________________
શ્લોક-૧૧૦
૧૮૭
છે. આહાહા..! સમજાણું કાંઈ ?
માટે તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી.” શું કહે છે ? ભગવાન આત્મા ! શુદ્ધ સ્વરૂપ પવિત્ર આનંદકંદ ! તેના સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર એવી નિર્મળ પરિણતિ ઉત્પન્ન થઈ પણ પૂર્ણ નિર્મળ નથી તો સાથે રાગ પણ આવે છે તો એમાં કોઈ વિરોધ નથી. જેટલો રાગ છે તેટલું બંધનું કારણ છે. શુદ્ધ આત્માના સ્વભાવના આશ્રયે જેટલો મોક્ષમાર્ગ ઉત્પન્ન થયો એ મોક્ષનું કારણ છે. બન્ને ભલે હો, બે ધારા (ભલે) હો. - અજ્ઞાની મિથ્યાદૃષ્ટિને એક ધારા છે, બંધની ધારા (છે). વીતરાગને એક અબંધની ધારા (છે) અને સાધકને બે (ધારા) છે. મોક્ષમાર્ગની ધારા પણ છે અને રાગની પણ ધારા છે, બન્ને સાથે છે. આહાહા...! શું કહ્યું? કે, મિથ્યાષ્ટિ રાગથી ધર્મ માને છે, પુણ્યથી ધર્મ માને છે એવા મિથ્યાષ્ટિને તો એકલી કર્મધારા, વિકારધારા છે તો એને તો સમ્યગ્દર્શન, જ્ઞાન કંઈ છે નહિ અને સર્વજ્ઞ વીતરાગ થયા એમને કર્મ, રાગ છે નહિ. એકલી નિર્મળ ધારા છે. મિથ્યાદૃષ્ટિને એકલી મલિન ધારા છે, સર્વજ્ઞને એકલી નિર્મળ ધારા છે. અને સાધકજીવને ચોથે ગુણસ્થાનેથી નિર્મળ ધારા પણ છે અને મલિન (ધારા) પણ છે. અધૂરાશ છે ને ! આહા..હા...! સમજાણું કાંઈ ?
જ્યાં સુધી રાગ, પુણ્યના દયા, દાનના પરિણામ મારા છે અને મને લાભ થશે, એવી મિથ્યાદૃષ્ટિ છે ત્યાં સુધી તો એકલી મિથ્યાત્વની મલિન ધારા છે અને સર્વજ્ઞ પરમાત્માને એકલી નિર્મળ ધારા છે, તેમને રાગ છે નહિ. પણ જ્યાં સુધી ચોથા ગુણસ્થાને, પાંચમે, છઠ્ઠ ગુણસ્થાને સાધક છે ત્યાં સુધી બન્ને ધારા સાથે છે. આત્માના આશ્રયે જે નિર્મળ પવિત્ર પર્યાય થઈ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગી પર્યાય પણ હો અને સાથે જરી રાગ પણ હોય, પૂર્ણ વીતરાગ નથી તો રાગ આવે છે તો એમાં કોઈ વિરોધ નથી. બે સાથે રહે એમાં) વિરોધ નથી. હા, સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનને સાથે રહેવામાં વિરોધ છે. સમ્યગ્દર્શન પણ હોય અને મિથ્યાદર્શન પણ હોય. એ સાથે રહેવામાં) વિરોધ છે. પણ આત્મામાં શુદ્ધ પરિણતિ છે અને અશુદ્ધ પરિણતિ સાથે રહે એમાં વિરોધ નથી. બન્ને હો. આહા..હા...હા..! સમજાણું કાંઈ ? મારગ પ્રભુનો ભાઈ ! અલૌકક છે ! ભાઈ !
અત્યારે તો પ્રરૂપણા એવી ચાલે, સાધુ પણ એવી પ્રરૂપણા કરે કે, વ્રત કરો, તપ કરો, અપવાસ કરો, આમ કરો, આમ કરો. એ તો ક્રિયાકાંડ છે. રાગ છે. સમ્યગ્દર્શનની વાત પહેલી નહિ. કે ભઈ રાગથી ભિન્ન થઈ, પુણ્ય-પાપની ક્રિયાથી ભિન્ન થઈ, પોતાનો આત્મસ્વભાવ જે શુદ્ધ ચૈતન્યઘન પડ્યો છે, તેનું અવલંબન લેવાથી જે સમ્યજ્ઞાન, દર્શન થાય છે એ જ મોક્ષનું કારણ છે, એ ધર્મ છે. ધર્મીને વચ્ચે રાગ આવે છે, એ ધર્મ નથી. આવે છે, હોય છે, વીતરાગ નથી ત્યાં સુધી થાય છે. આ..હા..! સમજાણું કાંઈ ?
જ્યાં સુધી જ્ઞાનની કર્મવિરતિ.” આત્મામાં રાગની પૂર્ણ વિરતિ ન થાય “બરાબર