________________
શ્લોક-૧૦૯
૧૮૧
મોક્ષના કારણરૂપ પર્યાય છે. આહા..હા...! વસ્તુ તો ભઈ ! આચાર્યોએ બહુ ટૂંકામાં (સમાડી દીધી). દિગંબર ભાવલિંગી સંત છે. પ્રચુર સ્વસંવેદન જેને વર્તમાનમાં છે. મુનિ એને કહીએ, સમકિતીને પણ આત્મિક અતીન્દ્રિય આનંદનો અંશ આવે છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તો મુનિ તો પ્રચુર સ્વસંવેદનમાં (છે). અંદર અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન થાય છે. ત્યારે સાચા મુનિ થાય. એ ક્રિયાકાંડ વ્રત ને તપ ને ક્રિયા એ બધું તો બંધનું કા૨ણ (છે). એમાં મુનિપણું નથી. આહા..હા...! સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :- નિષ્કર્મ અવસ્થા સાથે.
ઉત્તર ઃ– એ નિષ્કર્મ અવસ્થા છે. રાગ કર્મ છે, તેના વિનાની મોક્ષની નિષ્કર્મ અવસ્થા છે. મુમુક્ષુ :નિષ્કર્મ અવસ્થા સાથે..
ઉત્તર :- નહિ, નિષ્કર્મ અવસ્થા જ પોતે છે. જે મોક્ષનો માર્ગ છે એ નિષ્કર્મ અવસ્થા છે. સાથે-બાથેની વાત નહિ. મોક્ષનો માર્ગ છે એ નિષ્કર્મ અવસ્થા છે. સાથે રાગ હોય છે એ તો કર્મ અવસ્થા છે, એ તો બંધનું કારણ છે, માટે ત્યાગ કર્યો. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ !
નિષ્કર્મ દશા ! પુણ્યના પરિણામ છે એ કર્મ દશા છે. તેનાથી ભગવાન મોક્ષના માર્ગની દશા નિષ્કર્મ દશા છે. તેમાં કર્મ અવસ્થા છે જ નહિ. આહા..હા...! એમાં તો આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ ! તેનું શુદ્ધ પરિણમન થાય એ નિષ્કર્મ અવસ્થા છે. આહા....હા...! આચાર્ય ખુલાસો કરે છે.
‘અમૃતચંદ્રાચાર્યદેવ’નો કળશ છે. ટીકા એમની છે, ગાથા ‘કુંદકુંદાચાર્યદેવ’ની છે, ગાથા ! આ કળશ છે અને ટીકા છે એ ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ની છે. એમણે બનાવી છે. એક હજાર વર્ષ પહેલાં અહીંયાં સંપ્રદાયમાં હતા, દિગંબર સંપ્રદાયમાં ! ‘કુંદકુંદાચાર્યદેવ’ બે હજાર વર્ષ પહેલા હતા. એની ટીકા ‘અમૃતચંદ્રાચાર્યદેવે’ બનાવી. મૂળ રહસ્ય ! પછી એક ટીકા જયસેનાચાર્યદેવ’ની છે. સંસ્કૃતમાં બે ટીકા છે. આહા..હા....!
‘એવું જ્ઞાન...’ એટલે આત્માનો સ્વભાવ. આપોઆપ દોડ્યું આવે છે.' આ...હા...હા...! શું કહે છે પુણ્ય અને પાપના ભાવનો નિષેધ કરીને, જે પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરીને નિષ્કર્મ અવસ્થા જે પ્રગટ થાય છે, કહે છે કે, એ તો દોડતી આવે છે. નિર્મળ પરિણતિ, પરિણતિ, પરિણિત... પરિણિત... એકદમ... એકદમ દોડતી આવે છે. આહા..હા...! પેલામાં એકમાં દોડતું કહ્યું છે ને ! પ્રવચનસાર'માં ! પર્યાય દોડતી આયત સમુદાય (છે). બપોરે આવ્યું હતું ને ? વિસ્તારસમુદાય (એટલે) ગુણ, આયતસમુદાય એ પર્યાય (છે). દોડતી પર્યાય, એવો પાઠ છે. દોડતી એટલે એકદમ એક પછી એક થતી. એમ આનંદની દશા દોડતી એક પછી એક આનંદની દશા અંદર ચાલે છે. આહા..હા..હા...! તેને અહીંયાં પ્રભુ મોક્ષમાર્ગ કહે છે. આહા..હા...! હવે આવા સમ્યગ્દર્શન, જ્ઞાનનું તો ભાન નહિ અને