________________
શ્લોક-૧૦૯
૧૭૭
શું કહે છે ? જુઓ ! (મોક્ષાર્થના રૂટું સમરતમ્ બપિ તત્ ર્મ કવ સંન્યરતવ્ય) મોક્ષાર્થીએ.” “રાજમલજી’ની ટીકામાં એમ કહ્યું છે કે, મોક્ષાર્થી (એટલે) જેને મોક્ષની અભિલાષા છે, જેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થયો હોય. અતીન્દ્રિય આનંદના અભિલાષીને “કળશટીકા'માં મોક્ષાર્થી કહે છે. “રાજમલજીની ટીકા છે ને ! ૧૦૯ (કળશ). મોક્ષાર્થી – “સાળકર્મક્ષયલક્ષણ મોક્ષ – અતીન્દ્રિય પદ, તેમાં જે અનંત સુખ તેને ઉપાદેય અનુભવે છે.” અતીન્દ્રિય આનંદ મોક્ષમાં છે, એ અતીન્દ્રિય આનંદ જે અનુભવે છે તે જીવ. આહા..! મોક્ષનો અભિલાષી – મોક્ષાર્થીનો અર્થ એ છે). આત્માનો જે અનંત આનંદ છે, સહજ સ્વરૂપ, તેનો અનુભવ થઈ ઉપાદેયપણે માને છે... આહાહાતે જીવ મોક્ષાર્થીની વ્યાખ્યા મોટી લાંબી છે.
(અહીંયાં કહે છે), “મોક્ષાર્થીએ આ સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે. પુણ્ય અને પાપના ભાવ બધુ ત્યાગવા યોગ્ય છે. આહાહા...! ચાહે તો હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, કામ, ક્રોધ હો કે ચાહે તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા એ બધા ભાવ બંધના કારણ છે. આહા..હા..! “મોક્ષાર્થીએ....” અનંત આનંદ, સુખને ઉપાદેયપણે અનુભવે છે એવા મોક્ષાર્થીએ “સઘળુંય કર્મ.” કર્મ શબ્દ શુભાશુભ. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા એ બધું “ત્યાગવા યોગ્ય છે.” એ ધર્મ નહિ. આહા...હા...!
(સંન્યસ્તે સતિ તત્ર પુખ્ય પાચ વા વિરુન વI 5થા) “જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે. આહાહા...! જ્યાં સમસ્ત પુણ્ય અને પાપના ભાવનો ત્યાગ કરવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત ?” કે, પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે.
રાત્રે તમારો સમાનજાતિનો પ્રશ્ન થયો હતો ને એ હું સમજ્યો નહોતો. સમાનજાતિ તો અહીંયાં લેવાનું છે. દ્રવ્ય અને ગુણ સમાનજાતિમાં લેવાનું છે. અહીં દ્રવ્ય-પર્યાય લેવું છે ને ! દ્રવ્ય-પર્યાય લેવું છે ને ! આ...હા...!
અહીંયાં કહે છે કે, જેને આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ (છે), તેને અનુભવમાં ઉપાદેય તરીકે જાણે છે, એવા મોક્ષાર્થીને પુણ્ય અને પાપ બેય ભાવ કર્મરૂપ છે માટે ત્યાગવા યોગ્ય છે. તેમાં વળી આ પુણ્ય ઠીક અને પાપ અઠીક, એવી વાત ક્યાં છે ? બેય બંધના કારણ છે. આહા...હા..! વ્રત ને તપ, દયા ને દાન, પૂજા ને ભક્તિ , હિંસા ને જૂઠું, ચોરી ને વિષયવાસના, બધું કર્મ વિકાર છે, એ ત્યાગવા યોગ્ય છે. આહા...હા....!
‘ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત ?’ કે, પુણ્ય શુભભાવ વ્રત, તપાદિ ઠીક છે એવી વાત ક્યાં આવી ? એમ કહે છે. આહા..હા...! “કર્મમાત્ર ત્યાજ્ય છે ત્યાં પુણ્ય સારું અને પાપ ખરાબ – એવી વાતને ક્યાં અવકાશ છે ? આહાહા...! ઝીણી વાત, પ્રભુ ! શુદ્ધ ચૈતન્ય પરમાનંદની મૂર્તિ પ્રભુ આત્મા ! તેનું જેને શુદ્ધ પરિણમન કરવું છે અને પૂર્ણ પરિણમનનો અભિલાષી છે, તેને તો પુણ્ય-પાપમાં પુણ્ય ઠીક અને પાપ અઠીક, એવું કાંઈ