________________
૧૭૯
શ્લોક-૧૦૯ નહિ. ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા ! “મૂલ્યમરિ ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે એ અગિયારમી ગાથા(માં કહ્યું છે). ત્રિકાળ ભૂતાર્થ ભગવાન પૂર્ણ આનંદ, ધ્રુવ ચૈતન્યના અવલંબને, તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એ સમ્યગ્દર્શન શુદ્ધ પરિણમન છે. નિશ્ચય સમ્યગ્દર્શન એ શુદ્ધ પરિણમન છે, વ્યવહાર સમકિત (કહ્યું એ તો) રાગને આરોપ કરીને કહ્યું. એ કોઈ સમકિત) છે નહિ. વ્યવહાર-ળ્યવહાર સમકિત છે જ નહિ. આહી.હાં...! એ તો નિશ્ચય સમકિત છે ત્યાં રાગને વ્યવહાર સમકિતનો આરોપ દઈને સમજાવ્યું. પણ એ સમકિત છે જ નહિ. નિશ્ચય સમ્યકત્વ એ જ સમ્યગ્દર્શન છે. આહા..હા..! - ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ! પૂર્ણ અતીન્દ્રિય અનંત આનંદાદિ ગુણનો સાગર છે. અનંત અનંત ગુણનું ગોદામ આત્મા છે. ગોદામ સમજાય છે ? મોટું મકાન હોય એમાં ગોદામ હોય. (એમાં) મોટી ચીજ રહી શકે, મોટું ગોદામ ! ગોદામ કહે છે ને ? અમારે ત્યાં “પાલેજમાં તેર ગોદામ છે. ગોદામ ! અમારી દુકાન ત્યાં હતી ને ! “પાલેજ ! “ભરૂચ અને “વડોદરાની વચ્ચે “પાલેજ” છે. ગુજરાતમાં ! ત્યાં અમારી દુકાન હતી ને ! મેં તો (સંવત) ૧૯૬ ૮થી છોડી દીધી. પણ અત્યારે) દુકાન ચાલે છે. મોટી દુકાન છે. તેર તો ગોદામ છે. પચાસ-પચાસ, સાઠ-સાઠ હજારના તેર ગોદામ ! મોટી દુકાન છે. ચાલીસ લાખ રૂપિયા છે. ચાર લાખની વર્ષની આવક છે. પાલેજ’ ‘ભરૂચ’ અને ‘વડોદરાની વચ્ચે છે. તેર ગોદામ છે. અંદર માલ પડ્યો હોય. ચોખાની ગુણોની થપ્પી પડી હોય. એમ આ ભગવાન ગુણી ! આ ચોખાની ગુણીની મોટું ગોદામ હોય છે. આ ગુણી આત્મા ગુણનું ગોદામ છે. આહા...હા..! ભગવાન આત્મા ! આ.હા...હા..!
સમ્યક્ત્વાદિ. આદિ એટલે ત્રણે. સમ્યગ્દર્શન-સમ્યકજ્ઞાન-સમ્યક્રચારિત્ર. એ પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી...' પર્યાય હોં ! ત્રિકાળી નહિ. પર્યાય જે છે એ સમ્યગ્દર્શન. જ્ઞાન તો પોતાના સ્વભાવરૂપ શુદ્ધ પરિણમન છે. આહાહા..! એ સ્વભાવરૂપ હોવાથી અર્થાત્ લીટી (એટલે) અર્થાત્. પરિણમવાથી.” ત્રિકાળી ભગવાનઆત્મામાં જે અનંત ગુણ ભર્યા છે, શ્રદ્ધાળુણ છે, ચારિત્રગુણ છે, આનંદગુણ ત્રિકાળ છે. તેના આશ્રયે પર્યાયમાં શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (છે), એ મોક્ષનું કારણ છે). આવી વાત છે. સંપ્રદાયમાં લોકોએ તો બહારથી કાંઈક મનાવી લીધું છે. આ અપવાસ કરો ને આ વર્ષીતપ કરો ને આ શું કહેવાય ? ભગવાનની ભક્તિ કરો, પૂજા કરો. એ ભાવ હોય છે પણ એ ભાવ બંધનું કારણ છે, મોક્ષનું કારણ નહિ. આહા..હા...!
મુમુક્ષુ :- હેય માનશે તો કોઈ કરશે નહિ.
ઉત્તર :- કરે નહિ એ જ સત્ય છે. કરવાલાયક છે નહિ, પણ થશે. કરવાલાયક નથી. સમ્યફદૃષ્ટિને રાગ આવે છે પણ કરવાલાયક છે એમ માનતા નથી. એમ તે હિતકર છે એમ માનતા નથી અને એ પોતાનો સ્વભાવ છે એમ માનતા નથી અને એ મોક્ષનું