________________
૧૮૮
સમયસાર સિદ્ધિ-૬ પરિપૂર્ણતા પામતી નથી” જ્ઞાન નામ આનંદની દશા, વીતરાગી દશા પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી...” (ર્મજ્ઞાનસમુખ્યયઃ પિ વિદિતા, ર ાવિત્ ક્ષતિ:) પુણ્યના પરિણામ અને જ્ઞાનની નિર્મળ દશા (તેનું) એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે;.” બેય ભગવાને શાસ્ત્રમાં કહ્યું છે કે, બેય સાથે ચાલે છે. આ.હા...! સમ્યફષ્ટિ ચોથે ગુણસ્થાને છે તો એની સમ્યગ્દર્શનની પર્યાય જે વીતરાગી છે તે નિર્મળ છે પણ સાથે હજી ત્રણ કષાયનો રાગ છે. તો રાગ પણ હો અને આ પણ હો, એમાં કોઈ વિરોધ નથી. પણ જેટલો રાગ છે એ બંધનું કારણ છે અને મોક્ષનું કારણ નિર્મળ પરિણતિ છે). બે હોવાથી, બે ધારાના બે ફળ છે. આહા...હા..હા.! સમજાણું કાંઈ ? આ હા.!
‘કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે. જોયું ? “વિદિત છે ને ? જ્ઞાન ર્મજ્ઞાનસમુષ્યયઃ પિ વિદિત: શબ્દમાં ‘વિહિત: શબ્દ છે. ભગવાને શાસ્ત્રમાં કહ્યું છે કે, જ્યારે આત્માનું સમ્યગ્દર્શન, જ્ઞાન થાય છે, સ્વભાવના આશ્રયે શુદ્ધ આનંદનો સ્વાદ (આવે છે, પણ અપૂર્ણ છે) તેને રાગ પણ છે, તો રાગ પણ છે અને સ્વભાવ પણ છે, શુદ્ધ પરિણતિ પણ છે. શાસ્ત્રમાં કહ્યું છે, ભગવાને કહ્યું છે.
મુમુક્ષુ - બધા એમ કહે છે શાસ્ત્રમાં છે પણ મને અનુભવમાં નથી આવતો. ઉત્તર :- હજી પૂર્ણ નથી ત્યાં સુધી રાગ છે એમ શાસ્ત્રમાં પણ કહે છે. મુમુક્ષુ :- રાગ અનુભવમાં નથી આવતો.
ઉત્તર :- રાગ તો અનુભવમાં – વેદનમાં આવે છે. વેદનમાં તો બન્ને આવે છે. (રાગને) પોતાનો માનતા નથી. વેદન આવે છે, રાગનું વદન તો છે. નય હૈ, ૪૭ નય છે એમાં લીધું છે. પ્રવચનસાર ! સમકિતીને પણ રાગનું પરિણમન છે અને રાગનો ભોક્તા પણ છે. પણ એ જ્ઞાનની દૃષ્ટિથી (કહ્યું).
મુમુક્ષુ :- અનુભવ છે કે નથી ?
ઉત્તર :- અનુભવ પણ છે અને રાગનું વેદન પણ છે, બેય છે. એક જો હોય તો વીતરાગ થઈ જાય. અને એક જ રાગ હોય તો મિથ્યાદૃષ્ટિ થઈ જાય.
મુમુક્ષુ :– જ્ઞાનીને પણ બેય છે ?
ઉત્તર :- ત્યાં પણ બે છે. હજી પૂર્ણ નથી ને ! ઉપશમ છે ને ! ઉપશમ છે. બારમા ગુણસ્થાને પણ હજી પૂર્ણ નથી. કેવળજ્ઞાન પૂર્ણ નથી થયું ત્યાં. આ..હા...! અહીં તો નીચલા (ગુણસ્થાનની) વાત ચાલે છે.
મુમુક્ષુ :- અહીંયાં છઠ્ઠા ગુણસ્થાનની વાત ચાલે છે.
ઉત્તર :– ચોથ, પાંચમે, છઠ્ઠ (ગુણસ્થાનની વાત ચાલે છે. ચોથ, પાંચમે, છઠ્ઠ ગુણસ્થાને પોતાના સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચેતનની નિર્મળ પરિણતિ છે, સાથે રાગ પણ છે. શાસ્ત્ર કહે છે અને અમે પણ કહીએ છીએ.