________________
શ્લોક-૧૧૦
૧૮૯
મુમુક્ષુ :- જ્ઞાનમાં પકડાય છે ?
ઉત્તર :- પકડાય છે, જાણે છે. રાગ છે એમ) જાણે (છે). આત્માનું જ્ઞાન થયું અને) સાથે રાગ આવ્યો તો એ સમયે જાણે છે કે, રાગ છે. પણ એ મારી ચીજ નહિ, દુઃખદાયક છે એમ જાણે છે). ઈ બારમી ગાથામાં આવ્યું છે. વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. સંસ્કૃતમાં “તવાત્વે’ (શબ્દ) છે. નિશ્ચય પોતાના ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થયું, ત્રિકાળ જ્ઞાયકભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. પર્યાયષ્ટિથી અને રાગથી ક્યારેય સમ્યગ્દર્શન થતું નથી. આવું થયું તોપણ જ્યાં સુધી પર્યાયમાં પૂર્ણ વીતરાગતા નથી ત્યાં સુધી, જ્યાં સુધી આવું છે ત્યાં સુધી રાગ પણ થાય છે. થાય છે, પણ રાગ છે તે બંધનું કારણ છે અને સ્વભાવના આશ્રયે જે નિર્મળ (પર્યાય થઈ) તે મોક્ષનું કારણ છે. બન્ને સાથે રહે છે. સાથે આવે છે તો એ રાગ મોક્ષનું કારણ છે એમ નથી. આહાહા...!
જુઓ ! શું કહ્યું? ‘કર્મ એટલે શુભ ભાવની ક્રિયા, પરિણામ અને જ્ઞાન એટલે આત્માની શુદ્ધ પરિણતિ. (બન્નેનું) “એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે;.” “વિદિત: ‘તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. સાથે હોય એમાં વિરોધ નથી. બે છે તો બન્ને પોતપોતાના) કામ કરે છે. શુદ્ધ પરિણમન છે એ મોક્ષના કારણનું – નિર્જરાનું કામ કરે છે અને અશુદ્ધ છે એ બંધનું કામ કરે છે. આહા.હા...!
એમાં બહુ લખ્યું છે કે, જે સમ્યગ્દર્શન છે ત્યાં મિથ્યાદર્શન સાથે હોય એમ બનતું નથી. પણ અહીંયાં શુદ્ધ પરિણતિ અલ્પ છે તેની સાથે રાગની પરિણતિ પણ છે તેમાં) વિરોધ નથી. સમ્યગ્દર્શનની સાથે મિથ્યાદર્શનનો વિરોધ છે. મિથ્યાદર્શનની સાથે સમ્યગ્દર્શનનો વિરોધ છે. પણ શુદ્ધ પરિણતિની સાથે રાગનો વિરોધ નથી. રાગ થાય છે તો જ્ઞાનમાં ખટક થઈ ગઈ અથવા મોક્ષમાર્ગ ચાલ્યો ગયો એમ નથી. આહા..હા.! આવો માર્ગ !
વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા મહાવિદેહમાં બિરાજે છે એમની) આ બધી વાણી છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવ ત્યાં ગયા હતા (એમણે આ શાસ્ત્ર) બનાવ્યું. એના કળશ “અમૃતચંદ્રાચાર્યદેવે’ બનાવ્યા, જે એક હજાર વર્ષ પછી થયા. અત્યારથી એક હજાર વર્ષ પહેલાં અને ભગવાન કુંદકુંદાચાર્યદેવ’ પછી એક હજાર વર્ષે (થયા). અત્યારથી એક હજાર વર્ષ પહેલા અને કુંદકુંદાચાર્યદેવ’ પછી એક હજાર વર્ષ બાદ). “કુંદકુંદાચાર્યદેવને બે હજાર વર્ષ થયા, ‘અમૃતચંદ્રાચાર્યદેવને એક હજાર વર્ષ (થયા). આ..હા..હા....!
આમાં (“કળશટીકામાં) તો મોટા બે પાના ભર્યા છે. ૧૧૦ (કળશ) છે ને ! બે પાના હોં ! મોટા ! આહા..હા...! જુઓ ! આ ૧૧૦, ૧૧૦ અહીંથી શરૂ થાય છે. મોટુ લાંબુ બહુ છે. બે પાના ભર્યા છે. આ બધું સ્પષ્ટીકરણ થાય છે. “રાજમલજી'ની ટીકા (છે). “રાજમલ જૈન ધર્મી, જૈન ધર્મના મર્મી ! એ બધું વંચાઈ ગયું છે.
અત્યારે નહિ). સામે પુસ્તક ન હોય ને ! વ્યાખ્યાનમાં બધું વંચાઈ ગયું છે. અહીં