________________
૧૮૬
સમયસાર સિદ્ધિ-૬ એમ પ્રશ્ન છે. સમજાણું કાંઈ ? આહા...હા...!
શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બને-સાથે કેમ રહી શકે ? એવી શિષ્યની આશંકા છે, હોં ! છે ને ? શંકા બીજી ચીજ છે. શંકા (એટલે) તમે કહો છો એ ખોટું છે, ઈ શંકા છે. અને તમે કહો છો એ ઠીક છે પણ હું સમજી શકતો નથી તેને આશંકા કહે છે. શંકા તો તમે કહો છો તે ખોટું છે, એ શંકા (છે), પણ આશંકા (એટલે) તમે કહો છો એ બરાબર છે પણ મને સમજાતું નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? આશંકા લીધી ને ? “આશંકા ઊપજે છે એમ કહ્યું હતું. આ શું ? પ્રભુ !
આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયા એ વીતરાગી પરિણતિ થઈ એ મોક્ષનો માર્ગ (છે) પણ એટલામાં પૂર્ણ વીતરાગતા નથી તો રાગ તો સાથે આવે છે. દયાનો, દાનનો, ભક્તિનો, વિનયનો, શાસ્ત્ર વાંચનનો, સાંભળવાનો (રાગ તો આવે છે, તો બન્ને એકસાથે કેવી રીતે રહી શકે ? એવી આશંકા છે. આહા..હા..! ૧૧૦. આમાં તો બહુ થોડું છે. એમાં (–“કળશટીકામાં) બે પાના ભર્યા, “કળશટીકામાં આ ૧૧૦ (કળશમાં) બે પાના ભર્યા છે. બરાજમલજીની ટીકા !
(હૂિત્રવિક્રીડિત). यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः । किन्त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन्
मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः ।।११० ।। આહાહા...! (યાવત) જ્યાં સુધી.” (જ્ઞાન વિરતિ ) “જ્ઞાનની કર્મવિરતિ.... જ્ઞાનની કર્મવિરતી એટલે આત્માની શુદ્ધ પરિણતિમાં જ્યાં સુધી રાગની પૂર્ણ નિવૃત્તિ જ્યાં નથી ત્યાં સુધી “જ્ઞાનની કર્મવિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી.’ આત્માનું જ્ઞાન, દર્શન, ચારિત્ર શુદ્ધ ચૈતન્યના અવલંબન થયા પણ રાગની ક્રિયાનો જ્યાં સુધી પૂર્ણ અભાવ નથી થતો ત્યાં સુધી રાગની પરિણતિ સાથે છે. આહા...હા...! છે ?
જ્ઞાનની કર્મવિરતિ” જ્ઞાન એટલે આત્માની શુદ્ધ પરિણતિ, એ જ્યાં સુધી રાગની પૂર્ણ નિવૃત્તિ ન થાય, રાગથી પૂર્ણ નિવૃત્તિ ન થાય ત્યાં સુધી) બરાબર પરિપૂર્ણતા પામતી નથી ત્યાં સુધી.” (કર્મજ્ઞાનમુવય: પિ વિદિતા, છાવિત ક્ષતિ:) તો પુણ્યના પરિણામ પણ સાથે હોય અને જ્ઞાન પણ સાથે છે, સ્વરૂપ શુદ્ધ ચૈતન્યની દર્શન, જ્ઞાન અને ચારિત્ર, વીતરાગી પર્યાય પણ અપૂર્ણ વીતરાગી પર્યાય પણ ધર્મીને હોય છે અને સાથે રાગ પણ હોય છે. એમાં કોઈ વિરોધ નથી. જેટલો રાગ આવે છે તેટલું બંધનું કારણ છે અને જેટલું સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયા (એ) અબંધનું કારણ છે, મોક્ષનું કારણ