________________
શ્લોક-૧૧૦
૧૯૩
મોક્ષનું કારણ છે એ અંશે પણ બંધનું કારણ નથી. એના સ્પષ્ટીકરણમાં એ લીધું છે. સમજાણું કાંઈ ?
‘(અર્થાતુ ત્રણે કાળે પરદ્રવ્ય-ભાવોથી ભિન્ન છે). આહા..હા...! મોક્ષની પર્યાય છે કારણ છે એ રાગથી તો ત્રણે કાળ ભિન્ન છે. રાગની સાથે ભલે હો પણ વસ્તુ ભિન્ન છે. રાગથી ભિન્ન છે એ મોક્ષનું કારણ છે. વિશેષ કહેશે.. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૪૧ શ્લોક ૧૧૦, ૧૧૧ ગુરુવાર, જેઠ સુદ ૫, તા. ૩૧-૦૫-૧૯૭૯
સમયસાર ૧૧૦ કળશનો ભાવાર્થ છે. જ્યાં સુધી....” યથાખ્યાત ચારિત્ર થતું નથી. ભાવાર્થમાં છે. આત્મામાં પૂર્ણ ચારિત્ર યથા જેવું અંતર ચારિત્રનું સ્વરૂપ છે તેવું પર્યાયમાં યથાર્થ ચારિત્ર પ્રગટ (ન) થાય ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને..” યથાખ્યાત પૂર્ણ ચારિત્ર – સ્વરૂપની રમણતા પૂરી ન થાય ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા રહે છે....... બે ધારા એટલે એક જ્ઞાનધારા અને એક શુભાશુભ વિકારધારા. શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા) બેય લીધા. શુભ અને અશુભ પરિણામ એ પણ હોય છે અને જ્ઞાનધારા (એટલે કે, શુદ્ધ સ્વરૂપની જેવી અનુભવદશા થઈને જે શુદ્ધ પરિણતિ થઈ છે અને અહીંયાં જ્ઞાનધારા કહે છે. એટલે શુદ્ધ પરિણતિ થઈ એને અહીંયાં જ્ઞાનધારા કહે છે.
“તે બન્ને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી.” શુદ્ધ પરિણતિ પણ હોય અને પુણ્યપાપના ભાવ પણ હોય. બે રહેવામાં વિરોધ નથી. વિરોધ નથી એટલે ? હોય છે. આત્માનું સમ્યગ્દર્શન – શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પૂર્ણ ધ્રુવ, તેને ધ્યેયમાં લઈ અને જે સમ્યગ્દર્શનમાં અનુભવ થાય તે શુદ્ધ ધારા તો સદાય રહે છે અને એની સાથે શુભાશુભ પરિણામના ભાવ પણ સાથે હોય છે. એ સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી.”
(જેમ મિથ્યાજ્ઞાનનને અને સમ્યજ્ઞાનને પરસ્પર વિરોધ છે) મિથ્યાજ્ઞાન હોય અને તે વખતે સમ્યકજ્ઞાન પણ હોય એમ ન હોય. મિથ્યાદૃષ્ટિ પણ હોય અને સમ્યક્દૃષ્ટિપણું પણ હોય એવું ન હોઈ શકે. બેય(માં) તદ્દન વિરોધ છે.
મુમુક્ષુ :- ત્રીજે ગુણસ્થાને હોય છે.
ઉત્તર :- ત્રીજે શું છે ? ત્રીજે અનંતાનુબંધીનો ઉદય નથી, મિશ્ર છે. પણ એ તો અંતર્મુહૂર્તની મિશ્રની સ્થિતિ છે.
અહીંયાં તો ચારિત્રમોહનો ઉદય અને નિર્મળ ધારા બેયની વાત કરવી છે. સમ્યગ્દર્શન અને જ્ઞાન અને જેટલે અંશે શુદ્ધતા થઈ એ ધારા તો સદાય રહે છે અને તેમાં જેટલી