં – કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે.’ એક આત્મા પવિત્ર શુદ્ધ ચૈતન્ય ધ્રુવ શાયકભાવ, એને આશ્રયે જે પરિણતિ થઈ તેટલી જ જ્ઞાનધારા (છે), એ મોક્ષનું કારણ છે. કેમકે આત્મા પોતે મોક્ષસ્વરૂપ છે, અબંધસ્વરૂપ છે, મુક્તસ્વરૂપ છે. એને અવલંબે જેટલી પરિણિત થઈ તે બધી મોક્ષનું કારણ છે. આહા..હા...! અને તે ક્ષણે જેટલા વિષય-કષાયના પરિણામ, શુભાશુભ ભાવ થાય કે દયા, દાન, વ્રતના (ભાવ) થાય એ બંધનું કારણ છે. એક ક્ષણમાં બે રહેવામાં વિરોધ નથી. વિરોધ નથીનો અર્થ એવો નથી કે, શુદ્ધ પરિણતિથી રાગ છે તે વિરોધ નથી. એ શુદ્ધ પરિણતિથી તો વિરોધ છે પણ અહીં સાથે રહેવામાં વિરોધ નથી. એમ. નહિતર શુદ્ધ પરિણતિથી તો શુભાશુભ ભાવ વિરોધ છે. વિરોધ છે, વિરોધ ભાવ આવ્યું હતું ને ? વિરોધ ભાવ. પણ એ તો પવિત્રતાની દશાની અપેક્ષાએ વિરોધ છે એમ કહ્યું પણ સાથે રહી શકે નહિ એમ વિરોધ નથી. સમ્યગ્દર્શનની સાથે જેમ મિથ્યાદર્શન રહી શકે નહિ એમ અહીંયાં શુદ્ધ પિરણિતની સાથે શુભાશુભ ભાવ રહી શકે નહિ એમ નથી. આહા...હા...!
કોઈ ઠેકાણે એમ કીધું હોય કે ભઈ, સમ્યક્દષ્ટને તો જે કંઈ ઉદય છે એ ખરી જાય છે. નિર્જરાની ગાથામાં આવે છે, ઇન્દ્રિયનો ભોગ છે એ બધો નિર્જરી જાય છે. જુઓ ! (નિર્જરા અધિકાર’ની) પહેલી ગાથા. કઈ અપેક્ષાએ કહે છે ? એ શુદ્ધતાના જોરે. નહિતર ત્યાં ગાથામાં તો સચેત-અચેતનો ભોગ પણ લીધો છે. સચેત-અચેતનો ભોગ પણ નિર્જરાનો હેતુ છે એમ કીધું. ‘વમોનર્મિવિયેર્દિ’ આ..હા...! એ તો સ્વભાવની દૃષ્ટિ તરફ ઢળી ગયેલો
?