________________
૧૯૦
સમયસાર સિદ્ધિ-૬
તો ૪૪ વર્ષ થયા. ચાલીસ અને ચાર ! આ તો ઓગણીસમી વા૨ સમયસાર’ ચાલે છે. અઢાર વા૨ તો આખું અક્ષરે અક્ષરના અર્થ (સહિત) ચાલી ગયું. આ (‘કળશટીકા’) પણ ચાલી ગયું, ‘પ્રવચનસાર' બપોરે ચાલે છે એ પણ છઠ્ઠી-સાતમી વાર ચાલે છે. એ ચાલતું હોય ને તો સાથે હોય તો એના અર્થ નીકળે.
અહીંયાં એનો વિસ્તાર આ છે કે, કર્મ નામ પુણ્ય પરિણામ – દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અને જ્ઞાનનું એકઠાપણું (અર્થાત્) આત્માના સ્વભાવનું શુદ્ધ પરિણમન (બેને) એકસાથે રહેવામાં વિરોધ નથી. સાધકપણું છે તો બાધકપણું પણ છે, સાધકપણું પણ છે. આહા...હા...! રાગને ધર્મ માનના૨ જીવને એકલું બાધકપણું, મિથ્યાદષ્ટિપણું છે. અને વીતરાગ એકલા પૂર્ણાનંદને પ્રાપ્ત થઈ ગયા તો એકલી વીતરાગધારા છે અને સમ્યગ્દર્શન ચોથે, પાંચમે, છઠ્ઠ (ગુણસ્થાને) છે ત્યાં આગળ શુદ્ધધારા પણ છે અને અશુદ્ધ ધારા પણ છે. બેય એકસાથે રહેવામાં વિરોધ નથી. એકસાથે રહેવામાં વિરોધ નથી. છે તો રાગ નુકસાનકારક, પણ (સાથે) રહેવામાં વિરોધ નથી. આહા..હા...!
આમાં (‘કળશટીકા’માં) વિસ્તાર કર્યો છે. એનો વિસ્તાર તો એમ કર્યો છે. જુઓ ! પહેલો શબ્દ છે, ૧૧૦ છે. ‘કોઈ ભ્રાંતિ કરશે કે મિથ્યાદૃષ્ટિનું યતિપણું...' (અર્થાત્) જે દિગંબર સાધુ થાય અને રાગથી ધર્મ માને છે, પુણ્યથી ધર્મ માને છે, મહાવ્રતથી મને ધર્મ થશે એ મિથ્યાષ્ટિ છે. એ મિથ્યાદૃષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે, તે બંધનું કારણ છે. સમ્યગ્દષ્ટિનું છે જે યતિપણું...' કોઈ એમ કહે કે, સમ્યક્દષ્ટિનું જે મુનિપણું છે એમાં પણ પંચ મહાવ્રતના પરિણામ તો આવે છે, તો એ શુભ ક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે;...’ એમ કોઈ કહે છે ‘કારણ કે અનુભવ–જ્ઞાન તથા દયા-વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે.’ એનું તો અહીં સ્પષ્ટીકરણ છે.
ત્યાં સમાધાન આમ છે કે – જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે.’ આટલું (સ્પષ્ટીકરણ) આપ્યું. બનારસીદાસે’ લખ્યું છે, ‘રાજમલ જૈનધર્મી, જૈનધર્મ કા મર્મી’. બનારસીદાસ’ ! ‘સમયસાર નાટક’ બનાવ્યું ને ! આમાંથી બનાવ્યું છે. એમણે ‘સમયસાર નાટક’ લખ્યું છે. પહેલેથી બધું જોયું છે ને ! (સંવત) ૧૯૭૮માં ‘સમયસાર’ મળ્યું છે. કેટલા વર્ષ થયા ? ૧૯૭૮ની સાલમાં પહેલું ‘સમયસાર’ મળ્યું. બાવીસ અને પાંત્રીસ, સત્તાવન વર્ષ પહેલાં ! પચાસ અને સાત ! ‘બનારસીદાસે’ પણ ‘સમયસાર નાટક’માં એમ કહ્યું, ‘રાજમલ જૈનધર્મી, જૈનધર્મ કા મર્મી હૈ' એમણે આ ટીકા બનાવી છે. આહા..હા...! આ પછી મળ્યું હતું.
મુમુક્ષુ :
સમ્યક્દષ્ટિને મહાવ્રતનો ભાવ આવે કે નહિ ?