________________
ગાથા-૧૬૧ થી ૧૬૩
૧૭૫
ભગવાન અંદ૨ સચ્ચિદાનંદ પ્રભુ ! અનંત ગુણથી પરિપૂર્ણ ભરેલો પ્રભુ અંદર છે. એવા અનંત આત્માઓ છે. ૫૨માત્મા સર્વજ્ઞદેવ જિનેશ્વરદેવે તો એમ કહ્યું કે, બધા જીવ જિનસ્વરૂપે છે. અર્થાત્ સર્વ જીવ સિદ્ધ સમાન છે. ‘નિયમસા૨’માં આવ્યું છે, ‘નિયમસાર’ ! કુંદકુંદાચાર્યદેવે” ‘નિયમસાર'માં કહ્યું ને (કે), મારી માટે મેં બનાવ્યું છે. એમાં આવ્યું છે. ‘નિયમસાર’ ! સર્વ જીવ સિદ્ધ સમાન છે. સિદ્ધ સમાન સ્વરૂપ ન હોય તો સિદ્ધપણું પર્યાયમાં આવશે ક્યાંથી ? આહા..હા...! અહીંયાં તો રાગની ક્રિયા થાય તેને) અમારે ધર્મ થયો માને. મિથ્યાત્વ થયું છે અને એ મિથ્યાત્વના ભાવમાં તો અનંતા સંસારનો ગર્ભ છે. ગર્ભ છે એમાં, અનંતા જન્મ-મરણની ઉત્પત્તિનો એ ગર્ભ છે. એમાંથી ઉત્પત્તિ થશે. આહા..હા...! આવ્યું ?
આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે. અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ...' હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના એ તો એકલા પાપ છે. એ તો અશુભ કર્મ છે, તેની તો અહીં વાત જ નથી, એ તો પાપ છે. અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે,...' એ અશુભ ભાવ તો વિઘ્ન કરનાર છે. તેથી નિષિદ્ધ જ છે;... નિષિદ્ધ જ છે. પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી...’ જાય છે. શુભ પરિણામ એ કર્મ સામાન્યમાં એ શુભભાવ આવી ગયા. આહા..હા...! એ શુભકર્મ કહો કે શુભભાવ કહો. ચા૨ બોલ આવ્યા હતા ને ! એ સામાન્યમાં આવી જાય છે તેથી ‘તે પણ બાધક જ છે...’ એ શુભકર્મ અને શુભકાર્ય પણ વિઘ્ન કરનાર છે. આહા..હા...! આવું આકરું પડે. નવરાશ ન મળે, આખો દિ' ધંધા, બાયડી, છોકરા. એકાદ કલાક, બે કલાક મળે (અને) સાંભળવા જાય ત્યાં એવી વાતું કરે કે એને સમજાય કે, આ દયા પાળો, આ વ્રત કરો, આ અપવાસ કરો. અહીં કહે છે કે, એ બધું કરવું કરવાનો જે વિકલ્પ રાગ છે એ તો વિકાર છે, એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, ભાઈ ! આહા..હા...! લ્યો ! ‘એમ જાણવું.’ શું કહ્યું ઈ ? કે, અશુભભાવ જે છે એ તો નિષિદ્ધ જ છે. આ..હા...! કેમકે એ તો બાધક જ છે, પણ શુભભાવ પણ (બાધક જ છે). શુભ-અશુભ કર્મ – ભાવનો નિષેધ કર્યો તો એમાં શુભભાવ પણ આવી ગયો. તેથી તે પણ બાધક જ છે. શુભભાવ પણ વિઘ્ન ક૨ના૨ છે. તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું.' કળશ વિશેષ કહેશે...
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
—